વર્તમાન સમયમાં યુવાનોમાં દારૂનું સેવન આધુનિક ટ્રેન્ડ બની ગયું છે. જોકે હાલમાં થયેલું સંશોધન દારૂની લતની બૌદ્ધિક ક્ષમતા ઉપર થતી અસર સામે લાલબત્તી સમાન છે. આ રિસર્ચ પ્રમાણે યુવાનોમાં દારૂની વધુ પડતી લત તેમનામાં ઓછા IQ માટે જવાબદાર બની શકે છે.
IQ એટલે કે ઇમેશન્સ ક્વૉશન્ટ એ વ્યક્તિની બૌદ્ધિક ક્ષમતાને દર્શાવે છે. સ્વીડન મૂળની કારોલિન્સ્કા ઇસ્ટિટ્યૂટ ઓફ સ્ટોકહોમના પીએચડી વિદ્યાર્થી સારા સ્જોલાઉન્ડના મુજબ સારો આઇક્યૂએ મોટે ભાગે સ્વસ્થ જીવનશૈલીના પરિણામે હોય છે. આ રિસર્ચમાં IQ અને શારીરિક યોગ્યતા વચ્ચેનો સંબંધ સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દરમિયાન બાળપણ અને સામાજિક-આર્થિક સ્થિતિ જેવા પરિબળોને પણ ધ્યાન રાખવામાં આવ્યા.
સંશોધકો દ્વારા ૧૯૪૯થી ૧૯૫૧ વચ્ચે જન્મેલા અને ૧૯૬૯થી ૧૯૭૧માં આર્મીમાં ભર્તી રહેલા ૪૯૩૨૧ સ્વીડીશ પુરુષોમાં આ સર્વે કરવામાં આવ્યો.આ પુરુષઓનો IQ ટેસ્ટ કરવા માટે તેમની પાસેથી પ્રશ્નોત્તરી ભરાવવામાં આવી. ઉપરાંત તેમની દારૂ પીવાની આદતો, તેમની નિયમિત સારવાર અને દવાઓ, બાળપણ, તમાકુનું સેવન વગેરે વિશે પણ પૂછવામાં આવ્યું.
સંશોધનમાં આવેલા એક તારણ પ્રમાણે પિતાની દારૂનું સેવન કરવાની આદતોને કારણે બાળકોએ આર્થિક અને સામાજિક રીતે ઘણું સહન કરવાનું આવતું હોય છે.
આ રિસર્ચમાં વધુ પ્રમાણમાં દારૂ પીતા આર્મી જવાનોના આઇક્યૂ ટેસ્ટના પરિણામો નીચા આવ્યા, એકદમ વ્યસની અને પ્રમાણમાં ઓછો દારૂ પીતા યુવાનોને આ સંશોધનમાં સાંકળવામાં આવ્યા હતા. જર્નલ આલ્કોહોલિઝમ: ક્લિનિકલ એન્ડ એક્સ્પેરિમેન્ટલ રિસર્ચમાં આ સંશોધન પ્રકાશિત થયું હતું.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર