આ રીતે ઘરે બનાવો એકદમ ટેસ્ટી પનીર રોલ્સ

સામગ્રી

Paneer-Nest-19-1024x768

*  ૧ કપ છીણેલું ચીઝ,

*  ૧/૪ કપ બટાટા,

*  ૧/૪ કપ છીણેલ પ્રોસેસ ચીઝ,

*  ૨ ટીસ્પૂન આદું-મરચાંની પેસ્ટ,

*  ચપટી હળદર પાવડર,

*  ૧ ટીસ્પૂન દળેલું ધાણાજીરું,

*  ૧ ટીસ્પૂન લાલ મરચું,

*  ૧ ટીસ્પૂન સુકો આમચૂર પાવડર,

*  ૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો,

*  સ્વાદાનુસાર મીઠું,

*  ૧/૨ કપ મેંદાનો લોટ,

*  ૧/૨ કપ પાણી,

*  ૧ કપ વર્મીસેલી સેવ.

રીત

એક બાઉલમાં છીણેલું ચીઝ, બટાટા (બાફેલ, છાલ ઉતારેલ, છીણેલ), છીણેલ પ્રોસેસ ચીઝ, આદું-મરચાંની પેસ્ટ, હળદર પાવડર, દળેલું ધાણાજીરું, લાલ મરચું, સુકો આમચૂર પાવડર, ગરમ મસાલો અને સ્વાદાનુસાર મીઠું નાખી આ મિશ્રણને હાથોથી મિક્સ કરવું.

હવે આ મિશ્રણ માંથી થોડું મિશ્રણ લઇ હથેળીથી ગોળ કરીને પતલો રોલ બનાવવો. આ રીતે બધા રોલ બનાવવા.

ત્યારબાદ એક બાઉલમાં મેંદાનો લોટ લઇ તેમાં પાણી નાખીને બરાબર મિક્સ કરવું. પછી એક પ્લેટમાં ટુકડા કરેલ વર્મીસેલી સેવ લેવું. હવે પનીરના રોલને મેંદાના રોલમાં રગદોળીને સેવમાં રગદોળવા.

હવે રોલ્સને તળવા માટે ઓઈલ ગરમ કરવું અને તેમાં ધીમા તાપે આ રોલને ફ્રાઈ કરવા. તો તૈયાર છે પનીર રોલ્સ. બાદમાં તમે આને ગ્રીન ચટણી કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો.

Comments

comments


5,591 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


× 8 = 24