શું મરઘાનું માથું કપાયા પછી પણ તે જીવતો રહી શકે છે ખરા ? અરે, આ કેવો સવાલ છે. તમે આજ વિચારતા હશો ને? સારું, વધારે મગજ ઘસવાની જરૂર નથી. નીચે આપેલી વિગતોને એકવાર અવશ્ય વાંચો.
18 મહિના સુધી રહ્યો જીવિત
આ વાત 1945 ની છે, જયારે કોલારાડો ની પાસે ફ્રુટા નામ ની જગ્યાએ પોતાના ઘરે લોયલ ઓલ્સેન પોતાની પત્ની કાલરા સાથે મરઘા-મરઘીઓ કાપી રહ્યા હતા. 40-50 મરઘા- મરઘીઓ કાપ્યા પછી તેમણે એક મરઘાને માથું કાપ્યા બાદ દોડતા જોયો.
એમના પ્રપૌત્ર ટ્રોય વોટર્સ જણાવે છે કે ” તેમણે તે મરઘા ને દોડતો જોયો અને તરત એક બોકસ માં પૂરી દીધો, પણ જયારે બીજા દિવસે સવારે તેમણે જોયું ત્યારે પણ મરઘો જીવતો જ હતો. આ વાર્તા ટ્રોય વોટર્સ ને તેમના દાદાજી એ બાળપણ માં સંભળાવી હતી.
પોતાની વાત આગળ વધારતા ટ્રોય વોટર્સ કહે છે કે તે માથા વગરના મરઘા ને બજાર માં લઇ ગયા અને તરતજ આ વાત બધી જગ્યા એ ફેલાઈ ગઈ. લોકો આઘાતમાં હતા કે આ કેવી રીતે હોઈ શકે. બધા લોકો આ માથા વગરના મરઘા ને જોઈ રહ્યા હતા. આ ઘટના પછી સમાચારપત્ર વાળા અને ટીવી શો વાળા લોયલ ઓલ્સેન ના પાછળ પડી ગયા.
વૈજ્ઞાનિકો એ કરી તપાસ
ઓલ્સન આ માથા વગરના મરઘા ને યુટા યુનિવર્સિટી લઇ ગયા, ત્યાં તેની તપાસ કરી. થોડા સમય માં તે વિસ્તારમાં અફવાઓ પણ ફેલાઈ ગઈ કે એક મરઘાનું માથું વૈજ્ઞાનિકો એ એટલા માટે કાપ્યું કે કેમકે એ જાણવા માંગતા હતા કે કોઈ માથા વગર જીવિત કેવી રીતે રહી શકે ? આ માથા વગરના મરઘા પર ટાઇમ મેગેઝીન માં એક સ્ટોરી પણ પ્રકાશિત થઇ હતી. આના પર લખવા વાળા હોપ વેડે આને “મિરેકલ માઈક” નું નામ આપ્યું. ત્યારબાદ આ આખો પરિવાર અમેરિકા ના પ્રવાસે ગયો અને “મિરેકલ માઈક” ની સંબંધિત વાતો ને ક્લારા એ પોતાની બુકમાં પણ વિશેષ સ્થાન આપ્યું. પણ જયારે તે 1947 માં ઘરે પહોચ્યા તો “મિરેકલ માઈક” નું મૃત્યુ થયું હતુ.
કેવી રીતે ખાતો હતો “મિરેકલ માઈક”?
માઈક ને દરરોજ ઇન્જીક્સનની મારફતે પ્રવાહી ખાવાનું આપવામાં આવતું હતું, અને સમય સમય પર તેનું ગળું સાફ કરવામાં આવતું હતું જેથી તેને શ્વાસ લેવામાં કોઈજાતની તકલીફ ન પડે. પરંતુ તે લોકો એકદિવસ આ બધુ કામ કરવાનું ભૂલી ગયા અને આગલા દિવસે “મિરેકલ માઈક” નું મૃત્યુ થયું.
કેવી રીતે જીવતો રહ્યો?
એક અહેવાલ અનુસાર વાત એ છે કે “મિરેકલ માઈક” ના મગજનો ભાગ ૮૦ ટકા સલામત હતો. એટલા માટે તે કદાચ ૧૮ મહિના સુધી જીવિત રહ્યો.