આંખો પર કરવામાં આવેલુ ટેટૂ
આજકાલ ટેટૂ કરાવવું એક પેશન બની ગયું છે, ખાસતો યુવાવર્ગમાં તેનુ ચલણ વધારે જોવા મળે છે. જોકે અમુક ટેટૂ માત્ર પેશનના સહારે કરાવી શકાતા નથી. પરંતુ તેના માટે વધુ હિંમતની જરૂર પડતી હોય છે. જોકે વિચિત્ર રીતે ટેટૂ કરાવવાવાળા લોકોની વિશ્વમાં અછત નથી. આજે અમે અમુક આવા જ વિચિત્ર ટેટૂ કરાવનારા લોકોની તસવીરો રજૂ કરી રહ્યાં છીએ, જેઓએ આંખ જેવા નાજુક અંગો પર ટેટૂ કરાવવાનું જોખમ લીધુ. આ લોકોની કંઇ અલગ કરવાની ઇચ્છા તેમના માટે મોંઘી સાબિત થઇ શકતી હતી.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર