આ છે ભારતના શાપિત સ્થાન, જાણો કયા છે સ્થાનો

દુનિયામાં એવા ધણા બધા શાપિત સ્થળ છે. આ શાપિત સ્થળ નિર્જન છે તો કોઈક સ્થળે ભૂત થાય છે. કેટલાક લોકોનું માનવું છે કે એ સ્થળે જવાથી આપણું અહિત થાય છે તો કેટલાક લોકો પોતાના મનોરંજન માટે જાય છે. તો ચાલો જાણીએ કે ભારતમાં કઈ જગ્યાએ શાપિત સ્થળ છે અને તેની અસર આજે પણ વર્તાય છે. શાપિત સ્થળને અર્થ એ નથી કે આ સ્થળ ખરાબ છે પણ આજે પણ આ સ્થળે સેંકડો માત્રામાં લોકો જાય છે.

જમીનમાં દફન નગરી

India damned place | Janvajevu.com

મધ્યપ્રદેશના દેવાસ જીલ્લાનું ગામ ગંધર્વપૂરીને આજે પણ લોકો શાપિત મને છે. આ ગામ પ્રાચીનકાળમાં રાજા ગંધર્વસેનના શાપથી આખું ગામ પથ્થરોમાં રૂપાંતરિત થઈ ગયું. અહીના દરેક વ્યક્તિ, પશુ અને પક્ષી બધા શાપને કારણે પથ્થરના બની ગયા હતા. પછી એક ધૂળની આંધી આવી અને જેનાથી આ આખુ ગામ જમીનમાં દફન થઈ ગયું.

દેવાસની સોન્કછના તાલુકામાં એક એવું ગામ જે ભારતના બુદ્ધકાલીન ઇતિહાસમાં સાક્ષી છે. આ ગામનું નામ પહેલા ચંપાવતી હતું. ચંપાવતીનો પુત્ર ગંધર્વસેનના નામથી આ ગામ ગંધર્વપૂરી બની ગયું.

માન્યતા અનુસાર અહી માલવ ક્ષત્રપ આ ગામ ગંધર્વસેન, જેને ગર્ધભીલ્લ પણ કહેવામાં આવે છે તેના શાપથી આ આખી નગરી પથ્થરોમાં રૂપાંતરિત થઈ ગઈ. રાજા ગંધર્વસેનની વિષે અનેક કિસ્સાઓ પણ પ્રચલિત છે, પણ સ્થાન વિષે જોડાયેલી વાત થોડી અજીબ છે. કહેવામાં આવે છે કે ગંધર્વસેને ચાર વિવાહ કર્યા હતા. ક્ષત્રાણીથી તેમને ત્રણ પુત્ર થયા સેનાપતિ શંખ, રાજા વિક્રમાદિત્ય તથા ઋષિ ભતૃહરી.

લોકોનું કહેવું છે કે આજે પણ અહી કોઇપણ જગ્યાઓમાં ખોદકામ કરીએ તો તેમાંથી મૂર્તિ નીકળે છે. આ નગરીના રાજાની પુત્રીએ રાજાની મરજી વિરુદ્ધ ગધેડાના મુખમાં ગંધર્વસેનની સાથે વિવાહ કાર્ય હતા. ગંધર્વસેન દિવસમાં ગધેડો અને રાતમાં ગધેડોની ખોળ ઉતારીને રાજકુમાર બની જતો હતો. જયારે એક દિવસ રાજાને આ વાતની ખબર પડી તો તેમને રાત્રે તે ચમત્કાતી ખોળને બાળી નાખી, જેનાથી ગંધર્વ બળવા લાગ્યા અને બળતા બળતા તેમને રાજા સહીત આખી નગરીને શાપ આપી દીધો કે જે પણ આ નગરમાં રહે તે બધા પથ્થર બની જાઇ.

ગંધર્વસેન ગધેડો કેમ બનતા તે અંગે લોકોએ જણાવ્યું કે આ ગામની નીચે એક પ્રાચીન નગરી દબાયેલ છે, જ્યાં હજારો મૂર્તિઓ છે. જમીનના ખોદકામ દરમિયાન આજે પણ અહી બુધ્ધ, વિષ્ણુ અને મહાવીર સિવાય અનેક મૂર્તિઓ મળી આવે છે. ગ્રામીણ લોકોની સુચના પછી આ મૂર્તિઓને સંગ્રહાલયમાં મુકવામાં આવી છે.

શાપિત કિરાડુ શહેર

Indian damned place | Janvajevu.comIndia damned place | Janvajevu.com

હવે આને ચમત્કાર કહેવો કે પછી અંધવિશ્વાસ પરંતુ આ શહેરમાં એક એવું પણ સ્થાન છે જ્યાં જાવ તો તમે હમેશા હમેશા માટે પથ્થર બની જાઓ. આ અંગે કોઈ કહે છે કે અહી ભૂત થાય છે તો કોઈ કહે છે કે અહી સાધુના શાપની અસર વર્તાય છે. અહીના બધા લોકો પથ્થર બની ગયા હતા અને આ જ કારણ છે કે ડરને લીધે અહી કોઈ લોકો જતા નથી. હજુ સુધી અહી કોઈએ જાણવાની કોશિશ નથી કરી કે શું સાચું છે અને શું રાત્રે અહી રહેવાથી પથ્થર બની જવાય છે? આ વાત કોઈ નથી જાણી શક્યા તેથીજ તો આ રહસ્ય અખંડિત છે.

એક એવો સમય હતો જયારે અહી સામાન્ય રીતે પ્રવૃત્તિઓ થતી હતી અને લોકો અહી સુખી જીવન જીવતા હતા. અહી બધાજ પ્રકારની સુખ સુવિધાઓ પણ ઉપલબ્ધ હતી, પણ એક દિવસ અચાનક જ આ શહેરની કિસ્મત બદલાય ગઈ.

માન્યતા એ છે અહી એક સાધુનો શાપ લાગેલ છે. આ લગભગ ૯૦૦ વર્ષ પહેલાની વાત છે. જયારે અહી પરમારોની શાસન ચાલતું હતું. ત્યારે આ શહેરમાં એક સાધુ આવ્યા અને થોડાક દિવસ રહ્યા બાદ તે સંત તીર્થ ભ્રમણ માટે નીકળ્યા તો તેમના શિષ્યોને તેમણે સ્થાનીય લોકોના ભરોસે છોડી દીધા અને કહ્યું કે તમે ભોજન આપજો અને આ લોકોની સુરક્ષા કરજો.

સંત ગયા પછી તેમના બધા શિષ્યો બીમાર પડ્યા અને એક કુંભારને છોડીને કોઇપણ વ્યક્તિએ તેમની મદદ નહોતી કરી. થોડાક દિવસો બાદ સંત ફરી આ શહેરમાં આવ્યા અને તેમણે જોયું કે પોતામાં બધાજ શિષ્યો ભૂખને લીધે તડપે છે અને બીમાર છે. આ જોઈને સંત ક્રોધિત થયા.

તે સિદ્ધ સંતે કહ્યું કે જે જગ્યાએ સાધુ પ્રત્યે દયાભાવ નથી તો બીજા લોકો પર તમને શું દયાભાવ હોય? તેમણે ગુસ્સામાં પોતાના કમંડળ માંથી પાણી કાઢ્યું અને હાથમાં લઈ બોલ્યા કે જે જ્યાં છે તે રાત્રી થતા પથ્થર બની જશે. આમ કહી તેમણે સમગ્ર નગરવાસીઓને પથ્થર બની જવાનો શાપ આપી દીધો.

ત્યારબાદ પોતાના શિષ્યોની જેમણે મદદ કરી હતી તે કુંભારને બોલાવ્યો અને કહ્યું કે રાત્રી થતા પહેલા જ આ શહેરને છોડી દેજો અને જતી વેળાની પાછળ ફરીને ન જોતા. તે કુંભાર રાત્રીની વેળા થતા શહેર છોડીને જતી હતો પણ વધારે ઉત્સુકતાને કારણે તેમને પાછળ જોયું તો તે પણ દુર જઈને પથ્થર બની ગયો. આ શાપને કરને આજે આખું ગામ પથ્થરમાં રૂપાંતરિત થઈ ગયું અને જે લોકો જેમ કામ કરી રહ્યા હતા તે જ પ્રવૃત્તિમાં તેઓ પથ્થર બની ગયા.

આ શાપને કારણે આજુબાજુના ગામના લોકોમાં શોક ફેલાય ગયો. આજે પણ માન્યતા છે કે જે લોકો રાત્રીના સમયે અહી રહેશે, તે પણ પથ્થર બની જશે.

ખજુરાહોના આ મંદિરની ભવ્યતા ખુબજ સુંદર છે. આ આખું ક્ષેત્ર ખંડર છે તેમ છતાં આ જગ્યા પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.

ભાનગઢનો કિલ્લો

Indian damned place | Janvajevu.comIndia damned place | Janvajevu.com

ભાનગઢ રાજસ્થાનના અલવાર જિલ્લામાં આવેલ એક શહેર છે. ભાનગઢના આ કિલ્લાને આમેરના રાજા ભગવાનદાસે ૧૫૭૩માં બનાવ્યો હતો. વાસ્તવમાં આ શહેરમાં કોઈ નથી રહેતું કારણકે આ આખું શહેર ખંડેરમાં બદલાયું છે. અહીનો એક કિલ્લો અને મહેલને સૌથી વધારે શાપિત માનવામાં આવે છે.

અહી બજાર, ગલીઓ, હવેલીઓ, મહેલ, કુવા તથા બાગ-બગીચાઓ છે પણ આ બધું ખંડેર છે. આજે પણ આ શહેરમાં એકપણ ઘર કે હવેલી એવી નથી જેના પર છટ હોય

કહેવાય છે કે ભાનગઢમાં એક ગુરૂ બાલુ નાથ રહેતા હતા. તેમણે ભાનગઢના મહેલની મૂળ નિર્માણની મંજૂરી આપી હતી પણ સાથે ચેતવણી પણ આપી હતી કે આ મહેલની ઊંચાઈ એટલી રાખવામાં આવે કે તેનો છાયાને પણ તેના ધ્યાનની આગળ ન નીકળી શકે નહીતો આખું શહેર નષ્ટ થઈ જશે. પણ ગુરૂ બાલુની  ચેતવણી કોઈએ માની નહિ અને રાજવંશના રાજા અજબ સિંહે તે મહેલની ઊંચાઈ વધારી નાખી, જેથી મહેલની છાયાને ગુરૂ બાલુ નાથના ધ્યાન સ્થાનને ઠાકી દીધો ત્યારથી આ મહેલ શાપિત થઈ ગયો.

એવું પણ જાણવા મળ્યું છે કે અરવલ્લીની પહાડીઓ માં સિંધીયા નામનો એક તાંત્રિક પોતાના મંત્રો અને ટોટકાઓ માટે જાણીતો હતો. તે પોતાના મનમાં ભાનગઢની રાજકુમારી રત્નાવલીને ચાહવા લાગ્યો. રાજકુમારીને હાંસિલ કરવા માટે તેણે પોતાના માથામાં તેલ નાખવાનું છોડી દીધું. કહેવાય છે કે રત્નાવલી પણ મંત્રો અને ટોટકાઓની જાણકાર હતી. તેથી તેણે પોતાની શક્તિથી આ તેલના ટોટકાની જાણ થઈ. તેને આ તેલને એક મોટા ખડક પર ધોળી દીધું. જેથી તે ખડક તાંત્રિકની નજીક જાઇ. આ પ્રયોગની જાણ તાંત્રિકને થઈ અને તે ગુસ્સે ભરાયો.

તાંત્રિકે આ ખડકને પગતળે કચડી નાખતા પહેલા એક વધારે તંત્ર કર્યો અને ખડક સહીત આખા ભાનગઢને બરબાદ કરવાનો આદેશ આપ્યો. ખડકને રાતોરાત ભાનગઢના મહેલ, બજાર અને ઘરને ખંડેરમાં રૂપાંતરિત કર્યું. પરંતુ મંદિરો અને ધાર્મિક સ્થાનોમાં તાંત્રિકની તંત્ર ન ચાલે તેથી મંદિરનું શિખર તૂટતા બચી ગયું.

અસીરગઢ નો કિલ્લો

Indian damned place | Janvajevu.com

કહેવાય છે કે અહી સ્થિત શિવના મંદિરમાં મહાભારતકાળના અશ્વત્થામા આજે પણ અહી પૂજા – અર્ચના કરવા આવે છે. અસીરગઢ નો કિલ્લો મધ્યપ્રદેશના બુરહાનપુર શહેરથી ૨૦ કિલોમીટર દુર આવેલ છે. કહેવાય છે કે જો એકવાર અશ્વત્થામાને કોઈ જોય લે તો તેનું માનસીક સંતુલન બગડી જાઈ છે.

બ્રમ્હાસ્ત્ર ચલાવવાને કારણે ભગવાન શ્રી કૃષ્ણએ અશ્વત્થામાને કલિયુગમાં એક નિશ્ચિત તિથી સુધી ભટકતા રહેવાનો શાપ આપ્યો હતો. આજ કારણ છે કે લગભગ પાંચ હજાર વર્ષ પહેલાથી અશ્વત્થામા આજે પણ ભટકે છે.

શાપિત છે કૃષ્ણનો ગોવર્ધન પર્વત

Indian damned place | Janvajevu.com

ગોવર્ધન પર્વતને ગિરિરાજ પણ કહેવામાં આવે છે. પાંચ હજાર વર્ષ પહેલા ગોવર્ધન પર્વત ૩૦ હજાર મીટર ઉંચો હતો અને અત્યારે કદાચ ૩૦ મીટર જ રહ્યો છે. પુલસ્ત ઋષિના શાપને કારણે આ પર્વત એક મુઠ્ઠી રોજ ઓછો થતો જાઈ છે. આજ પર્વતને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની અંગુઠીએ ઉપાડ્યો હતો. શ્રી ગોવર્ધન પર્વત મથુરાથી ૨૨ કિલોમીટર દુર આવેલ છે.

પૌરાણિક માન્યતા અનુસાર શ્રીગિરિરાજજી ને પુલસ્ત ઋષિ દ્રોણાચાર્ય પર્વતથી વ્રજમાં લાવ્યા હતા. બીજી માન્યતા એ છે કે જયારે રામસેતુ બંધનુ કાર્ય ચાલુ હતું ત્યારે હનુમાનજી આ પર્વતને ઉત્તરાખંડથી લાવી રહ્યા હતા, ત્યારે દેવવાણી થઈ કે રામસેતુ બંધનુ કાર્ય પૂર્ણ થઈ ગયું છે તો આ સાંભળીને હનુમાનજી આ પર્વતને વ્રજમાં સ્થાપિત કરીને દક્ષીણ દિશા તરફ ગયા.

રાજા જગતપાલ સિંહનો કિલ્લો

Indian damned place | Janvajevu.com

ઝારખંડની રાજધાનીથી ૧૮ કિલોમીટરના અંતરે રાંચી – પતરાતું માર્ગના પીથોરીયા ગામમાં ૨ સદી જુના રાજા જગતપાલ સિંહનો કિલ્લો આવેલ છે. આ ૧૦૦ રૂમો વાળો વિશાલ મહેલ ખંડેરમાં પરિવર્તિત થયેલ છે. ખંડેરમાં પરિવર્તિત થવાને કારણે આ કિલ્લોમાં દરવર્ષે વીજળી પડે છે.

આશ્ચર્યની વાત એ છે કે આ કિલ્લોમાં દાયકાના દરવર્ષે વીજળી પડે છે જેનાથી દરવર્ષે તેનો એક ભાગ તૂટીને નીચે પડે છે. ગ્રામીણ લોકો અનુસાર આ કિલ્લામાં દરવર્ષે વીજળી એક ક્રાંતિકાર દ્વારા રાજા જગતપાલ સિંહને આપેલ શાપને કારણે થાય છે. આમ તો વીજળી પડવી એ એક પ્રાકૃતિક ધટના છે પણ દશકોથી એકજ જગ્યાએ પડવી એ આશ્ચર્યની વાત છે.

દેવાસનુ દુર્ગા મંદિર

Indian damned place | Janvajevu.com

આ મંદિર વિષે લોકોની અલગ અલગ માન્યતા છે. કોઈ કહે છે કે આ મંદિર જાગ્રત છે તો કોઈ શાપિત મને છે. કોઈનો દાવો છે કે અહીની દેવી ભોગમાં બલી લે છે તો કોઈક કહે છે અહી કોઈ મહિલાની આત્મા ભટકે છે.

કહેવાય છે કે દેવાસના મહારાજાએ આ મંદિરનું નિર્માણ કર્યું હતું. પરંતુ મંદિરના નિર્માણ બાદ રાજધરાનામાં અશુભ ધટના બનવા લાગી. પરિવારમાં ભંગ પડવા લાગ્યો. સ્થાનીય લોકોનું કહેવું છે કે અહીની રાજકુમારીને રાજ્યના સેનાપતિ સાથે પ્રેમ સબંધ હતો, જે રાજાને ન ગમ્યું. ત્યારબાદ રહસ્યમય પરિસ્થિતિમાં રાજકુમારીનુ મૃત્યુ થયું અને સેનાપતિએ પણ મંદિરના પરિસરમાં આત્મહત્યા કરી. ત્યારબાદ રાજપુરોહિતે રાજાને સલાહ આપી કે આ મંદિર અપવિત્ર થયું છે. મંદિરમાં પ્રતિષ્ઠાની મૂર્તિને હટાવીને બીજે સ્થાપના કરો. ત્યારબાદ રાજાએ માં ની મૂર્તિને હટાવીને સમ્માન સાથે ઉજ્જેનના મોટા ગણેશ મંદિરમાં સ્થાપના કરી. પરંતુ આ મંદિરમાં પણ પહેલા જેવી અજીબો ગરીબ ઘટના બનવા લાગી.

સ્થાનીય લોકોનું કહેવું છે કે આ મંદિરમાંથી અજીબો ગરીબ અવાજ આવે છે. ક્યારેક સિંહનો અવાજ આવે છે તો ક્યારેક ધડીયારમાં કલાકોના ઘંટાનો અવાજ આવે છે. લોકો અહી રાતના સમયે જતા ડરે છે.

Comments

comments


13,050 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − 4 =