કોસ્મેટિક હવે નવી લક્ઝરિયસ અને ઈમેજ સ્ટાઈલ માટેની વસ્તુ બની ગઈ હોય એવું લાગે છે. હવે માત્ર Dior watch અથવા તો Birkin bag માટે જ સ્ત્રીઓ ગાંડી-ઘેલી બને છે એવું નથી, કોસ્મેટિક પણ ભદ્ર વર્ગના અમુક જૂથ માટે, જેના વગર રહી ના શકાય એવી વસ્તુઓ બની ગઈ છે. અલગ-અલગ ફ્રેગ્રન્સીસ અને મેકઅપ તો હજુ પણ લોકોની ફૅન્ટસિ લિસ્ટમાં હોય, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે નેલ પેઈન્ટ પણ તમને આંજી નાખે?
Azature’s Black Diamond Nail Polish:
શું તમે તમારા નખ પર ક્યારેય રત્નો જડવામાં આવ્યા હોય એવું વિચારી શકો છો? બીજા નેલ પેઈન્ટ કરતાં અલગ, Azature’s Black Diamondની લિમિટેડ એડિશન નેલ પેઈન્ટમાં તમને 267 કેરેટ બ્લેક ડાયમંડ્સ મળે છે. ખરેખર તેના નામને સાર્થક કરતી હોય તેમ, તેને “Black Diamond King”ના નીકનેમથી ઓળખવામાં આવે છે. તેની કિંમત માત્ર $250,000 (અંદાજિત 1.6 કરોડ રૂપિયા) છે, જેને મેળવવા માટે દરેક નેલ પેઈન્ટ ઉત્સાહી આતુર હોય છે. ‘Fashion Police’ની પૂર્વ એંકર Kelly Osbourneએ આ કિંમતી નેલ પેઈન્ટ વર્ષ 2012માં Emmy Awards પ્રસંગે લગાવી હતી.
Gold Rush Couture Nail Polish by Models Own:
આ નેલ પેઈન્ટને મોટાભાગના સેલેબ્સ લગાવવાનો આગ્રહ કરતા હોય છે. આ નેલ પોલિશની લિમિટેડ એડિશન વર્ઝનમાં 1,118 ડાયમંડ આવેલા હોય છે, જેના પર ગોલ્ડની પ્લેટ ચઢાવેલી હોય છે. જેના કારણે આ તેની કિંમત માત્ર $130,000 (અંદાજિત 82 લાખ રૂપિયા) છે.
આ નેલ પેઈન્ટ સોનાનો ઢોળ ચઢાવેલા બોક્ષ અને ડાયમંડવાળી કેપમાં આવે છે.
I Do by Elle Cosmetics:
વિમેન્સ મેગેઝિન Allureએ Elle Cosmetics, પ્લેટિનમ સ્પલાયર Johnson Matthey ઉપરાંત Platinum Guild Internationalની સાથે જોડાણ કરીને આ સ્ટનિંગ નેલ પેઈન્ટ બનાવી છે. પ્લેટિનમ પાવડરમાંથી બનેલી આ નેલ પોલિશની કિંમત $55,000 (અંદાજિત 35 લાખ રૂપિયા) છે. રિયલ પ્લેટિનમ બોટલમાં તૈયાર કરવામાં આવેલી આ એક્સક્લુઝિવ નેલ પેઈન્ટની પ્રથમ એડિશન સોલ્ડ આઉટ હતી.
An Evening to Remember by Red Carpet Manicure:
આ બ્રાન્ડની નેલ પેઈન્ટમાં Christina Aguilera, Rihanna, Pink અનેKaty Perry જેવી સેલેબ્સ વારંવાર જોવા મળતા હોય છે. બ્લેક ડાયમંડ infused(-માં તૈયાર કરેલી) નેલ પોલિશમાં અનેક શેડ્સ જોવા મળ્યા હતા. આ નેલ પેઈન્ટની લિમિટેડ એડિશનને American Music Awards દરમિયાન સ્ટાર્સને ઓફર કરવામાં આવી હતી. જેમાં 4 કેરેટના રિયલ ડાયમંડ્સ જડવામાં આવ્યા હતા. આ રિયલ ડાયમંડ્સને જેલ લેડ ફોર્મુલાથી સંગ્રહિત કરવામાં આવ્યા હતા. જેથી પેઈન્ટ ખરાબ ના થઈ જાય અને લાંબા સમય સુધી ટકી રહે છે.