આ પ્રકારની માર્કેટમાં ફરવું, તમારા માટે રહેશે અલગ અને ખાસ અનુભવ!!

pasar-terapung

આજે અમે દુનિયાના એવા માર્કેટ વિષે જણાવવાના છીએ જે પાણીમાં તરે છે. આ જોવામાં જેટલું રસપ્રદ લાગે છે તેટલો શાનદાર અનુભવ તેમની પાસેથી વસ્તુ ખરીદતા થાય છે. પાણીમાં તરતી માર્કેટને ‘ફ્લોટિંગ માર્કેટ’ તરીકે ઓળખવામાં આવે છે.

આશ્ચર્યની વાત તો એ જે કે જયારે વિશ્વના અન્ય દેશોમાં સેકડો માત્રામાં આ પ્રકારની માર્કેટ આવેલ છે જયારે ભારતમાં ફક્ત એક જ જગ્યાએ આ આવેલ છે. આ પ્રકારની માર્કેટ નદીના કિનારે લાગે છે જેમાં હોડીમાં શાકભાજી, સી-ફૂડ અને અન્ય ખાવાની વસ્તુઓ રાખી વહેચવામાં આવે છે.

આ પ્રકારની માર્કેટો થાઈલેન્ડ, વિયેતનામ, ઇન્ડોનેશિયા, બર્મા, બેંગકોક, હોંગકોંગ ઉપરાંત ઘણી જગ્યાએ જોવા મળે છે. ‘ફ્લોટિંગ માર્કેટ’ ભારતના શ્રીનગરમાં જોવા મળે છે. ફક્ત ખરીદવા માટે જ નહિ, ફરવા માટે પણ ખુબ જ ખાસ છે આ પ્રકારની શાનદાર માર્કેટો.

ડેમ્નોયેન સાડાઉક ફ્લોટિંગ માર્કેટ (Damnoen Saduak Floating Market)

Damnoen-Saduak-Floating-Market-in-Ratchaburi-Thailand

આ બ્યુટીફૂલ માર્કેટ થાઈલેન્ડમાં આવેલ છે. આમ તો થાઈલેન્ડ માં અનેક ફ્લોટિંગ માર્કેટ છે પણ આ માર્કેટને સૌથી મોટી અને લોકપ્રિય માર્કેટ માનવામાં આવે છે. આ બેંગકોકથી ૬૦ કિમીના અંતરે સ્થીત છે. આમાં રંગબેરંગી શાકભાજી, માછલી અને અન્ય જરૂરિયાતની વસ્તુઓ મળે છે. ઘણા બધા લોકો આને ફક્ત જોવા માટે જ જાય છે. આ સવારે ભરાય છે. તો તમે પણ જયારે થાઈલેન્ડ માં જાવ ત્યારે આને ચોક્કસ જોવા જજો.

શ્રીનગર માર્કેટ, ભારત (Floating market Srinagar)

25-940x705

શ્રીનગર (કાશ્મીર) ની પહેચાન માનવામાં આવતા ‘ડલ લેક’ પર આ માર્કેટ ભરાય છે. ‘ડલ લેક’ લોકોની જિંદગીનો વિભિન્ન ભાગ છે. આ ફક્ત ફૂલો અને વેજીટેબલની જ માર્કેટ છે. આને જોવા માટે તમારે સૂર્યોદય પહેલા નીકળવું પડે. સવાર સવારમાં ડલ લેક માં જઈ આ માર્કેટ જોવાનો નઝારો તમારા માટે અવિસ્મરણીય બની જશે.

એબરડીન ફ્લોટિંગ વિલેજ, હોંગકોંગ (Aberdeen Floating Village, Hong Kong) 

caibe

આ ફક્ત માર્કેટ જ નથી પણ ૬૦૦૦ લોકોનું ઘર પણ છે. અહી ૬૦૦ જંક બોટ્સ છે જેમાં લોકો રહે છે. આ લોકોના કારણે અહી મરીન અને ફિશિંગ કલ્ચર આગળ વધ્યો છે. અહી દુર દુરથી ટુરીસ્ટ નઝારો નિહાળવા આવે છે.

બેનજારમૈસીન ફ્લોટિંગ માર્કેટ (Banjarmasin Floating Market, Indonesia)

lok-baintan-3

આ માર્કેટ ઇન્ડોનેશિયામાં આવેલ છે. આ મોર્નિંગમાં ૫ વાગ્યાથી ૯ વાગ્યા સુધી ભરાય છે. આ માર્કેટમાં તમને શાકભાજી સિવાય સી-ફૂડ પણ સરળતાથી મળી રહેશે.

Comments

comments


7,199 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 − = 1