વર્લ્ડ રેકોર્ડના માધ્યમથી આજે લોકો દુનિયામાં પોતાની એક અલગ ઓળખ બનાવે છે. એટલે જ તો બધા લોકો પોતાનું નામ ‘ગિનીઝ બુક’ માં જોવાનું ઈચ્છતા હોય છે. આજે એવી કોઈ વસ્તુ બાકી નથી કે જેનો રેકોર્ડ ગિનીઝ બુકમાં ન હોય. તો જાણો કયા એવા રેકોર્ડ છે, કે લોકો તેને તોડવા નથી માંગતા.
દુનિયામાં આના વાળ સૌથી લાંબા છે.
વિશ્વમાં સૌથી લાંબા વાળનો રેકોર્ડ જાપાનના કઝુંહીરો વતનાબે ના નામે છે. આના વાળની લંબાઈ ૧૧૩.૫ સેન્ટીમીટર છે.
આ છે વિશ્વની સૌથી મોટી ડુંગળી
તમે ભાગ્યે જ આ ડુંગળીને જોય હશે. ટોની ગોલવર નામના વ્યક્તિએ આ ડુંગળી ઉગાવી હતી. જેનું વજન ૮ કિલો ૪૭૬ ગ્રામ છે.
એક સાથે સૌથી વધારે લોકોએ પહેર્યો પેન્ગ્વીન ડ્રેસ
લંડનમાં ૩૭૩ લોકોએ એક સાથે પેન્ગ્વીન ડ્રેસ પહેરીને વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
દુનિયાના સૌથી મોટા નખ
નાખ વધારવાનો શોખ છોકરીઓ ને વધારે હોય છે, પરંતુ આ મેડમે પોતાના નખને એટલા વધારી નાખ્યા કે તે ૨૦૧૧માં સૌથી વધુ લાંબા નખ રાખનાર મહિલા બની ગઈ. આના નખની લંબાઈ ૨૩ ફૂંટ, ૧૧ ઇંચ છે.
વિશ્વમાં સૌથી લાંબી પાપણ
તમને જણાવી દઈએ કે આ રેકોર્ડ કોઈ મહિલાના નામે નહિ પણ એક પુરુષના નામે છે. યુક્રેનના વેલેરી સ્મગ્લીય ને ૩ સેન્ટીમીટરની પાપણ વાળો દુનિયામાં પહેલો માણસ છે.
આના કાનના વાળ દુનિયામાં સૌથી લાંબા
ભારતના રાધાકાંત બાજપાઈના નામે આ અનોખો વિશ્વ રેકોર્ડ છે. આ દુનિયામાં પ્રથમ એવા વ્યક્તિ છે જેમના કાનના વાળ ૨૩ સેન્ટીમીટર લાંબા છે.
આનું નાક દુનિયામાં સૌથી લાંબુ
તુર્કીના મેહમેત ઓઝ્યુંરેક નું નાક, જે વિશ્વ રેકોર્ડ છે. આ રેકોર્ડને તોડવો ખુબ મુશ્કેલ છે, કારણકે ૮.૮ સેન્ટીમીટર નુ નાક હોવું એ કોઈ નાની વાત નથી.
વિશ્વમાં આનાથી વધારે મોટું આમલેટ કોઈએ નથી બનાવ્યું
આ વિશાળકાય આમલેટ બનાવવા માટે ૧૪૫ હજાર ઈંડા, કેટલાય લીટર તેલ અને ૧૦૦ કિલો માખણ થી બનાવવામાં આવ્યું હતું. આ આમલેટનુ વજન ૬,૪૬૬ કિલો છે.
વિશ્વમાં આનું મોઠું સૌથી મોટું
આના માટે કોઈ પણ વસ્તુ ખાવી એ મુશ્કેલ નથી. આ મોટામાં મોટી વસ્તુને આસાનીથી ખાય શકે છે, કારણકે આનું મોઠું ૬.૬૯ ઇંચ સુધી ખુલી શકે છે.
આની બુમ (ચીસ) વિશ્વમાં સૌથી વધુ જોરદાર
આ મેડમની ચીસને તમે દુર સુધી પણ સાંભળી શકો છે, કારણકે આનો બુમ પડવાનો અવાજ ૧૨૯ ડેસીબલ છે. જે ખુબજ જોરદાર છે.
એક સાથે ન્યુડ અવસ્થામાં રાઈડ કરવાનો રેકોર્ડ
૧૦૨ લોકોની સાથે બ્રિટેનમાં ગ્રીન સ્ક્રીમ રોલર કોસ્ટર એટ એડવેન્ચર આઇલેન્ડ ખાતે ન્યુડ અવસ્થામાં રાઈડ કરી, જે એક વલ્ડ રેકોર્ડ છે.
આ છે દુનિયાનો ઝડપી વ્યક્તિ
૧૯ વર્ષીય કાત્સુમી તમકોશી નુ નામ ૧૫.૮૬ સેકન્ડમાં ૧૦૦ મીટરનુ અંતર નક્કી કરવાનો વર્લ્ડ રેકોર્ડ.
દુનિયાનું સૌથી પાતળું લેટેક્સ કોન્ડોમ
ચાઇના દ્વારા બનાવવામાં આવેલ આ Aoni અલ્ટ્રા- થીન 001 નેચરલ રબ્બરનુ લેટેક્સ કોન્ડોમ વિશ્વનું સૌથી પાતળું છે. આ ૦.૦૦૧૪૧૭ ઇંચ પાતળું છે.