પ્રિન્સ માત્ર પોતાના સખાવતી કાર્યો માટે જ નહીં, પોતાની રોયલ લાઈપ સ્ટાઈલ માટે પણ વખણાય છે.
સાઉદી અરેબીયાના અબજોપતિ અને અરેબીયન વોરન બફેટ ગણાતા સાઉદી પ્રિન્સ અલ-વલીદ બિન-તલાલે પોતાની સંપૂર્ણ સંપતિ (32 અબજ ડોલર (આશરે 2.04 લાખ કરોડ રૂપિયા)) દાનમાં આપવાને લઈને ચર્ચામાં છે. આટલી અધધ સંપત્તિના માલિક પ્રિન્સ તલાલના મૃત્યુ બાદ પણ તેના સખાવતી કાર્યો ચાલું રહે એવા માટે ટ્રસ્ટ બનાવવામાં આવશે. પ્રિન્સની આ દરીયાદીલી કોઈ નવી વાત નથી. આ પહેલા પણ તેઓ છાશવારે મસમોટી રકમ દાન કરતા આવ્યા છે. જોકે, પ્રિન્સ માત્ર પોતાના સખાવતી કાર્યો માટે જ નહીં, પોતાની રોયલ લાઈપ સ્ટાઈલ માટે પણ વખણાય છે.
સૌથી મોંઘુ વિમાન
પ્રિન્સ તલાલ પાસે દુનિયાનું સૌથી મોંઘુ વિમાન છે. જેને ઉડતો મહેલ પણ કહેવામાં આવે છે. પ્રિન્સે આ વિમાન એરબસ પાસેથી સુપર જમ્બોલગભગ 21.3 અબજ રૂપિયામાં ખરીદ્યું હતું. તેમાં પાંચ મોટા-મોટા રૂમ, તુર્કી સ્ટાઇલનું બાથરૂમ, એક રોલ્સરોયસ કાર રાકવાની જગ્યા અને મીટિંગ રૂમ પણ છે.
આ છે વિમાનની ખાસિયત
પ્રિન્સ તલાલ વિમાન અને લક્ઝુરિયસ કાર્સના શોખીન છે. તેની પાસે 300 લક્ઝુરિયસ કાર્સનો કાફલો પણ છે. આ ઉપરાંત તેમની પાસે કેટલાય વિમાનો પણ છે, જેમા હોકર જેટ, બોઈંગ 747 સામેલ છે. જોકે, આ બધામાં ખાસ છે તેનું એરબસ 380. પ્રિન્સ અલ વલીદ તલાલના ઉડતા મહેલની ખાસિયત આશ્ચર્યજનક છે. 500 મિલિયન ડોલરનું તેમનું ખાનગી વિમાન એરબસ 380 છે. આ પ્લેનમાં સ્પાયરલ સ્ટેરકેસ છે જે પ્લેનના ત્રણ ફ્લોરમાં રહે છે. જેમાં એક કન્સર્ટ હોલ છે, જેમાં એક મોટો પિયાનો છે. હોલમાં દર્શકોના બેસવાની વ્યવસ્થા છે. એક સ્ટીમ રૂમ છે. પ્લેનમાં એક વિશાળ સ્ક્રીન છે જેનાથી તે કયા સ્થાન પર ઉડી રહ્યું છે તે જોઇ શકાય છે. એક ફુલસાઇઝનો બેડરૂમ જેમાં વિશાળ ટચ સ્ક્રીન ટીવી લાગેલું છે. આ વિમાનમાં પાંચ લકઝરી સુટ છે. અને નમાઝ અદા કરવા માટે એક રૂમ. નમાઝના રૂમમાં એક એસી ઇલેકટ્રોનિક ચટાઇ મોજુદ છે જે જાતે જ નમાઝ પઢનારાનો ચહેરો જે દિશામાં નમાઝ પઢવાની હોય તે દિશામાં ફેરવી દે છે. પ્લેનની અંદર કાર પાર્કિંગ માટે પણ પાર્કિંગ સ્પેસ છે. એરબસ 380 દુનિયાના વિશાળ વિમાનોમાંનું એક છે. જેમાં 600 મુસાફરો એક સાથે મુસાફરી કરી શકે છે.
500 મિલિયન ડોલરનું તેમનું ખાનગી વિમાન એરબસ 380 છે.
પ્લેનની અંદર કાર પાર્કિંગ માટે પણ પાર્કિંગ સ્પેસ છે. એરબસ 380 દુનિયાના વિશાળ વિમાનોમાંનું એક છે. જેમાં 600 મુસાફરો એક સાથે મુસાફરી કરી શકે છે.
પ્લેનમાં સ્પાયરલ સ્ટેરકેસ છે જે પ્લેનના ત્રણ ફ્લોરમાં રહે છે. જેમાં એક કન્સર્ટ હોલ છે, જેમાં એક મોટો પિયાનો છે. હોલમાં દર્શકોના બેસવાની વ્યવસ્થા છે
પ્રિન્સ તલાલ પોતાની પત્ની પ્રિન્સેસ અમિરાહ સાથે
પ્રિન્સ તલાલ
સૌજન્ય
દિવ્ય ભાસ્કર