Google facebook અને Twitter સાથે જોડાયેલી વાતો વિષે જાણો

તમે ફેસબુક, ટ્વીટર, ગૂગલ અને યાહૂનો ઉપયોગ રોજ કરતા હશો. પરંતુ આ વેબસાઇટ્સ સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો વિશે તમે કદાચ અજાણ હશો. અહિયા જાણવાજેવું.કોમ તમને તમારા ફેવરેટ વેબસાઇટ્સના 11 રોચક ફેક્ટ્સ વિશે જણાવી રહ્યુ છે.જે તમે કદાચ નહી જાણતા હોવ.

1. ગૂગલ બકરીઓને ભાડે ખરીદે છે

This is Google, Facebook and Twitter Delicious linked 11 Stories

ગૂગલ પોતાના હેડક્વાટર્સમાં લોન અને ઘાસ કાપવા માટે મશીનવો ઉપયોગ નથી કરતી પરંતુ કંપની કેલિફોર્નિયા સ્થિત ગ્રેઝિંગ કંપની પાસેથી 200 બકરીઓ ભાડા પર ખરીદે છે. ગૂગલે આ કામ માટે વર્ષ 2007 થી બકરીઓ ભાડા પર લેવાનુ કામ શરૂ કર્યુ છે. હવે આ બકરીએ હમિનામાં લગભગ 7 દિવસ ગૂગલ માટે કામ કરે છે. 200 બકરીઓને આવા કામ માટે ટ્રેનિંગ આપવા માટે ઝેન નામના એક વ્યક્તિને પણ હાયર કર્યો છે.

ગૂગલનો ‘લો કાર્બન અપ્રોચ’

ઘાસ કટિંગ મશીનોના ઉપયોગથી કાર્બન નીકળે છે જે હવામાં મળીને વાતાવરણને પ્રદુષિત કરે છે. જેથી ગૂગલે આવા પ્રકારના પ્રદુષણને રોકવા માટે કેલિફોર્નિયા સ્થિત હેડ ઓફિસમાં લોનના ઘાસને કાપવા માટે મશીનની જગ્યાએ બકરીઓને ઉપયોગ કરવાનુ શરૂ કર્યુ છે. આ બકરીઓ લોનના ઘાસને તો સાફ કરે છે સાથે સાથે લોનને ફર્ટિલાઇઝર પણ મળે છે.

2. ફેસબુકનુ નોટિફિકેશન ગ્લોબ

This is Google, Facebook and Twitter Delicious linked 11 Stories

તમારા લોકેશન પ્રમાણે તમારા ફેસબુકનુ નોટિફિકેશનગ્લોબ બદલાય છે. ફોટોમાં દેખાડવામાં આવેલ ફેસબુક પ્રોફાઇલમાં ઉપરની પ્રોફાઇલને ઇસ્ટર્ન ગ્લોબનો ઉપયોગ કરવામાં આવ્યો છે.  જ્યારે ઉપર બતાવવામાં આવેલા ફોટોમાં દક્ષિણ અમેરિકાનો ગ્લોબ બતાવવામાં આવ્યો છે.

3. શા માટે ફેસબુકનો રંગ વાદળી રાખવામાં આવ્યો છે.

This is Google, Facebook and Twitter Delicious linked 11 Stories

ફેસબુક વાદળી રંગમાં હોવા પાછળ સીધૂ કરાણ છે કે ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગનો કલર બ્લાઇન્ડ છે. ન્યુયોર્કરને આપેલા એક ઇન્ટર્વ્યુ માં માર્કે જણાવ્યુ હતુ કે તે લાલ અને લીલો રંગ તેમને નથી દેખાતો. એટલા માટે તેમણે વાદળી રંગ સિલેક્ટ કર્યો.

4. ઉલટ-સૂલટ GOOGLE

This is Google, Facebook and Twitter Delicious linked 11 Stories

ગૂગલના કેટલાય ડોમેન છે. અને એ તમામ ડોમેનનુ નામ Google ના સ્પેલિંગને મિસપ્લેસ કરીને બનાવવામાં આવ્યા છે. જેવી રીતે કે gooogle.com, gogle.com, googlr.com.

5. ફર્સ્ટ ટ્વીટ

This is Google, Facebook and Twitter Delicious linked 11 Stories

ટ્વીટરમાં એક એવુ ફિચર છે જેની મદદથી તમારી અથવા તો બીજા કોઇની પહેલી ટ્વીટ જોઇ શકો છો. તેનામાટે તમારે ગૂગલ પર First Tweet ટાઇપ કરવાનુ રહેશે, ત્યાર બાદ તમારે જેની પણ પહેલી ટ્વીટ જાણવી હોય તેનુ યુઝર આઇડી ટાઇપ કરવાનુ રહેશે.

