જયારે આપણી સમક્ષ આઈલેન્ડની વાત આવે ત્યારે આપણને ચારે તરફ પાણીથી ઘેરાયેલ લીલાછમ દ્રશ્યો નજરે આવે ખરુંને? અને એવું પણ આપણે ઈમેજીન કરીએ કે ત્યાં રહેલા લોકોને કેવી મજા આવતી હશે. વેલ, આજે અમે તમને એક એવા આઈલેન્ડ વિષે જણાવવાના છીએ જે પોતાનામાં કેટલાય રહસ્યો છુપાવીને બેસેલ છે.
ખરેખર, સન 1963 ની પહેલા આ આઈલેન્ડનું અસ્તિત્વ જ નહોતું. આ આઈલેન્ડનું નામ ‘સરટસે આઈલેન્ડ’ છે. પહેલા આઈલેન્ડની જગ્યાએ ચારેકોર એકલું પાણી જ હતું. 1963 માં અહીના પાણીની અંદર અચનાક જ જ્વાળામુખી ફાટ્યો.
આ પાણીમાં જ્વાળામુખી લગાતાર જ 1967 સુધી વિસ્ફોટ થતો રહ્યો. આની સાથોસાથ આ આઈલેન્ડની ઊંચાઈ અને આકાર બદલાતો ગયો. આના વિષે આજે પણ વૈજ્ઞાનિકો નથી જાણતા કે આવું કેવી રીતે શક્ય છે. તેમની પાસે સહેજ પણ જાણકારી નથી.
આ રહસ્યમય આઈલેન્ડ પર અમુક વૈજ્ઞાનિકોને છોડીને કોઈને પણ જવાની પરવાનગી નથી. આ આઈલેન્ડને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટમાં ધોષિત કરવામાં આવ્યો છે.