મલેશિયન તટો પર જ્યારે અમુક લોકોને રહેવા પર પ્રતિબંઘ લગાવવામાં આવ્યો ત્યારે તેઓએ પાણી પર જ આખુ ગામ ઉભુ કરી દીધું. આ લોકોએ બાંબુના ઉપયોગથી અમુક ઘર તૈયાર કર્યા અને અમુક લોકોએ હોડીને જ ઘર જેવું બનાવી દીધું. આ લોકોના જીવનનો મોટાભાગનો સમય પાણી પર જ પસાર થાય છે.
વાસ્તવમાં આ લોકો ફિલિપિન્સના રેફ્યૂજી છે. આ લોકોને બજાઉ સમુદાયના લોકો તરીકે પણ ઓળખવામાં આવે છે. ફોટોગ્રાફર એનજી ચૂ કિયાએ આ લોકો સાથે લાંબો સમય પસાર કર્યો અને અદભુત તસવીરો થકી તેમના જીવનને એક નવી ફોટો સિરીઝ સ્વરૂપે લોકો સમક્ષ રજૂ કરી છે.
ફોટોગ્રાફરે તસવીરોમાં દેખાડ્યું કે આ લોકો કેટલુ વિચિત્ર જીવન જીવે છે, જેમા બાળકોને પણ દરેક સમયે પાણી પર જ રહેવું પડે છે. તેઓને ભણતરના સ્થાને મછલી પકડવા અને હોડી ચલાવવાનું શિખવવામાં આવે છે. આ જ કારણોસર બાળકો ઘણી નાની વયે જ માછલી પકડવામાં મહારત હાંસલ કરી લે છે. આ ઉપરાંત તેઓ સમુદ્રના પેટાળમાં રહેતા જીવો અને વસ્તુઓ અંગે પણ ઘણુ જાણતા થઇ જાય છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર