આ રીતે ઝટપટ બનાવો પેપર ઢોસા

સામગ્રી

paper-dosa-recipe

*  ૧/૨ કપ કાચા ચોખા,

*  ૩/૪ કપ અડદની દાળ,

*  ૧/૨ કપ ચોખાનો લોટ,

*  સ્વાદાનુસાર મીઠું,

*  ૧/૨ કપ ઘી.

રીત

કાચા ચોખાને ૩ થી ૪ કલાક સુધી પાણીમાં પલાળી રાખવા. અડદની દાળને પણ ૩ થી ૪ કલાક સુધી પાણીમાં પલાળી રાખવી. હવે એક બાઉલમાં ચોખાનો લોટ, પાણીમાં પલાળેલ ચોખા અને  પલાળેલ અડદની દાળ લઈને મિક્સરમાં સ્મૂથ રીતે પીસી નાખવું.

પછી આ મિશ્રણને એક બાઉલમાં કાઢીને તેમાં સ્વાદાનુસાર મીઠું નાખીને બરાબર રીતે મિક્સ કરવું. હવે નોનસ્ટીકને ગેસ પર ગરમ થવા મુકવું.

આ ગરમ થાય એટલે તેણે ઓઈલથી ગ્ર્રીસ કરવું. બાદમાં આમાં એકાદ ચમચા જેટલું ઢોસાનું મિશ્રણ નાખી તેણે ગોળાકાર માં સ્પ્રેડ કરવું. પછી ફૂલ તાપે ઢોસો થોડો ગરમ થાય એટલે તેની ઉપર એકાદ ચમચી જેટલું ઘી નાખવું.

આ શેકાશે એટલે એકદમ બ્રાઉન રંગનો થશે. બાદમાં આને રોલ કરીને સાંભર કે કોકોનટ ચટણી સાથે સર્વ કરો.

Comments

comments


7,573 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 2