વિશ્વની 5 સૌથી મોટી અને લક્ઝરી સુવિધાઓ ધરાવતી મોંઘી યાટ

5 biggest and most expensive yacht in the world, equipped with luxury amenities from

વિશ્વમાં લોકોને પોતાના શોખ હોય છે. આ શોખને પૂરા કરવા માટે લોકો લખલૂટ ખર્ચ કરતા હોય છે. આવા જ મોંઘા શોખમાંથી એક છે, યાટનો શોખ. યાટ ખરીદવામાં સારી એવી રકમ ખર્ચ કરવી પડતી હોય છે. પરંતુ પૈસાદારો માટે હંમેશાથી ખાનગી યાટ કોઈ મોટી ઉપલબ્ધિથી ઓછું નથી ગણાતું. આ તમામ યાટ લક્ઝરી સુવિધાઓથી સજ્જ હોય છે. આ કોઈ હાલતી – ચાલતી આલીશાન હોટલથી ઉણી ઉતરે તેમ નથી હોતી. આ યાટ પર હેલીપેડ પણ બનેલા હોય છે. Janvajevu તમને જણાવી રહ્યું છે વિશ્વની પાંચ સૌથી મોટી અને મોંઘી યાટ વિશે…

આ માટે તેને કહે છે યાટ

ડચ નેવીએ સમુદ્રમાં હલ્કી અને ઝડપથી દોડે તેવું મોટું જહાજને સૌથી પહેલા યાટ નામ આપ્યું હતું. પરંતુ ધીમે ધીમે મોટા ઔદ્યોગિક જહાજોને પણ યાટ કહેવામાં આવી. હાલમાં લક્ઝરી જહાજને જ યાટના નામથી બોલાવવામાં આવે છે.

આ છે વિશ્વની શાનદાર યાટ

1. અજામ

5 biggest and most expensive yacht in the world, equipped with luxury amenities from

અજામને વિશ્વની સૌથી મોટી યાટ તરીકે ઓળખવામાં આવે છે. તેને બનાવનારી કંપની લર્સન યાટે 5 એપ્રિલ 2013માં તેને ખરીદદારને સોંપી હતી. 590 ફુટની આ યાટને બનાવવામાં ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો. આ યાટ 30 નોટીકલ માઇલ પ્રતિ કલાકની વધુમાં વધુ ઝડપે દોડી શકે છે. તેને બનાવવામાં લગભગ 3812 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. યૂનાઇટેડ આરબ અમીરાતના પ્રમુખ ખલીફા અલ નાહ્યાન તેના માલિક છે.

2. ઇક્લિપ્સ

5 biggest and most expensive yacht in the world, equipped with luxury amenities from5 biggest and most expensive yacht in the world, equipped with luxury amenities from

આ યાટની લંબાઈ 538 ફુટ છે. તેનું નિર્માણ કાર્ય વર્ષ 2010માં પુરુ થયું હતું. આ મોટરયાટના ઈન્ટીરિયરને ટેરેન્સ ડિસડેલે ડિઝાઇન કરી છે. આ યાટને તમે ભાડે પણ લઈ શકો છો. તેને બનાવવામાં લગભગ 2448 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ યાટ રશિયન બિઝનેસમેન રોમન એબ્રમોવિચની છે.

3. દુબઈ

5 biggest and most expensive yacht in the world, equipped with luxury amenities from

પ્લેટિન યાટે ‘દુબઇ’ને વર્ષ 2006માં લોન્ચ કરી હતી. તેની લંબાઈ 531 ફુટ છે. સ્ટીલ અને એલ્યુમિનિયમથી બનેલ તેના સ્ટ્રક્ચરને વિખ્યાત ડિઝાઇનર એન્ડ્ર્યુ વિંચે તૈયાર કરી છે. પહેલા તેનું નામ પ્લેટિનમ રાખવામાં આવ્યું હતું, પરંતુ લોન્ચિંગ સમયે તેને નવું નામ આપવામાં આવ્યું. તેને બનાવવામાં લગભગ 2420 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો. તેના માલિક યૂએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન રાસિદ અલ-મકદૂમ છે.

4. અલ-સઈદ

5 biggest and most expensive yacht in the world, equipped with luxury amenities from

આ યાટની લંબાઈ 508 ફુટ છે. તેને બનાવવાનો ઓર્ડર વર્ષ 2006માં આપવામાં આવ્યો હતો. વર્ષ 2008 સુધીમાં આ યાટ બનીને તૈયાર થઈ ગઈ હતી. આ યાટ લર્સન કંપનીએ બનાવી છે. આ આલીશાન યાટનું ઈન્ટીરિયર રેડમેન ડબ્લ્યૂ ડિક્સને જ્યારે એક્સટીરિયર ઇસ્પેન ઓઇનોએ ડિઝાઇન કરી છે. તેની વધુમાં વધુ ઝડપ 47 કિલોમીટર પ્રતિ કલાકની છે. હાલમાં ઓમાનના સુલ્તાન કબૂસ બિન સઈદ તેના માલિક છે.

5. ટોપાઝ

5 biggest and most expensive yacht in the world, equipped with luxury amenities from

આ યાટ 482 ફુટ લાંબી છે. આ યાટ 2012માં બનીને તૈયાર થઈ હતી. તેને જર્મન કંપની લર્સન યોટે બનાવી હતી. તેના ઇન્ટીરિયરને ટેરેન્સ ડિસડેલે ડિઝાઇન કરી છે. તેનું વજન 11590 ટન છે. તેના માલિક મંસૂર બિન જાયદ અલ નાહયાન છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,558 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + 4 =