સ્વાસ્થ્ય માટે પાણી પીવું એ સારી આદત છે. સ્વસ્થ રહેવા માટે આપણે દિવસમાં ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ. આયુર્વેદ માં કહેવામાં આવ્યું છે કે સવારના સમયે તાંબાના વાસણમાં પાણી પીવું એ ખાસ કરીને લાભકારક છે. આ પાણીને પીવાથી શરીરના ઘણા બધા રોગો દવા વગર સારા થઈ જાય છે. આ પાણીથી શરીરમાં રહેલ ઝેરીલા તત્વો બહાર નીકળી જાય છે. રાત્રે આ રીતે તાંબાના વાસણ માં સંગ્રહિત પાણીને, તામ્રજળ ના નામે ઓળખવામાં આવે છે.
એ વાત નું ઘ્યાન રાખવું જરૂરી છે કે તાંબાના વાસણ ઓછામાં ઓછા 8 કલાક સુધી રાખેલું પાણી જ લાભકારક છે. જે લોકોને કફની સમસ્યા રહેતી હોય તેમને, આ પાણીમાં તુલસીના થોડા પાંદડા નાંખવા. ઘણા ઓછા લોકો જાણે છે કે તાંબાના વાસણ માં પાણી પીવાથી અનેક ફાયદાઓ થાય છે. આજે અમે તમને જણાવવાના છીએ તાંબાના વાસણમાં પાણી પીવાથી થતા અનેકવિધ ફાયદાઓ વિષે…
તમે હંમેશા યંગ લાગશો
કહેવાય છે કે જે વધારે પાણી પીવે છે, તેની સ્કીન પર ઉમર થતા કરચલીઓ નથી દેખાતી. આ વાત એકદમ સાચી છે. પરંતુ શું તમે એ જાણો છો કે તાંબાના વાસણમાં જળને રાખી પીવાથી ત્વચાનું ઢીલાપન વગેરે દુર થઈ જાય છે. સુકી ત્વચા પણ નીકળી જાય છે અને તમારો ચહેરો હમેશા ચમકતો દેખાશે.
થાઈરોઈડ ને કરે છે નિયંત્રિત
થાઈરેક્સીન હાર્મોન્સ ના અસંતુલિત ને કારણે થાઈરોઈડ ની બીમારી થાય છે. થાઈરોઈડ ના લક્ષણોમાં ઝડપી વજન વધવો કે ઘટવો, વધારે થાક વગેરે જણાય છે. થાઈરોઈડ એક્સપર્ટ નું માનવું છે કે કોપરના સ્પર્શ વાળું પાણી પીવાથી શરીરમાં થાઈરેક્સીન હાર્મોન્સ નું બેલેન્સ જળવાય રહે છે. તાંબાના વાસણ માં રાખેલ પાણી પીવાથી તમારા રોગ નિયંત્રણ થાય છે.
સ્કીનને બનાવે સ્વસ્થ
મોટાભાગના લોકો સ્વસ્થ સ્કીન માટે અલગ અલગ પ્રકારના કોસ્મેટિક્સ નો ઉપયોગ કરે છે. તે માને છે કે કોસ્મેટિક્સ નો ઉપયોગ કરવાથી ત્વચા સુંદર થાય છે પરંતુ, આ હકીકત નથી. સ્કીન પર સૌથી વધારે પ્રભાવ તમારું ખાનપાન અને દિનચર્યાનો જ પડે છે. એટલા માટે તમે તમારી સ્કીનને હેલ્થી બનાવવા માંગતા હોવ તો તાંબાના વાસણમાં રાત સુધી પાણી રાખી અને સવારે ઉઠીને તે પાણીને પીઓ. આમ કરવાથી તમારી સ્કીન સ્વસ્થ બનશે.
સંધિવા ના રોગ માટે છે ફાયદાકારક
આજકાલ ઘણા લોકોને સંધિવા ના રોગની સમસ્યા રહે છે. જો તમે પણ આ સમસ્યાથી પીડાતા હોવ તો તાંબાના પાત્ર માં પાણી પીઓ, જેનાથી તમારી બોડીમાં યુરીન એસીડ ઘટવા લાગે છે અને સંધિવામાં શરીરના સોજેલા ભાગને આરામ આપે છે.
લોહીની ક્ષતિ દૂર કરે છે
એનિમિયા અથવા રક્તની અછત એક એવી સમસ્યા છે, જે 30 વર્ષની ભારતીય મહિલાઓ ને મોટાભાગે થાય છે. કોપર વિષે સૌથી મોટો આશ્ચર્યજનક તથ્ય એ છે કે આ શરીરની મોટાભાગ ની પ્રક્રિયાઓ માં ખુબજ આવશ્યક છે. આ શરીર માટે પોષક તત્ત્વોને અવશોષિત કરવાનું કામ કરે છે. આ કારણે તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાથી એનિમિયા અને લોહીની વિકૃતિ દુર થઈ જાય છે.
કેન્સર સામે લડવામાં મદદરૂપ
જો તમને કેન્સર થાય તો હંમેશા તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવું જોઈએ. કોપરના વાસણ માં રાખેલ પાણી પીવાથી પિત્ત અને કફ વગેરે સમસ્યા દુર થાય છે. આ પ્રકારના પાણીમાં એન્ટી-ઑકિસડન્ટ પણ હોય છે, જે આ રોગો સામે લડવાની શક્તિ પૂરી પાડે છે. અમેરિકન કેન્સર સોસાયટીના જણાવ્યા અનુસાર, કોપર ઘણી રીતે કેન્સર ના દર્દીઓને મદદરૂપ થાય છે. આ મેટલ ફાયદાકારક છે.
સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે
તાંબાને ઓલીગોડાયનેમિક ના રૂપમાં માનવામાં આવે છે. એટલા માટે આના વાસણ માં રાખેલ પાણીનું સેવન કરવાથી હાનિકારક બેક્ટેરિયા ને સરળતાથી નાશ કરી શકાય છે. ઉપરાંત આ પાણી પીવાથી અતિસાર, ઝાડા અને કમળો જેવા રોગોના બેક્ટેરિયા પણ મરી જાય છે, પરંતુ પાણી સાફ અને સ્વચ્છ હોવું જોઈએ.
વજન ધટાડવા માં ઉપયોગી
નાની ઉમરમાં વજન વધવો એ એક સામાન્ય સમસ્યા છે. જો કોઈ વ્યક્તિ વજન ધટાડવા માંગતો હોય તો તેને કસરત ની સાથે સાથે કોપરના વાસણ માં રાખેલું પાણી પીવું જોઈએ. આ પાણીથી બોડીમાં વધારાની ચરબી ઓછી થાય છે અને શરીર માં નબળાઇ પણ નથી આવતી.
પાચનક્રિયા ને સુધારે છે
એસિડિટી અથવા ગેસ કે પેટમાં બીજી કોઈ સમસ્યા થાય તો કોપર ના વાસણનું પાણી અમૃત સમાન કામ કરે છે. આયુર્વેદ અનુસાર તમે તમારા શરીર માંથી વિષાક્ત પદાર્થો દૂર કરવા માંગતા હોવ તો તાંબાના વાસણ માં ઓછામાં ઓછુ 8 કલાક રાખેલું પાણી પીઓ. આમ કરવાથી તમને રાહત મળશે અને પાચનની સમસ્યા પણ દુર થશે.
હૃદયને બનાવે સ્વસ્થ અને મજબૂત
સ્ટ્રેસ આજકાલ બધા લોકોની રોજિંદી ક્રિયા નો ભાગ બની ગયો છે. એટલા માટે હૃદય રોગ અને તણાવ થી પીડાતા લોકોની સમસ્યા વધવા લાગી છે. જો તમારી સાથે આ સમસ્યા હોય તો તાંબાના જગમાં રાત્રે પાણી રાખી દ્યો અને સવારે ઉઠીને પીઓ. આ જળ પીવાથી તે શરીરમાં રક્તનું સંચાર કરે છે. કોલેસ્ટ્રોલ નિયંત્રિત રાખે છે અને હૃદય રોગો દૂર છે.