રેકોર્ડ તોડવા અને સર્જવા માટેની હોડમાંથી ભારતીયો પણ બાકાત નથી. ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પ્રમાણે દરવર્ષે નવા રેકોર્ડ્ સર્જવા અંગેના દાવા કરવાને મામલે ભારત અમેરિકા અને બ્રિટન બાદ ત્રીજા ક્રમે આવે છે. જોકે ઘણા રેકોર્ડ્ઝ એવા વિચિત્ર હોય છે કે તેને ગિનીઝ બુકમાં સ્થાન નથી મળતું, પરંતુ આવા લોકોના નામ લિમકા બુક ઓફ રેકોર્ડ્ઝ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્ઝમાં નોંધવામાં આવેલા છે.
આજે અમે ભારતીયોના એવા અમુક યૂનિક અને હટકે રેકોર્ડ્ઝ જ જણાવવા જઇ રહ્યાં છીએ, જેને ‘ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં સ્થાન મળેલું છે.’
નાક વડે સૌથી ઝડપી ટાઇપીંગનો રેકોર્ડ
22 વર્ષિય હૈદરાબાદી નિવાસી મોહમ્મદ ખુર્શીદ હુસૈને પોતાની નાક વડે સૌથી ઝડપી ટાઇપિંગ કરવાનો રેકોર્ડ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્ચો છે. ખુર્શીદે ફેબ્રુઆરી 2014માં પોતાની નાક વડે 103 અક્ષરવાળા એક વાક્યને 47.44 સેકન્ડમાં લખીને આ રેકોર્ડ બનાવ્યો છે.
વિશ્વની સૌથી મોટી રોટલી
વિશ્વની સૌથી મોટી રોટલી (ચપાટી) બનાવવાનો રેકોર્ડ ગુજરાતનાં જામનગર ખાતે આવેલા શ્રી જલારામ મંગિર જીર્ણોધાર સમિતિના નામે છે. તેમણે 64 કિલોની રોટલી બનાવી ગિનીઝ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું હતું.
વિશ્વની સૌથી નાની ગાય
કેરળના 6 વર્ષની મનિક્યમ પાસે વિશ્વની સૌથી નાની ગાય હોવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે. માત્ર 61.5 સેં.મી.ની આ ગાય કુતરાઓ કરતા પણ નાની છે.
વિશ્વની સૌથી મોટી બિરયાની
વિશ્વની સૌથી મોટી બિરયાની બનાવવાનો રેકોર્ડ ભારતનાં નામે છે, 60 શેફ દ્વારા બનાવવામાં આવેલી આ બિરયાનીમાં 12 હજાર કિલો ચાવલ તથા 3,650 કિલો શાકભાજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
વિશ્વની સૌથી મોટી પાઘડી
પટિયાલાના 60 વર્ષિય અવતારસિંહ મૌનીની પાઘડીની લંબાઇ 645 મીટર છે. જે એક ઓલ્મિપિક સાઇઝ સ્વિમીંગ પુલથી 13 ગણી વધારે. આ પાઘડીનું વજન 45 કિલો છે. અવતારસિંહ પ્રમાણે તેમને આ પાઘડી બાંધવામાં 6 કલાક જેટલો સમય લાગે છે.
સૌથી મોંઘા લગ્ન
સ્ટિલ ટાયકૂન લક્ષ્મી મિત્તલની પુત્રી વનિશાની ઇન્વેસ્ટમેન્ટ બેંકર અમિત ભાટિયા સાથે 2004માં થયેલા લગ્ન અત્યારસુધી થયેલા સૌથી મોંઘા લગ્નોની યાદીમાં છે. આ લગ્નમાં લક્ષ્મી મિત્તલે 300 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
વિશ્વની સૌથી લાંબી મૂછો
ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં જયપુરના 58 વર્ષિય રામસિંહ ચૌહાણનું નામ વિશ્વની સૌથી લાંબૂ મૂછો ધરાવતા વ્યક્તિ તરીકે નોંધાયેલું છે. તેમની મૂંછો 4.29 મીટર એટલે કે 14 ફૂટ લાંબી છે. તે 32 વર્ષથી મૂછો વધારી રહ્યાં છે.
એક જ સ્થળે સૌથીવઘુ ગાંધી
કોલકાતામાં એક સાથે 484 બાળકો ગાંધીના અવતારમાં ભેગા થયા હતા અને પોતાનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું હતું.
વિશ્વની સૌથી નાની મહિલા
નાગપુરની 23 વર્ષિય જ્યોતિ આમગેને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા વિશ્વની સૌથી નાની મહિલા જાહેર કરેલી છે. જ્યોતિની ઉંચાઇ 24.7 ઇંચ (બે ફૂટ) છે અને તે અમેરિકાની બ્રિજેટ જોર્ડન કરતા પણ 3 ઇંચ નાની છે.