6. ગૂગલને ખરીદવા માંગતુ હતુ યાહૂ

This is Google, Facebook and Twitter Delicious linked 11 Stories

એક સમયે યાહુએ ગૂગલને 1 મિલિયન ડોલર(લગભગ 6.38 કરોડ રૂપિયા) માં ખરીદવાનો પ્રસ્તાવ મુક્યો હતો. જો કે ગૂગલે યાહૂના આ પ્રસ્તાવને નકારી કાડ્યો હતો.

7. ફેસબુકની સ્પેશ્યલ ટીમ

This is Google, Facebook and Twitter Delicious linked 11 Stories

તમે જે ટેડાને ફેસબુક પર ટાઇપ તો કર્યો હશે પરંતુ તેને ક્યારે પણ પોસ્ટ નહી કર્યો હોય, પરંતુ શુ તમે જાણો છો કે તમારો એ ડેટા કોઇ બીજી વ્યક્તિ વાંચી સકે છે. હા આ વાત સાચી છે ફેસબુકે એક સ્પેશ્યલ ટીમ બનાવી છે જે એવા ડેટાને એનલાઇઝ કરે છે જે તમે ટાઇપ કર્યો હોય પણ પોસ્ટના કર્યો હોય. આ ટીમ ફેસબુકને સોશ્યલ એક્સ્પરિમેન્ટ કંન્ડક્ટ કરવામાં મદદરૂપ થાય છે.

8. ફેસબુકની મદદથી આઇસલેન્ડનુ સંવિધાન રચવામાં આવ્યુ હતુ.

This is Google, Facebook and Twitter Delicious linked 11 Stories

1944 માં ડેનમાર્કથી અલગ થયો બાદ આઇસલેન્ડે પોતાનુ સંવિધાન બનાવ્યુ નહોતુ. તે હંમેશા ડેનમાર્કનુ સંવિધાન ફોલો કરતુ હતુ. પરંતુ 2011 માં આઇસલેન્ડે પોતાનુ સંવિધાન લખવા માટેનો નિર્ણય કર્યો. ત્યાર બાદ 25 લોકોની એક કાઉન્સિલ કમિટીની રચના કરવામાં આવી જેને ફેસબુકની મદદથી આઇસલેન્ડના લોકોના સલાહ સુચનો મેળવીને કાઉન્સિલ કમિટીએ સંવિધાનનો ડ્રાફ્ટ ફેસબુક પર પોસ્ટ કર્યો આ ડ્રાફ્ટ પર લોકોએ પોતાની વિચારો કમેન્ટ્સ કર્યા. કમેન્ટ્સ અને સલાહના આધારે આઇસલેન્ડનુ સંવિધાન બનાવવામાં આવ્યુ હતુ. જેને ફેસબુક પર પોસ્ટ કરવામાં આવ્યુ હતુ.

9. સ્પેલિંગની ભુલે બદલી દુનિયા

This is Google, Facebook and Twitter Delicious linked 11 Stories

જો સ્પેલિંગની ભુલ ના થઇ હોત તો ‘Google’ આજે ‘Googol’ હોત. ગૂગના નામ પર કામ કરતા લોકોએ ‘Google’ નહી પરંતુ તેનુ નામ ‘Googol’ નક્કી કર્યુ હતુ ,પરંતુ ફાઉન્ડરને નામ બતાવતા સમયે તેમણે ‘Googol’ ની જગ્યાએ ભુલથી ‘Google’ લખી દીધુ હતુ. બસ ત્યારથી ગૂગલનુ નવુ નામ કરણ થયુ.

10. ટ્વીટરના લોગો પાછળનુ રહસ્ય

This is Google, Facebook and Twitter Delicious linked 11 Stories

ટ્વીટરના લોગોમાં એક નાની ચકલી દેખાય છે. પરંતુ શુ તમે જાણો છે કે તેની પાછળ 13 સર્કલ છે જે આપણને નથી દેખાતા.

11. ઝુકરબર્ગને નથી કરી શકાતો બ્લોક

This is Google, Facebook and Twitter Delicious linked 11 Stories

ફેસબુક એકાઉન્ટમાં તમે કોઇ પણને બ્લોક કરી શકો છો. જો કે ફેસબુકે આ સુવિધા તમામ યુઝર્સને આપી છે. પરંતુ ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગને બ્લોક કરવાનો હક્ક કોઇને નથી આપ્યો. જો કે ફેસબુકમાં કોઇ પણ યુઝર્સ માર્કને બ્લોક નથી કરી શકતો.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


4,549 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 1