* અનાનસ ના ટુકડા પર મરીનો ભુક્કો અને સિંધવ મીઠું લગાવીને ખાવાથી પેટમાં ગયેલ વાળ પેટ માં જ ગળી જાય છે. કેળા ખાવાથી પણ પેટમાં ગયેલ વાળ ગળી જાય કા તો નીકળી જાય છે.
* જો શરીરનો કોઈ ભાગ બળી જાય તો તેના પર માખણ લગાવી દેવું.
* એલચીના ફોતરાને ગેસ પર શેકી તેને મધ સાથે ચાટવાથી ઉલટી રોકાય જાય છે. ઉપરાંત તુલસીના રસમાં મધ નાખીને બીમાર વ્યક્તિને આપવાથી પણ ઉલટીઓ બંધ થાય છે.
* અડધા ગ્રામ અજમાના દાણાને પીસીને તેમાં સિંધવ મીઠું નાખીને હૂફાળા પાણીમાં નાખીને પીવાથી પેટના કીડાઓ મરી જાય છે.
* કેળાને પચાવવા માટે ૨ નાની એલચી ખાઈ લેવું.
* વાટકીમાં થોડો ગોળ ઓગાળો. આમાં થોડા પીસેના અજમાના દાણા નાખી થોડું ગરમ કરવું. પછી આને પગની જે જગ્યાએ કાંટો વાગ્યો હોય ત્યાં નાખી કપડાથી બાંધી લેવું. આમ કરવાથી કાંટો સરળતાથી બહાર નીકળી જશે.
* મોઢામાં આવતી ગંદી વાશને રોકવા માટે દાડમની છાલને ગરમ પાણીમાં ઉકાળીને તેના કોગળા કરવા.
* જો તમારા મોઠાના ગમ માં સોજો ચઢેલ હોય તો અજમાના તેલના થોડા ટીપાં પાણીમાં નાખી કોગળા કરવાથી સોજો ઉતારવા માંગે છે.
* કાન/દાંત/ખાસી અને અપચો થાય તો જીરું કે હિંગને એકાદ ચપટી જેટલું લઇને ખાવું.
* વાગેલા ઘાવમાં જીવડા ન પડે એ માટે એક ચપટી જેટલી હિંગ તેમાં નાખી દેવી.
* પુદીનાનો તાજો રસ પીવો એ માથા માટે સારૂ છે.