ભારતની સાથે સાથે પાકિસ્તાનમાં પણ મીડિયા ઈન્ડસ્ટ્રી ઝડપથી વિક્સી રહી છે. પાકિસ્તાનમાં અનેક ન્યૂઝ ચેનલ્સ સફળતા પૂર્વ ચાલી રહી છે.રૂઢીગત રાષ્ટ્રની છાપ ધરાવતા પાકિસ્તાનમાં અનેક ખૂબસૂરત અને ટેલેન્ટેડ ફિમેલ એન્કર્સ છે.
આ એન્કર્સ ઝડપથી લોકો સુધી સમાચાર તો પહોંચાડે જ પણ તેનું ગ્લેમર પણ સૌ કોઈને આકર્ષે એવુ છે.
મદિધા નકવી
મદિધા પાકિસ્તાનની સૌથી હોટ ફિમેલ એન્કર્સમાંની એક છે. તે દુન્યા ટીવીથી જાણીતી બની હતી.તે દુન્યા ટીવીની ટોચની ન્યૂઝ કાસ્ટર્સ હતી.તાજેતરમાં તે જીયો ટીવી સાથે જોડાઈ છે.
મારીયા મેમણ
મારીયાનું નામ ટોચની ટીવી ન્યૂઝ એન્કર્સમાં લેવાઈ છે. તે વર્ષ 2008થી જીયો ટીવી સાથે સંકળાયેલી છે.
સારા આલ્ફ્રેડ
સારા કરાચીની રહેવાસી છે અને પાકિસ્તાનમાં લાખો ચાહકો ધરાવે છે.તેની ન્યૂઝ પ્રેઝન્ટ કરવાની અદા પર સૌ કોઈ ફિદા થઈ જાય છે.
કુરાતુલૈન હસ્સન
કુરાતુલૈનને ન્યૂઝ પ્રેઝન્ટ કરતી જોવી એક લ્હાવો છે. તે દર્શકો પર ખૂબસૂરતીની ભૂરકી છાંટી દે છે. તે તેના સોફ્ટ અને સ્ટ્રોંગ વોઈસથી સૌ કોઈને આકર્ષે છે.
ઈકરા શેહઝાદ
પીટીવીના અનેક પ્રોગ્રામ્સ હોસ્ટ કર્યા બાદ તે દુન્યા ન્યૂઝ સાથે જોડાઈ હતી. દુન્યા ન્યૂઝની પ્રખ્યાત એન્કર છે.
આયેશા બક્ષ
આયેશા હોટેસ્ટ પાકિસ્તાની એન્કર્સમાં ની એક છે.તે એઆરવાય ન્યૂઝમાં કામ કરે છે.તેમણે અનેક ટીવી ચેનલ્સમાં કામ કર્યું છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર