વર્લ્ડકપમાં ભારતનો મુકાબલો ગુરૂવારે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બીજી સેમિ ફાઇનલ રમાશે. આ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે.આ મેદાન પર ભારતનો રેકોર્ડ સારો રહ્યોં નથી. ભારતે આ મેદાન પર 17 વન ડે રમી છે. જેમાં 4માં વિજય થયો છે જ્યારે 12માં તેને હારનો સામનો કરવો પડ્યો છે પરંતુ સેમિ ફાઇનલ પહેલા આ મેદાનના રેકોર્ડ પર ભારે છે ભારતનો વર્લ્ડકપનો રેકોર્ડ.
ધોની બ્રિગેડ સતત 7 મેચ જીતીને સેમિ ફાઇનલમાં પહોચી છે. ટીમ યૂનિટની જેમ રમી રહી છે. આત્મવિશ્વાસ લેવલ પણ હાઇ છે પરંતુ આ મુકાબલામાં 5 ફેક્ટ્સ બન્ને ટીમો માટે ફાયદા- નુકશાનનું ગણિત નક્કી કરશે. જેમાં પિચની અલગ અલગ કન્ડિશન, સ્લેજિંગની આશંકા અને દર્શકોની હાજરી શામેલ છે. 42 હજાર લોકોની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમમાં 70 % ટિકિટ ભારતીયોએ ખરીદી છે. એટલે કે મેદાન પર ભારતીય પ્રશંસકોની સંખ્યા 30 હજારથી વધુ રહી શકે છે. જાણો ક્યાં ફેક્ટ્સ બદલી શકે છે મેચનું પરિણામ.
પિચ કન્ડિશન: વન
ગ્રીન પિચથી ઓસ્ટ્રેલિયાને ફાયદો, ભારત પણ પાછળ નથી
ખાસ કરીને અહીં બોલ ટર્ન લે છે પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમ ઇચ્છે છે કે તેને સિડનીમાં ગ્રીન પિચ મળે. મેક્સવેલ તેનો સંકેત આપી ચુક્યો છે. તેની સંભાવના સોમવારે વધી ગઇ જ્યારે રવિ શાસ્ત્રી, મહેન્દ્રસિંહ ધોની અને કોચ ડંકન ફ્લેચરે પિચની નજીક જઇ ચકાસણી કરી. પિચ જોયા બાદ ફ્લેચર આઇસીસીની પિચ ઓફ ગ્રાઉન્ડ્સ કમિટીના પ્રમુખ એન્ડી એટિક્સન પાસે ગયા અને તેમની સાથે વાતચિત કરી હતી.
કેવી રીતે મળી શકે છે ફાયદો
ઓસ્ટ્રેલિયા: મિશેલ સ્ટાર્ક ટૂર્નામેન્ટમાં ખતરનાક બોલર સાબિત થયો છે તેને 6 મેચમાં 18 વિકેટ ઝડપી છે જ્યારે જ્હોન્સને પણ 10 વિકેટ ઝડપી છે.
ભારત: મોહમ્મદ શમીએ સારી બોલિંગ કરી છે. 6 મેચમાં 17 વિકેટ ઝડપી છે. ઉમેશ યાદવે પણ 7 મેચમાં 14 વિકેટ ઝડપી છે.
પિચ કન્ડીશન: 2
બેટ્સમેનને ફાયદો, મુકાબલો 50-50
આ મેદાન પર વર્લ્ડકપની 4 મેચ રમાઇ છે ટીમની સરેરાશ રનરેટ 6ની આસપાસની રહી છે. 4માંથી 3 મેચમાં સદી પણ લાગી છે. સિડનીનીની પિચ બેટ્સમેન માટે કેટલી મદદગાર સાબિત થઇ શકે છે તેનું ઉદાહરણ 19 માર્ચે દક્ષિણ આફ્રિકા- વેસ્ટ ઇન્ડિઝ મેચ છે. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરી હતી. એબી ડી વિલિયર્સે 66 બોલમાં 162 રન બનાવ્યા. ટીમે 408 રનનો જંગી સ્કોર ઉભો કર્યો હતો. જવાબમાં વેસ્ટ ઇન્ડિઝ 151 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.
પિચ કન્ડીશન: 2
કઇ રીતે મળી શકે છે ફાયદો
ભારત: ટીમના ટોપ 6 બેટ્સમેને 7 મેચમાં 1580 રન બનાવ્યા છે. શિખર ધવન ટોપ સ્કોરર છે.
ઓસ્ટ્રેલિયા: આઠમા નંબર સુધી બેટ્સમેન છે. મેક્સવેલ સૌથી વિસ્ફોટક છે. તેને રોકવો મુશ્કેલ.
સ્લેજિંગ:
ઓસ્ટ્રેલિયન ટીમ સ્લેજિંગ માટે બદનામ થઇ રહી છે. પાકિસ્તાન વિરૂદ્ધ ક્વાર્ટર ફાઇનલમાં મિચેલ સ્ટાર્કે સૌથી પહેલા વહાબ રિયાઝને પોતાની બોલિંગ સમયે ઉકસાવ્યો હતો. બાદમાં ઓસ્ટ્રેલિયાની બેટિંગ સમયે રિયાઝ અને શેન વોટસને પણ એક બીજાને આંખો બતાવી હતી.
પ્રશંસકોનો સપોર્ટ:
ઓસ્ટ્રેલિયાને વર્લ્ડકપમાં મેચ પોતાના હોમ ગ્રાઉન્ડમાં રમવાનો ફાયદો મળશે પરંતુ ભારતના પ્રશંસક પણ પાછળ નથી. સેમિ ફાઇનલ મેચની 42 હજાર ટીકીટ વેચાઇ ગઇ છે. ગ્રાઉન્ડ ઓર્ગેનાઇઝેશન અનુસાર 70 % ભારતીય પ્રશંસકોએ ખરીદી છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર