થાક થી દૂર રેહવા આ આદતો છોડો

Due to the bad habits of the 10 day seems to fatigue, to prevent this,

આજકાલની ફાસ્ટ લાઈફ સ્ટાઈલ અને ખાનપાનની ખોટી આદતોને કારણે વ્યક્તિના શરીરમાં કઈ સમસ્યા ક્યારે પ્રવેશી જાય ખબર જ નથી પડતી, એમાં સૌથી વધારે સતાવતી સમસ્યા છે થાક. આજકાલ નાના હોય કે મોટા કોઈપણ કામ કર્યા બાદ ઝડપથી થાકી જાય છે અથવા આખો દિવસ આળસ અનુભવે છે. તેની પાછળ ઘણાં નાના મોટા કારણો જવાબદાર હોય છે. જેની આપણે ધ્યાન જ આપતા નથી.

Due to the bad habits of the 10 day seems to fatigue, to prevent this,

સોમવારના દિવસે આખો દિવસ ઉંઘ અને થાકનો અહેસાસ થાય છે. તેની પાછળનું કારણ રવિવારે સવારે મોડા સુધી સૂવાનું છે, જેના કારણે રાત્રે ઉંઘ નથી આવતી અને 8 કલાકથી ઓછી ઉંઘ લેવાના કારણે શરીરમાં થાકનો અનુભવ થાય છે. આજકાલ લોકોની લાઇફસ્ટાઇલ એટલી ઝડપથી બદલાઇ રહી છે અને શરીરના ઝડપથી થાકી જવાની સમસ્યા સામાન્ય બની ગઇ છે. જેથી અમે આજે અહીં એવા 10 કારણો જણાવી રહ્યા છીએ જેનાથી તમને જાણ થશે કે આખરે આટલો બધો થાક કેમ અનુભવાય છે અને તેનાથી બચવા શું કરવું.

Due to the bad habits of the 10 day seems to fatigue, to prevent this,

પાણીની ઓછી માત્રા

શરીરમાં 2 ટકા પણ પાણીની ઉણપથી એનર્જી લેવલ ઓછું થઇ જાય છે. ડિહાઇડ્રેશનથી શરીરમાં લોહીનું ઘનત્વ ઓછું થઇ જાય છે અને લોહી ઘટ્ટ થવાની સમસ્યા સર્જાય છે. આનાથી હૃદયના ધબકારા ઓછા થઇ જાય છે, સાથે સાથે માંસપેશીઓ અને અન્ય અંગો સુધી ઓક્સિજન અને પોષક તત્વોને પહોંચવાની ગતિ પણ ઘટી જાય છે. તમારે કેટલી માત્રામાં પાણી પીવું જોઇએ, તે માટે તમારાં વજનને પાઉન્ડમાં માપો. હવે તેને અડધું કરો અને એટલા જ અંશતઃ પાણી રોજ પીવો. આ સિવાય સામાન્ય નિયમ પ્રમાણે રોજનું 4 લિટર પાણી તો પીવું જ જોઈએ.

કોફીની અનુચિત માત્રા

સવારે ઉઠીને કોફી પીવામાં કોઇ ખરાબી નથી. રિસર્ચ અનુસાર, દરરોજ ત્રણ કપ કોફીનું સેવન તમારાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ કોફીની અનુચિત માત્રા લેવાથી તમારાં સૂવા-જાગવાની પ્રોસેસ ખરાબ થાય છે. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, સૂવાના લગભગ 6 કલાક પહેલા કોફી પીવાથી તમારાં સ્વાસ્થ્યને નુકસાન થાય છે. આ માટે કોશિશ કરો કે બપોર બાદ કોફીનું સેવન બિલકુલ ના કરો.

Due to the bad habits of the 10 day seems to fatigue, to prevent this,

આર્યનની માત્રામાં ઉણપ

આર્યનની ઉણપથી શરીર સુસ્ત, ચિડિયું અને કમજોર થઇ જાય છે, સાથે સાથે કોઇ ચીજમાં મન નથી લાગતું. જેના કારણે તમને થાકનો અનુભવ થાય છે કારણ કે, માંસપેશીઓ અને કોશિકાઓમાં ઓક્સિજનની માત્રા પણ ઓછી થઇ જાય છે. તે માટે તમારાં ડાયટમાં આર્યનની માત્રા વધારો અને એનિમિયા થવાથી પોતાને બચાવો. આ માટે લીન બીફ, રાજમા, ટોફુ, ઇંડા, ગ્રીન વેજીટેબલ્સ, ડ્રાય ફ્રૂટ્સ, પીનટ બટર અને વિટામિન યુક્ત ફળોને પોતાના ડાયેટમાં સામેલ કરો. જેથી તમારા શરીરમાં આર્યનની ઉણપ ન થાય અને તમે થાકથી બચી શકો.

સૂતી વખતે ઇ-મેલ અને મેસેજ ચેક કરવા

સ્માર્ટફોન, ટેબલેટ અને કોમ્પ્યુટર સ્ક્રિનના અજવાળાથી મેલાટોનિન હોર્મોન્સની ગતિ રોકાઇ જાય છે. જેનાથી શરીરની પ્રાકૃતિક સિરકેડિયન રિધમ બગડી જાય છે. મેલાટોનિન હોર્મોન્સ શરીરમાં સૂવા અને જાગવાની ક્રિયાને નિરંતર રાખવામાં મદદ કરે છે. તેથી સૂતા પહેલા લગભગ બે કલાક પહેલા ટેક્નોલોજી અને ગેજેટ્સને દૂર કરી દેવા જોઇએ. સાથે સાથે તારાં ચહેરાની નજીક 14 ઇંચના અંતરે ફોન અથવા ગેજેટ્સને રાખવા જોઇએ જેથી તમારી ઉંઘ ડિસ્ટર્બ ના થાય.

Due to the bad habits of the 10 day seems to fatigue, to prevent this,

બ્રેકફાસ્ટ ના કરવો

ભોજન શરીરમાં ઇંધણની માફક કામ કરે છે, જે પણ તમે રાત્રે ખાવ છો તે તમારી બોડી રાત્રે સૂવા દરમિયાન ઓક્સિજન તરીકે ઉપયોગ કરે છે. તેથી સવાર ઉઠીને શરીરને નાશ્તાની સાથે ફરીથી ઇંધણ આપવાનું રહે છે. બ્રેકફાસ્ટ સ્કિપ કરવાથી દિવસ દરમિયાન સુસ્તીનો અનુભવ થાય છે. નાશ્તામાં તમારે અનાજ, પ્રોટીન અને હેલ્ધી ફેટ લેવું જોઇએ. આનું સૌથી સારું ઉદાહરણ છે – ઓટમીલને પ્રોટીન પાઉડર અને પીનટ બટરની સાથે બનાવીને ખાઇ શકો છો. આ સિવાય ફ્રૂટ, પ્રોટીન પાઉડર, લો-ફેટ મિલ્ક અને બદામ બટરને મેળવીને ફ્રૂટ મિલ્ક બનાવી શકો છો.

Due to the bad habits of the 10 day seems to fatigue, to prevent this,

જંકફૂડનું વધારે સેવન

જંકફૂડ, ગ્લાઇસેમિક ઇન્ડેક્સ પર હાઇ રેન્ક પર હોય છે, જેનાથી જાણ થાય છે કે કેવા કાર્બોહાઇડ્રેડ્સ બ્લડ શુગરમાં વધારો કરે છે. બ્લડમાં શુગર લેવલ ઘટવાથી-વધવાથી શરીરમાં કમજોરીનો અનુભવ થાય છે. તમારે બ્લડ શુગરને સ્થિર રાખવા માટે લીન પ્રોટીનની સાથે અનાજ તમારાં પ્રત્યેક ભોજનમાં સામેલ કરો. બેક્ડ ચિકન અને બ્રાઉન રાઇસ, સાલમન ફિશ અને સ્વીટ પોટેટો અથવા ચિકન અને ફ્રૂટ્સની સાથે સલાડ ખાવ.

વિકેન્ડ પર મોડેથી ઉઠવું

શનિવારે મોડી રાત સુધી પાર્ટી અને રવિવારે મોડે સુધી સૂવાથી તમારું રૂટિન ડિસ્ટર્બ થાય છે. આનાથી તમને રવિવારે રાત્રે સૂવામાં તકલીફ થાય છે અને તમને ઉંઘ નથી આવતી. તેથી રજાઓના દિવસે નોર્મલ દિવસની માફક જ ઉઠવાની આદત રાખો, તમે બપોરના સમયે પણ આરામ કરી શકો છો. 20 મિનિટ સુધી આરામ કરવાથી તમારું બોડી રિચાર્જ થઇ જશે.

Due to the bad habits of the 10 day seems to fatigue, to prevent this,

રાત્રે સૂતા પહેલા ડ્રિંક

ઘણીવાર નાઇટ પાર્ટીમાં લોકો ડ્રિંક કરવાનું પસંદ કરે છે. કેટલાંક લોકોને આલ્કોહોલનું સેવન કર્યા બાદ સંતુષ્ટિ મળે છે, પણ એક હકીકત એ છે કે આલ્કોહોલ પ્રારંભિક અવસ્થામાં સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ધીમી થઇ જાય છે. આનાથી શરીરની એડ્રેનાલાઇન સિસ્ટમ ઉથલ-પાથલ થઇ જાય છે. આ કારણોથી ઘણીવાર ડ્રિંક કરનારા લોકોને અચાનક અડધી રાતે ઉંઘ ખૂલી જાય છે. ડોક્ટર કહે છે કે, સૂતાં પહેલા લગભગ 3થી 4 કલાક પહેલા જ આલ્કોહોલનું સેવન કરવું જોઇએ.

સ્ટ્રેસ

જો તમને બોસનો કોલ આવે તો તમે વિચારવા લાગો છે કે કોઇક ફરિયાદ હશે, અથવા બાઇક ચલાવવામાં ડર લાગતો હોય કારણ કે તમને લાગે છે કે એક્સિડન્ટ થઇ જશે. દરેક સમયે કંઇક ખરાબ થવા અંગે વિચારવું, નાની નાની વાતોમાં ટેન્શન લેવાથી તમે શારિરીક રીતે કમજોર થઇ જાવ છો અને માનસિક રીતે થાકનો અનુભવ કરો છો. જો તમારી સાથે આવું થાય છે આવી સ્થિતિમાં ગભરાવાના કારણે શાંતિથી તેનો ઇલાજ શોધો. મેડિટેશન કરો, એક્સરસાઇઝ કરો અને પોતાનામાં ધૈર્ય ધારણ કરો.

Due to the bad habits of the 10 day seems to fatigue, to prevent this,

એક્સરસાઇઝ ના કરવી

એનર્જી બચાવવા માટે વર્કઆઉટ ન કરવું ખરેખર તેની વિરૂદ્ધ કામ કરે છે. એક સ્ટડી અનુસાર, 20 મિનિટ સુધી દરરોજ એક્સરસાઇઝ કરનારા લોકો ઓછા થાકનો અનુભવ કરે છે. રેગ્યુલર એક્સરસાઇઝ કરવાથી શરીર મજબૂત થાય છે અને સહનશક્તિમાં વધારો થાય છે. સાથે સાથે તમારું હૃદય સ્વસ્થ ગતિથી કામ કરે છે. આનાથી ટિશ્યુમાં ઓક્સિજન અને જરૂરી

પોષક તત્વો ડિલીવર થાય છે. જેથી હવે વારંવાર થાકીને કાઉચમાં બેસવાને બદલે ઝડપથી ચાલવાની આદત રાખો, આનાથી તમને ઉર્જા પ્રાપ્ત થશે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


5,441 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 + = 5