નાની નાની વસ્તુને ધ્યાનમાં રાખીને પણ વધતા વજન પણ કાબુ રાખી શકાય છે. સૌપ્રથમ ખાવા – પીવાની વસ્તુ પર કાબૂ રાખવું જોઈએ. તાજા ફળોનું સેવન નિયમિત કરવું જોઈએ કારણકે તેમાં પ્રોટીનની માત્રા વધુ હોય છે. દરરોજ કસરત કરવી અને ખુબ પાણી પીવું.
ખાવા-પીવામાં ધ્યાન રાખવું
સામાન્ય રીતે વજન ધટાડવા લોકો ખાવા-પીવાની વસ્તુ પર ધ્યાન આપતા જ હોય છે. પરંતુ લોકોને ખાવાનો યોગ્ય પદ્ધતિ વિષે ખબર નથી હોતી. ભોજન કરતા પહેલા દરરોજ સલાડ અને કાચા શાકભાજી ખાવા અને ત્યારબાદ જ દિવસ અને રાત્રિનું ભોજન કરવું જોઈએ.
પ્રોટીન યુક્ત વસ્તુ
દુધમાંથી વધારે માત્રામાં પ્રોટીન મળે છે. તેથી દૂધ પીવું. તમે સવારના નાસ્તામાં પ્રોટીન યુક્ત ખોરાક લઇ શકો છો.
કસરત
સવાર હોય કે પછી સાંજ પણ દરેક લોકોએ કસરત અવશ્ય કરવી જોઈએ. કસરત કરવાથી માંસપેશીઓ સંકોચાય છે. જેથી ઉર્જાની જરૂર પડે છે. જરૂરી નથી કે કલાકો સુધી કસરત કરવી પણ તમે અડધી કલાક પણ કરી શકો છે.
તાજા ફાળો
આજ કાલ લોકો સ્વાસ્થ્ય પ્રત્યે એટલા સાવધાન થઇ ગયા છે કે ભૂખ લાગે ત્યારે ફળોનું જ્યુસ પીવે છે. અમુક લોકો એવું પણ માનતા હોય છે કે ફળોના રસનું સેવન કરવાથી વજન ઘટાડી શકાય છે. પરંતુ જો તમારે ફળોના રસનું સેવન કરવું હોય તો તમે કરી શકો પણ જાડા રસનું સેવન ક્યારેય ન કરવું.
પાણી
શરીરને સ્વસ્થ રાખવા માટે દિવસમાં ૮ ગ્લાસ પાણી પીવું જોઈએ. પરંતુ ક્યારેક આવું નથી થતું એટલે તમારા બેગમાં રોજ પાણીની બોટલ રાખો. પાણી પીવાથી પણ શરીરમાં કેલેરી વપરાય છે. જો તમને તરસ લાગે તો કોલ્ડ્રીંક કે પછી સોડાનું ક્યારેય સેવન ન કરવું. વજનમાં ધટાડો કરવા ખોરાક ઓછો ખાવો એવું જરૂરી નથી પણ ખોરાકને સંતુલિત રીતે સમજવો જોઈએ.