આ ટીપ્સને જો તમે અજમાવશો તો ક્યારેય નહિ પહેરવા પડે નંબરના ચશ્માં!

eye

* આજકાલ નાના બાળકોને પણ જલ્દીથી આંખોમાં નંબર આવવા લાગે છે, જે એક સામાન્ય વાત છે.  આંખમાં રતાંધળાપણું કોઇપણ ઉમરે અને ક્યારે પણ આવી શકે છે. એટલા માટે આપણા શરીરનું નાજુક અંગ એટલેકે આંખની કેર કરવી જરૂરી છે. ઈશ્વરે બનાવેલ આ દુનિયાને જોવાનું એકમાત્ર માધ્યમ આંખ જ છે.

* આંખોની યોગ્ય રીતે કાળજી ન કરવી, મોબાઇલ/કોમ્પ્યુટર નો વધારે પડતો વપરાશ, બીમારીના કારણે, ખાવાપીવા માં ધ્યાન ન રાખવું અને પોષક તત્ત્વોની ઊણપો વગેરે આંખમાં નંબર આવવાના મુખ્ય કારણો હોય શકે છે. આજે અમે તમને આંખની કેર કેવી રીતે અને શેનાથી કરાય તેના કેટલાક ફંડા જણાવવા છીએ..

* સવારે ઉઠીને આંખમાં ઠંડુ પાણી નાખવાથી આંખોની રોશની વધે છે.

* માથાના વાળમાં રંગ, હેર ડ્રાય અને કેમિકલ્સ યુક્ત શેમ્પુનો પ્રયોગ ન કરવો આનાથી આખોને નુકશાન થાય છે.

* એલચી આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. રાત્રે પથારીમાં જતાં પહેલા 2 એલચી પીસીને તેનો પાવડર બનાવી દૂધમાં સામેલ કરો. દૂધ થોડું ઠંડુ થયા બાદ પીવું. આનાખી આંખોની દ્રષ્ટિમાં વૃદ્ધિ થાય છે.

* બિલિપત્રનો 20 થી 50 ગ્રામ રસ પીવાથી અને 3-5 ટીપા આંખમાં કાજળની જેમ લગાવવાથી રતાંધણાપણુ દૂર થઈ જાય છે.

* મગની દાળ પણ નેત્ર જ્યોતિ વધારવામાં અસરકારક છે.

*  બદામની ગિરી, મોટી વરિયાળી અને સાકરને સરખી માત્રામાં મેળવી લો. રોજ આ મિશ્રણને એક ચમચીની માત્રામાં એક ગ્લાસ દૂધની સાથે રાતે સૂતી વખતે લો. આવું કરવાથી થોડાક જ સમયમાં તમને તમારી આંખની રોશની તેજ લાગવા લાગશે.

eyesight

*  અંગુઠાથી ત્રીજી આંગળી અનામિકા તથા ચોથી કનિષ્ઠિકા આંગળીઓનાં ટેરવાંને અંગુઠાનાં ટેરવાને ભેગા કરો બાકી રહેલી આંગળીઓને તમારી સામેની તરફ રાખો. આમ કરવાથી જે મુદ્રા બને છે તેને પ્રાણમુદ્રા કહે છે. આ મુદ્રા એટલે કે આસનની નિયમિત કરવાથી તમારી આંખો તેજ બને છે. આ ઉપરાંત અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરવાથી નેત્ર દ્રષ્ટિ વધારી શકાય છે.

* એક સંશોધન મુજબ લીલા પાંદડાવાળા શાકભાજીમાં કેરોટિન નામના રંગદ્રવ્યની એવી માત્રા રહેલ હોય છે જે આંખો તેજ કરવામાં સહાયક બને છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ કુદરતી કેરોટીનોઇડ આંખની કીકી પર સકારાત્મક અસર કરે છે અને આંખો સુરક્ષિત રાખવા સિવાય અનેક નેત્ર રોગોથી છુટકારો મેળવી શકાય છે.

* કાનપટ્ટી ઉપર ગાયના ઘી થી હળવા હાથે રોજ થોડીવાર મસાજ કરવાથી આંખોની રોશની પાછી આવી જાય છે અને આંખોનું તેજ વધે છે.

* ઓછામાં ઓછુ દિવસમાં ૩ ટાઈમ આંખોને સાફ પાણીથી ધોવી અને ઉન્ધ પૂરી કરવી પણ જરૂરી છે.

* સૂર્યના હાનિકારક કિરણોથી આંખને બચાવવી. જયારે તમે ઘરની બહાર નીકળો ત્યારે ગોગલ્સ અવશ્ય પહેરવા જેથી આંખમાં કઈ કચરો ન જાય અને સૂર્યના કિરણોથી પણ રક્ષણ મળે.

* કેળા અને શેરડી ખાવી આંખો માટે ગુણકારી માનવામાં આવે છે. જો તમને આંખો સંબંધી કોઈપણ સમસ્યા રહેતી હોય તો શેરડીનો રસ પીવો જોઈએ. આ સિવાય દરરોજ એક લીંબુ એક ગ્લાસ પાણીમાં પીવાથી જીવનભર નેત્ર જ્યોતિ ટકી રહે છે.

* નિયમિત રૂપે દ્રાક્ષનું સેવન કરવું. દ્રાક્ષના સેવનથી આંખની ક્ષમતા વધે છે.

brown-eyes

* ૨ અખરોટ અને ૩ ત્રિફળાને બાળીને તેની ભસ્મીની સાથે ૪ મરીને પીસીને તેનું અંજન કરવાથી આંખની ક્ષમતા વધારી શકાય છે.

* પગના તળિયા ઉપર સરસિયાના તેલથી માલિશ કરીને સૂઓ. સવારના સમયે ઊઘાડા પગે લીલા ઘાસ ઉપર ચાલો.

* ઠંડી કાકડી કે કાચા બટાકાની સ્લાઈસને કાપીને 10 મિનિટ આંખો ઉપર રાખો. પાણી વધુ પીવો. પાણીની ખામીથી આંખો ઉપર સોજા જોવા મળે છે. સૂવાના 3 કલાક પહેલા ભોજન કરી લેવું જોઈએ. એમ કરવાથી આંખો સ્વસ્થ રહે છે.

* દરરોજ એક ચમચી મધ ખાવાથી આંખોની દ્રષ્ટિ દુરુસ્ત થાય છે. પરંતુ, ધ્યાનમાં રાખવું કે આ મધ શુધ્ધ હોય.

* આંખ માટે ક્વાલીટી વાળી પ્રોડક્ટ્સનો વપરાશ કરવો.

* ટીવી, કોમ્પ્યુટરનો યુઝ કરતી વેળાએ તેનાથી દુર રહીને જોવું.

* આંખ તેજ કરવા માટે એક બાઉલમાં એક ચમચી ગાયનું શુદ્ધ ધી લઈને તેમાં ૧/૪ ચમચી મરીનો પાઉડર નાખવો. આનું નિત્ય પ્રાય: સેવન કરવાથી આંખની નજર વધારી શકાય છે.

Ophthalmologists-Cambridge3

Comments

comments


19,592 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 7 =