* તેમની ઉપસ્થિતિમાં પોતાના ફોનને દુર રાખવો.
* તેમના ઓપીનીયન ને સ્વીકારવો.
* જેટલું બની શકે તેટલા તેમણે ખુશ રાખવાનો નિરંતર પ્રયાસ કરતા રહેવું જોઈએ.
* જયારે તેમની સાથે બોલો ત્યારે વિચારીને આડેધડ ન બોલવું.
* જો માતા-પિતા એકને એક વાત કેટલી વાર કહે તો પણ પહેલી વાર કીધું હોય તેવી રીતે જ સાંભળવી.
* અતીત ની વાતો વારંવાર ન યાદ કરાવવી.
* એમના વિચારોને નાના ન બતાવવા કે તેમની સાથે બદતમીઝી થી વાત કરીને આલોચના ન કરવી.
* એમના પહેલા ન ખાવું.
* તેમની ઉપસ્થિતિ માં તમે થાકેલા હોવ એવો દેખાવ ન કરવો. જેથી તેઓ પરેશાન થાય.
* તેમની વાતો સાચી હોય છે જે આપણને કડવી લાગતી હોય છે. છતા તેને સાંભળવી અને તેનું ચોક્કસ પાલન કરવું.
* તેમણે આપેલી શિખામણો ને ઘ્યાનમાં રાખીને બહાર નીકળો ત્યારે વર્તન કરવું. જેથી કોઈ તેમણે આપેલ સંસ્કાર પર વાતો ન કરી શકે.
* તમારા પેરેન્ટસ ની રિસ્પેક્ટ કરો અને તેમણે આપેલ સલાહની પણ.