આ રહ્યું વિશ્વનું એકમાત્ર મંદિર જ્યાં થાય છે લકવાનો ઈલાજ

255218_421644337883238_356108519_n

આ સ્થળ રાજસ્થાન માં આવેલ છે. રાજસ્થાનના રાજા-મહારાજાનો ઈતિહાસ પણ જબરદસ્ત છે. રાજસ્થાનના એવા ઘણા બધા મંદિરો છે જે આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક છે. જો કોઈ લોકોને પેરાલાયસીસ એટલે કે લકવાની તકલીફ હોય તો અવશ્યપણે રાજસ્થાનના આ મંદિરમાં જવું.

અત્યાર સુધી અમે તમને અનેક એવા મંદિરો વિષે જણાવ્યું છે જેના દર્શન કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. એવામાં આજે અમે એક નવા ચમત્કારી મંદિર વિષે જણાવવાના છીએ જ્યાં જતા લકવાનો ઈલાજ થશે. આજના વૈજ્ઞાનિક યુગમાં જો કોઈ ચમત્કારી વાતો થાય તો જલ્દીથી લોકો વિશ્વાસ ન કરે એ સ્વાભાવિક છે.

3362335896_f705b6efd3_o

રાજસ્થાનની ઘરતીના ઈતિહાસમાં અનેક ચમત્કારી ઉદાહરણો ભરી પડ્યા છે. જેની સામે વૈજ્ઞાનિકો પણ પાણી ભરે છે. આ જગ્યાએ દરવર્ષે હજારો લોકો લકવાથી મુક્તિ મેળવવા આવે છે. આ સ્થળ નાગોર જીલ્લાના કુચેલા કસ્બાની પાસે ‘બુટાટી’ ગામ માં છે. આ ગામ અજમેરના નાગોર રોડ પર આવેલ છે.

આજથી લગભગ પાંચ સો વર્ષ પહેલા અહી એક ચતુરદાસ નામના સંત હતા. આ સંત પોતાની તપસ્યાથી લાખો લોકોને આ રોગથી મુક્ત કરતા હતા. આજે પણ આ સંતની સમાધિ પર સાત વાર ફેરા ફરવાથી લોકો રોગ મુક્ત થઇ શકે છે.

52191212

અહી આખા દેશ માંથી લોકો આવે છે. વૈશાખ, ભાદરવો અને આસો મહિનામાં અહી મેળો ભરાય છે. આ મંદિરમાં ભોજનની પણ વ્યવસ્થા છે. અહી વિભિન્ન પ્રાંતોથી દર્દીઓ આવે છે. વર્ષો પહેલા અહી લકવાનો ખુબ ત્રાસ હતો. પણ આ વિસ્તારમાં કોઈ ડોક્ટર ન હતા. તેથી ચતુરદાસ નામના મહાન સંતે લોકોની આ મુસીબતને ટાળી હતી. લોકો મંદિરના હવન કુંડની ભભૂતિ લગાવે છે અને તે ધીરે ધીરે અસર કરવા લાગે છે.

શરીરના અંગો હલતા ન હોય તો તે પણ કામ કરવા લાગે છે. અહી મંદિરના પરિસર માં સેકડો લોકોને તમે જોઈ શકો છો. અહી સવારની આરતી પછી મંદિરની અંદર અને સાંજ પછી મંદિરની બહાર, એમ બે પ્રકારે પરિક્રમા કરવામાં આવે છે.

52191114

Comments

comments


16,172 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × = 6