મોટાભાગે તમામ મંદિરોમાં બીયરની બોટલ લઇ જવા પર પ્રતિબંધ હોય છે. પણ, અહીતો સંપૂર્ણ મંદિર જ બીયરની બોટલથી બનેલ છે. જનરલી કોઈપણ વ્યક્તિ બીયરની બોટલ ખતમ થાય એટલે તેને ફેકી દેતા હોય છે. જોકે, જો તમને સારી ક્રિયેટિવિટી કરતા આવડે તો કોઈપણ વસ્તુને તમે સુંદર બનાવી શકો છો.
બીયરની બોટલથી આ મંદિર વિષે જાણીએ કદાચ તમે વિશ્વાસ ન કરી શકો પણ આ સાચું છે. વેલ, થાઈલેન્ડ માં બોદ્ધ ભિક્ષુકે આ મંદિર બનાવ્યું છે. આમ તો આ મંદિર ખાલી થયેલ બીયર બોટલથી બનાવવામાં આવ્યું છે પણ જે રીતે આને બનાવવામાં આવ્યું છે તે રીત એકદમ ભવ્ય છે.
આ મંદિરનું નામ ‘વાટ પામહા છેદી કેઉ’ છે. આ મંદિર બોદ્ધ ભિક્ષુકે બનાવ્યું છે. આને દુર દુરથી લોકો જોવા માટે જાય છે. આમાં ૧૦ લાખ બોટલનો ઉપયોગ થયો છે. દુરથી આ મંદિરને જોતા કાંચથી બનેલ હોય તેવો આભાસ થાય છે.
આ પર્યટક સ્થળમાં બનેલ છે. આ મંદિર વિષે ખાસવાત એ છે કે અહી ઘણી બધી ફિલ્મ્સનું શુટિંગ પણ થઇ ચુક્યું છે. મંદિરની તમામ વસ્તુઓ બોટલથી બનેલ છે. આની ડીઝાઇન એવી રીતે બનેલ છે કે જોવા વાળાની આંખો પહોળીને પહોળી જ રહી જાય.