આ મંદિરના દર્શન કરવાથી થાય છે એકવીસ કુળનો ઉદ્ધાર

ujjain on guheshwar mahadev-twenty one generations are saved only from visit | Janvajevu.com

મહાદેવનું આ મંદિર ઉજ્જેન નગરીમાં આવેલ છે. આ મંદિરનું નામ ‘ગુહેશ્વર મહાદેવ’ છે. ગુહેશ્વર મહાદેવના દર્શનથી ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

ગુહેશ્વર મહાદેવનું મંદિર રામધાટના પિશાચ મુકતેશ્વરની નજીક આવેલ છે. માનવામાં આવે છે કે ઋષિ મંકણક વેદ- વેદાંગથી પારંગત હતા. એક દિવસ પર્વત પુત્ર વિઘ્હ ની પાસે કુશાગ્ર નામનું શાકરસ પેદા થયું. જેનાથી ઋષિ મંકણકને લાગ્યું કે આ તેમની સિધ્ધીનું ફળ છે અને તે ગર્વથી નાચવા લાગ્યા. જેથી આખી સુર્ષ્ટિમાં ત્રાસ ફેલાવા લાગ્યો જેમ કે નદીઓ ઉલટી રીતે વહેવા લાગી, પર્વત ચાલવા લાગ્યા અને ગ્રહોની ગતિ ઉલટી થવા લાગી અને દેવતાઓ હેરાન થવા લાગ્યા, ઋષિઓ મહાદેવની પાસે ગયા અને તેમણે પોતાના નુત્યથી ઋષિ મંકણકને મનાવ્યા. ઋષિ મંકણકે અભિમાનથી શાકરસની વાત કરી. મહાદેવે પોતાનો અંગુઠો કાપીને આંગળીના આગળના ભાગમાંથી ભસ્મ કાઠયું અને કહ્યું કે જુઓ મને આ પ્રાપ્ત થયેલ સિદ્ધિ પર અભિમાન નથી. મહાદેવની આ વાત સાંભળીને ઋષિને શરમ આવી. તેથી તેમણે માફી માંગી. સાથે જ તેમણે તપનું વરદાન માંગ્યું. મહાદેવે આશીર્વાદ આપતા કહ્યું કે મહાકાલ વનમાં જાઓ ત્યાં તમને સપ્તકુળમાં ઉત્પન્ન લિંગ મળશે. આમ આશીર્વાદ આપતા ગુફાની પાસે તેમને લિંગ મળી.

ujjain on guheshwar mahadev-twenty one generations are saved only from visit | Janvajevu.com

માનવામાં આવે છે કે આ મંદિરના દર્શન કરવાથી એકવીસ કુળનો ઉદ્ધાર થાય છે. આ લિંગના દર્શન બાદ ઋષિ તેજસ્વી થયા અને તેમને દુર્લભ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ. તેથી આ મંદિર ગુહેશ્વર મહાદેવના નામથી જાણીતું બન્યું. મંદિરના પૂજારીનું માનવું છે કે આ મંદિરની પૂજા, અર્ચના કરવાથી લોકોમાં રહેલ અહંકાર દુર થાય છે. ઉપરાંત ભગવાનમાં શ્રધ્ધાની નવી ઉર્જા પ્રાપ્ત થાય છે.

Comments

comments


8,083 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × 1 =