આ સરળ ઉપાયો થી મેળવો એસીડીટી થી ચપટીમાં રાહત!

Que-es-el-reflujo-gastroesofagico-1

આજકાલ ની બીઝી લાઈફ સ્ટાઈલમાં સ્વાસ્થ્ય પ્રત્યે અનિયમિતતા ને કારણે પેટમાં બળતરા થવી એ સામાન્ય બાબત છે. એસીડીટી નો અર્થ પેટમાં વધારે એસીડ જામી જવું એમ થાય છે. જાણો આને દુર કરવા શું-શું ખાવું જોઈએ…..

*  આ સમસ્યાને દુર કરવા માટે તમે તરબૂચ કે કાકડી ખાઈ શકો છો. પરવર, મસુર, કારેલા અને પાકા કેળા પણ ખાઈ શકો છો.

*  સવારે અડધી કલાક ચાલો (વોક).

*  ભોજન કર્યાના એક કલાક બાદ આમળાનું ચુર્ણ ખાવાથી પણ તમને આ સમસ્યાથી રીલીફ મળશે.

*  પ્રતિદિન સવારે એક ચમચી જેટલા દેસી મધ માં લીંબુનો રસ નાખીને ચાટવું.

*  હિંગ, લસણ અને ચદ ગુપ્પા એ ત્રણેય જડીબુટ્ટીઓને પીસીને ગોળી બનાવો અને તડકામાં સુકવી નાખો. આ ગોળીને પ્રતિદિન ખાવી.

*  રોજ સવારે ખાલી પેટે ૨ થી ૩ તુલસીના પાન ચાવવા એ આ સમસ્યા માટે સારું છે.

*  લવિંગ નું ઉકાળેલું પાણી રોજ પીવો. ઉપરાંત એક ચમચી વરીયાળી ખાવાથી પણ એસીડીટી દુર થાય છે.

*  એક ગ્લાસ હુંફાળા પાણીમાં થોડો પીસેલો મરીનો ભુક્કો અને લીંબુનો રસ નાખી સવારે પીવાથી લાભ મળે છે.

*  એસીડીટી ને દુર કરવાનો સૌથી સારો ઉપાય છે કે તરત જ નવશેકા પાણીમાં લીંબુનો રસ નાખીને પી લો.

*  લીંબુ અને મધમાં આદુનો રસ નાખી પાણી સાથે પીવાથી પણ પેટની બળતરા શાંત થાય છે.

*  ત્રિફલા ચૂર્ણને દૂધ સાથે પીવાથી એસીડીટી સમાપ્ત થાય છે અને પેટની જલન દુર થાય છે.

*  જો તમને પેટમાં બળતરાની સમસ્યા રહે તો એલચી ને ચાવવી. આ સિવાય લસણની કળી ખાવાથી પણ તમને રાહત મળશે.

*  ભોજન કર્યા બાદ અડધી ચમચી ખાંડ અને એક ચમચી કોથમીર ખાવાથી એસીડીટીમાં ફાયદો થાય છે.

*  પુદીના ને એસીડીટી દુર કરવાનો અસરકારક ઉપાય માનવામાં આવે છે. ભોજન કર્યા બાદ એક કપ પીપરમીંટ ની ચા બનાવીને પીવી.

Comments

comments


10,676 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − 5 =