નોર્વેના ઓસ્લોથી 75 કિ.મી.ના અંતરે આવેલા એક આઇલેન્ડ પર 115 ક્રિમીનલો (ગુનેગારો) માટે ‘ઘર’ છે. અહીં રેહનારા કૈદીઓમાંથી અમુક પર મર્ડર, રેપ અને ડ્રગ તસ્કરી જેવા ગુનાના કેસ ચાલી રહ્યાં છે. જોકે રસપ્રદ બાબત એ છે કે આ જેલ કરતા એક આઇલેન્ડ પર વેકેશન ગાળવાનું સ્થળ વધારે લાગે છે. કારણ કે બેસ્ટબૉયની આ જેલમાં ગુનેગારોને તમામ સુખ-સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. અહીં ગુનેગારો ભાગી ન જાય તે માટે ઉંચી દિવાલો અથવા કરંટની જાળી પણ લગાવવામાં નથી આવી. આ ઉપરાંત ખૂંખાર ગુનેગારો પર સતત નજર રાખવાની પણ કોઇ વ્યવસ્થા નથી કરવામાં આવી.
કયા કાર્યો કરે છે કૈદીઓ ?
અહીં કૈદીઓ માછલીઓ પકડે છે, ઘોડેસવારી કરે છે, ટેનિસ રમે છે અને ઘણીવાર તડકામાં સનબાથ પણ લેતા હોય છે. કૈદીઓને અહીં આપવામાં આવેલા ઘરમાં એક સાથે ઘણા કૈદીઓ રહે છે, જોકે સૌના રૂમ અલગ હોય છે. આ ઘરોમાં એક કિચન આપવામાં આવેલું હોય છે. ગુનેગારો અહીં ખેતી અને પશુપાલનનું કામ પણ કરે છે. ગુનેગારોને અહીં સ્વાદિષ્ટ ભોજન પિરસવામાં આવે છે. આ જેલનો હેતુ કૈદીઓને જવાબદાર બનાવવાનો છે. અહીંથી છૂટ્યા બાદ ભાગ્યે જ કોઇ વ્યક્તિ ફરીથી ગુનો કરે છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર