જીવનમાં હર કોઈ પોતાની ગર્લફ્રેન્ડ ને ઈમ્પ્રેસ કરવા દરરોજ નવા-નવા નુસખા અપનાવતા હોય છે. ગર્લ ફ્રેન્ડ ને ફિદા કરવા બોયફ્રેન્ડ કોઈ કસર છોડતો નથી. છતાં પણ શું તમે તમારી ગર્લફ્રેન્ડ ને ઈમ્પ્રેસ નથી કરી શકતા ? તમારા લાખ પ્રયત્ન છતાં ગર્લફ્રેન્ડ ને પટાવવામાં નિષ્ફળ જાવ છો ? અપનાવો આ નવા નુસખા જે તમને લઈ જશે તમારી ગર્લ ફ્રેન્ડ તરફ.
* તમારી ગર્લફ્રેન્ડ ને તમારો પ્રેમ દર્શાવો. દિવસમાં ઘણીવાર “I Love You” ની યાદ અપાવો. તેની મનપસંદ ચોકલેટ, રોઝ આપી તેને ખુશ રાખો. તે શા માટે તમારા માટે સ્પેશીયલ છે તેનો અહેસાસ કરવો. જો તમને તમારો પ્રેમ ગર્લફ્રેન્ડ ના દિલમાં દર્શાવતા આવડી ગયું તો તે તમારા દિલમાં વસી જશે.
* ગર્લફ્રેન્ડ સરપ્રાઈઝ ગીફટ ની દીવાની હોય છે. તેની પસંદગીની ગીફટ આપો. ગીફટ ની કીમત ને ધ્યાનમાં રાખીને નહી પણ તેની પાછળ છુપાયેલો તમારો પ્યાર દર્શાવી તેને ખુશ કરો.
* તમારા સ્માર્ટ લુકિંગ ની સાથે ગર્લફ્રેન્ડ ની પણ ડ્રેસ સ્ટાઈલ ની કાળજી રાખો. તેના જેવી સેમ સ્ટાઇલ તેની સાથે રીલેશન વધારવામાં મદદરૂપ થશે.
* એક-બીજા સાથે વિતાવેલી યાદગાર પળો વારંવાર શેર કરો. આ ફીલિંગ તમને ગર્લફ્રેન્ડ નાં દિલમાં સ્થાન અપાવશે.
* સારી અને ખરાબ પરિસ્થિતિમાં હંમેશા સાથે રહો.
* ખાસ કરીને ગર્લ્સ માટે ફેમીલી એક લાઈફનો અગત્યનો હિસ્સો છે. તેની ફેમીલી વિષે જાણો. જેમ કે તેના પેરેન્ટ્સ ક્યારે મળવા આવશે ? આ વાત બન્ને ને ઈમ્પ્રેસ કરશે.
* તમે જે કઈ પણ કરો તે પ્રામાણિક પ્રમાણે કરો.
* તમારી ગર્લ ફ્રેન્ડ જેની દીવાની હોય જેમકે તેને શોપિંગ નો શોખ હોય તો તેની શોપિંગ કરવા લઈ જાઓ. જેનાથી તે સૌથી વધુ ખુશી મહેસુસ કરે તેવા સ્થળે તેને ફરવા લઇ જાઓ.
* ગર્લ ફ્રેન્ડ ની થોડીક પ્રશંસા કરો. જેમકે તે ખુબ જ બ્યુટીફૂલ છે, તેના વાળ સુંદર છે, તેનો ડ્રેસ ખુબ જ એટ્રેકટીવ છે. સાથે સાથે એ વાતનું પણ ધ્યાન રાખો કે તેની પ્રશંસા અવાસ્તવિક અને ખોટી તો નથી ને ?
* ગર્લ્સ ને વાતો બહુ ગમે છે. તેમજ તેની માટે સમય ફાળવો. તમારી ઓફિસનો ટાઈમીંગ એવી રીતે સેટ કરો કે તમે તેને સમય આપી શકો. ઓફીસનું કામ ઓફીસમાં જ પતાવો.
* તેને શું ગમે છે ? તેની શું ઈચ્છા છે ? હંમેશા તેની કાળજી રાખો.