દુનિયાભરમાં એવા ઘણા રહસ્યો છે જે વણઉકેલ્યા છે. ઘણી શોધી અને રીસર્ચીસ બાદ પણ પૃથ્વી પરના અમુક રહસ્યોનો ઉકેલ થયો નથી. તેમાંથી જ એક છે આ ‘મોરાકી પથ્થર’. જોકે, લોકોને જયારે આવી જગ્યાઓ વિષે ખબર પડે ત્યારે તે અટ્રેક્શનનું કારણ બને છે અને લોકોમાં આવી વસ્તુ જાણવાનો ક્રેઝ વધે છે.
સાઉથ આઈલેન્ડ ન્યુઝિલેન્ડ ના ઈસ્ટ કોસ્ટમાં આવેલ ‘કોઈકાહે’ બીચ પર 12-12 ફુટના સ્ટોન્સ (પત્થરો) નો ઢગલો છે જે, કોઈ અજાયબીઓ થી ઓછો નથી. ખરેખર, આ ખુબ જ વિચિત્ર છે. લુક વાઈસ આ પથ્થર સીપ (શંખલા) અને મોતી જેવા લાગે છે.
આ પથ્થરો હજારો વર્ષોથી અહી છે. એક જ સાઈઝ અને સંપૂર્ણપણે ગોળ પથ્થરો ક્યાંથી આવ્યા તે અંગે કોઈ જાણતું નથી. વર્ષોથી આ પથ્થરો રાજ બની રહેલ છે.
આ પથ્થર અંગે સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ સંપૂર્ણપણે ગોળ છે. સામાન્ય રીતે કોઇપણ પથ્થર એકદમ ગોળ ન હોય.
એવું કહેવામાં આવે છે કે આ પથ્થરોની સંરચના નું નિર્માણ લાખો વર્ષોથી કોઈ અશ્મિભૂત અને દરિયાઇ રેતીના જામવાને કારણે થયું છે. ઉપરાંત આ પથ્થરો કીચડ, ચીકણી દરિયાઇ રેતી, ધૂડના કણોથી બન્યા છે, જેના પર કેલ્સાઈટનો લેપ લાગેલ છે.
આવી સંરચના ધણી જગ્યાએ જોવા મળે છે, પણ ન્યુઝીલેન્ડના આ બીચમાં આ સંરચના મોટા આકારોમાં જોવા મળે છે. જે ખરેખર અજીબ છે.
https://www.youtube.com/watch?v=rMV3PH-wio8