આજકાલ સ્માર્ટફોનનું મહત્વ વધુ ગયું છે અને લોકો પોતાના જીવ કરતા પણ ફોનને અધિક પ્રેમ કરતા હોય છે. પણ જો તે તમારી સાથે ન હોય તો? જો આપણી પાસે સ્માર્ટફોન ન હોય તો જીવન કઈક અધૂરું અધૂરું લાગે અને આપણા હાથમાં તે જ્યાં સુધી ન આવે ત્યાર સુધી ચેન ન પડે.
પણ હવે તમારે ગભરાવવાની જરૂર નથી. ગુગલ છે ને. ઘણીવાર આપણે ઉતાવળમાં આપણો ફોન કોઈ જગ્યાએ મુકીને ભૂલી જતા હોઈએ છીએ. ક્યારેક ઓફીસમાં તો ક્યારેક લાઈબ્રેરીમાં.
ક્યારેક ફોન ખોવાય પણ જતો હોય છે, જેમકે ભીડ વાળી જગ્યાઓમાં, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન કે પછી વેજીટેબલ માર્કેટમાં.
* જયારે ફોન ખોવાય/ભૂલાય ત્યારે તમે ગુગલમાં સર્ચ કરી શકો છો. ગુગલની આ ફેસિલિટી ફક્ત એન્ડ્રોઇડ ડિવાઈસમાં જ ઉપલબ્ધ છે. જો તમે એન્ડ્રોઇડ ડિવાઈસ મેનેજરમાં ફોન લોકેટીંગ સર્વિસનો ઉપયોગ કરત હોવ તો તમે ગુગલમાં ‘ફાઈન્ડ માય ફોન’ એમ લખીને સર્ચ કરો. ગુગલનું આ ફીચર તમારા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે.
ગુગલે હાલમાં જ આ ફીચર લોન્ચ કર્યું છે. હવે સર્ચ પેજમાં તમને એક ગુગલ મેપની વિન્ડો દેખાશે. આમાં તમને ફોનની લાસ્ટ લોકેશન મળશે. અહી તમે ફોનને કોલ પણ કરી શકશો. જો ફોન આજુબાજુ હશે તો તમને રીંગ સંભાળશે.
* જો તમે ઈમેઈલથી ઘણા એન્ડ્રોઇડ ફોન ચલાવતા હશો તો તમને વિન્ડો મુવ ડ્રોપ ઓપ્શન મળશે. આનાથી તમારો ખોવાયેલ ફોન પાછો મળશે. આ ફેસિલિટી હાલમાં ફક્ત ડેસ્કટોપ પર જ ઉપલબ્ધ છે. આ સુવિધાનો ઉપયોગ ઘણો આસન છે.
* જો તમે IPhone યુઝર્સ હોવ તો icloud થી તમે આઈફોન શોધી શકો છો. આ ફોન શોધવાની પ્રોસેસ આમાં એન્ડ્રોઇડ ફોન જેટલી સરળ નથી. આના માટે તમારે icloud સાઈટ ઓપન કરવી પડશે અને પોતાની એપ્પલ આઈડી ના માધ્યમે લોગીન કરવું પડશે, જેનાથી તમે તમારો IPhone યુઝ કરો છો.
jsk