આજ સુધી તમે અલગ અલગ પ્રકારના ફાઉન્ટેન જોયા હશે. જેમાંથી દરેક ફુવારાઓ પોતાના અલગ કારણોને લીધે પ્રખ્યાત થઇ ચુક્યા હોય છે.
આમ તો શરાબ પીવી અને પીવડાવવી એ અંગે બધા દેશે પોતાના અલગ નિયમો બનાવ્યા હોય છે. અમુક દેશોમાં શરાબ છુપાવીને તો અમુક જગ્યાએ ખુલ્લમ-ખુલ્લા શરાબ પીવામાં આવે છે. તો વળી અમુક એવી જગ્યા છે જ્યાં શરાબના ઝરણા વહે છે.
વેલ, અમે વાત કરી રહ્યા છીએ ઇટલીના ‘અબરૂઝઝા’ શહેરની, જે શરાબના શોખીનો માટે જન્નત સમાન છે. અહી ૨૪ કલાક ફ્રી માં ‘રેડ વાઈન’ ના ફાઉન્ટેન છે. આ સાંભળીને તમને એવું લાગશે કે આ રેડ વાઈન ખરાબ ગુણવત્તાની સસ્તી હશે. તો તમે ખોટા છો આ શરાબ મોંધી અને સારી ક્વોલિટીની છે.
રોમના ‘કેન્ટીના ડોરા સર્ચેસ’ નામની વાઈનરી કંપની એ અહી આવનાર દર્શકો એટલેકે આની મુલાકાત લેનાર પર્યટકો માટે શરાબના ફુવારા બનાવ્યા છે. અહી તમે જેટલી ચાહો તેટલી રેડ વાઈન પી શકો છો. આના માટે તમારે પૈસા આપવાની જરૂર નથી.
આ સિવાય અહી અમુક જગ્યાએ નળ પણ લગાવ્યા છે તો કોઈ જગ્યાએ રેડ વાઈનના ઝરણા બનાવ્યા છે અને અમુક ફુવારાઓ પણ. આના માટે બસ તમારે ફુવારાઓ પાસે ગ્લાસ લઈને ઉભું રહેવું પડશે. આને વિઝીટર્સ ના મનોરંજન માટે બનાવ્યા છે. છે ને ઇન્ટરેસ્ટિંગ.