આ બધા મંદિરો ભારતના સૌથી વધારે ચર્ચિત મંદિરો છે અને એ પણ પોતાના અલગ પ્રસાદને કારણે. પ્રાચીનકાળથી જ લોકો મંદિરોમાં ભગવાનને પ્રસાદ ચઢાવે છે. એમ માનવામાં આવે છે કે ભગવાનને પોતાનો મનપસંદ પ્રસાદ જો અર્પણ કરવામાં આવે તો પોતાની મનોકામનાઓ પૂર્ણ થાય છે.
ભારતમાં ઘણા બધા મંદિરો છે જેમાંથી અમુક અસાધારણ છે. મતલબ કે પ્રસાદની દ્રષ્ટિએ. તો ચાલો જાણીએ કયા મંદિરે ભગવાનને કયો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે.
કરણીમાતા મંદિર, બિકાનેર
રાજસ્થાનના બિકાનેર થી લગભગ ૩૦ કિમીના અંતરે ઉંદરો વાળા માતાનું મંદિર આવેલ છે. આ મંદિરને ‘મુષક મંદિર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરમાં વીસ હજાર કરતા પણ વધુ ઉંદરો છે. આ મંદિરની ખાસિયત એ છે કે અહી ઉંદરોએ એઠો કરેલ પ્રસાદ ભકતજનો ને વહેચવામાં આવે છે.
બાલ્સુબ્રમણીયા મંદિર, અલેપ્પી
કેરલના અલેપ્પી માંબનેલ આ મંદિરમાં ભગવાન બાલામુરુગન જી વિરાજમાન છે. તેમને ચોકલેટ અત્યંત પસંદ છે. તેથી ભક્તો ચોકલેટ ચઢાવીને મન્નત માંગે છે અને બાદમાં આ જ ચોકલેટ ભક્તોને પ્રસાદી રૂપે આપવામાં આવે છે.
ચાઇનીઝ કાળી મંદિર, કોલકાતા
આ મંદિર કોલકાતાના ટંગરી જીલ્લામાં આવેલ છે. અહી કાલીમાતા ને નુડલ્સ અને ફ્રાઈડ રાઈસનો ભોગ ચડાવવામાં આવે છે. સ્થાનીય લોકો અનુસાર આ મંદિર બનાવવામાં ચીની લોકોનો ઘણો મોટો હાથ છે. અહીની જગ્યાને ‘ચાઈના ટાઉન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આના વિષે ડીટેઈલ્સ માં અમે તમને જણાવી ચુક્યા છીએ.
અલાગાર મંદિર, મદુરે
શું તમે ક્યારેય ભગવાનને પ્રસાદ તરીકે ઢોસા અર્પણ કર્યા છે? તામિલનાડુ ના આ મંદિરમાં ભગવાન વિષ્ણુને ઢોસા અર્પણ કરવામાં આવે છે, તેથી બાદમાં આ ભોગ દર્શનાર્થીઓ ને આપવામાં આવે છે.
ખબીસ બાબા મંદિર, સીતાપુર
ઉત્તરપ્રદેશમાં આવેલ ખબીસ બાબા મંદિરમાં ભગવાનને દારૂ નો ભોગ લગાવવામાં આવે છે. તેથી ભક્તોને પણ પ્રસાદ તરીકે દારુ આપવામાં આવે છે.