ભારત માં હોઈ કે વિદેશમાં. દરિયાકિનારો બધા ને જ પસંદ આવે છે. મોટાભાગે જયારે તમે દરિયાકિનારે જાવ ત્યારે કથ્થઈ રંગની જ માટી તમને જોવા મળે. પણ, દુનિયાના એવા ઘણા બધા દેશો છે જેના બીચ અલગ અલગ રંગમાં છે.
કાળો બીચ
આ પ્રકાર નો બ્લેક બીચ કોસ્ટારિકા માં સ્થિત છે. અહીની રેતી નો રંગ કાળો છે. ખરેખર, આને દુનિયાનો સૌથી અનોખો બીચ માનવામાં આવે છે. આ બીચ દેખાવમાં પણ શાનદાર લાગે છે.
લીલો બીચ
આ પ્રકારનો બીચ ફ્રેંચ ગુયાના ના કૌરૂ માં આવેલ છે. આ બીચ નો રંગ લીલો એટલા માટે છે કારણકે અહીની રેતી લીલી છે, એ પણ ખનીજ તત્વના કારણે.
કેસરી બીચ
કેસરી દરિયાકિનારો તમને સાર્ડીનિયા ના પોર્ટો ફેરો માં જોવા મળશે. અહીની દરિયાઈ રેતી નો રંગ કેસરી રંગ નો છે. આ રંગ પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. ખરેખર, તમે દુનિયા ના આવા અલગ અલગ રંગના દરિયાકિનારા જોશો ત્યારે તે તમારા માટે અવિસ્મરણીય નઝારો હશે.
પિંક બીચ
ગુલાબી રંગ નો દરિયાકિનારો કોણે જોવો ન ગમે? ઠીક છે, આ પ્રકારનો ગુલાબી બીચ બહામાસ ના હાર્બર દ્રીપ પર છે.
પીળો બીચ
પીળા રંગના બીચને જોતા જ મનમાં શાંતિ, સુકુન નો અહેસાસ થાય. આ દરિયાકિનારો હવાઈ ના પપોહા માં આવેલ છે. બાકી દરિયાકિનારા ની જેમ જ આ બીચ ની રેતીમાં પીળો કલર મળેલો છે.