વર્લ્ડકપની તુરંત બાદ સુરેશ રૈના લગ્ન કરવાનો છે. રૈનાના લગ્નના સમાચાર કેટલાક દિવસોથી ચર્ચામાં છે ત્યારે રૈનાની પત્નીની પ્રથમ તસવીર સામે આવી છે. રૈના પ્રિયંકા ચૌધરી સાથે લગ્ન કરવાનો છે. પ્રિયંકા નેધરલેન્ડમાં નોકરી કરે છે. જો કે પ્રિયંકા કેમેરાની સામે આવી નથી. ભારતના સ્ટાર ખેલાડી સુરેશ રૈના વર્લ્ડકપમાં ચોક્કા અને સિક્સર ફટકારી લોકોનું દિલ જીતી રહ્યોં હોય પરંતુ રિયલ લાઇફમાં તેની વિકેટ પડી ગઇ છે.
પ્રિયંકા રૈનાની પ્રથમ પસંદ
વર્લ્ડકપ પૂર્ણ થયાના પાંચ દિવસ બાદ એટલે કે 3 એપ્રિલે રૈના લગ્નના બંધનમાં બંધાશે. અમે તમને જણાવી દઇએ કે પ્રિયંકા રૈનાની પ્રથમ પસંદ છે. પ્રિયંકા અને રૈના બન્નેના પિતા એક જ ઓર્ડિનેસ ફેક્ટરીમાં કામ કરતા હતા. બન્ને બાળપણથી જ એક બીજાને જાણતા હતા પરંતુ લગ્નની વાત રૈનાની માતાએ આગળ વધારી હતી.
જોર શોરથી ચાલી રહી છે લગ્નની તૈયારી
સુરેશ રૈનાના પરિવારજનોએ મેરઠની પ્રિયંકા ચૌધરી સાથે તેના લગ્ન નક્કી કર્યા છે અને વર્લ્ડકપ બાદ 3 અથવા 8 એપ્રિલે સુરેશ રૈનાના લગ્ન થશે. રૈનાના ઘરે લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. પ્રિયંકા નેધરલેન્ડમાં એમ્સર્ટરડેમમાં એક બેન્કમાં નોકરી કરે છે. પ્રિયંકાનો મોટો ભાઇ અભિષેક ચૌધરી ચૈન્નાઇમાં સોફ્ટવેર એન્જિનિયર છે અને નાનો ભાઇ વિવેક ચૌધરી નોએડામાં સોફ્ટવેર એન્જિનિયર છે.
દિગ્ગજોને અપાયુ આમંત્રણ
સુરેશ રૈનાના લગ્નનું આમંત્રણ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવને પણ આપવામાં આવ્યુ છે. તેમજ સુરેશ રૈનાના લગ્નમાં મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી સહિતના સ્ટાર ક્રિકેટર પણ હાજર રહે તેવી શક્યતા છે.