શું તમે કૂતરાની હાઈટનો ઘોડો જોયો છે? સામાન્ય રીતે આવા ઘોડા રસ્તા પર દેખાતા નથી હોતા. પરંતુ અમે તમને જણાવી દઈએ બ્રિટનમાં એક એવો ઘોડો છે જેની લંબાઈ કૂતરા જેટલી છે. આ ઘોડાનું નામ માઈક્રોડેવ છે અને તે બ્રિટનનો સૌથી નાનો ઘોડો છે. આની હાઈટ માત્ર 18 ઇંચ છે. તેથી આ ઘોડો નેશનલ ઇન્ટરનેશનલ રેસમાં તો ભાગ નથી લઈ શકતો પણ લોકો તેને દોડતો જોવા માટે ખાસ તે રહે છે ત્યાં આવે છે.
માીક્રોડેવની માલકણ જેન બાલ્ડવિને કહે છે કે 40 દિવસના આ ઘોડાની ઊંચાઈ જોઈને હું પણ હેરાન છે. મારા તો માન્યામાં જ નથી આવતું કે આટલો નાનો પણ ઘોડો હોઈ શકે. જેનના જણાવ્યા મુજબ તો સ્થાનિક લોકોમાં તે ખાસ્સો લોકપ્રિય થઈ ગયો છે. જન્મ 11 જૂને જન્મેલો માઈક્રોડેવ તેની માતા હૈડસનની આજુબાજુ દોડ્યા કરે છે. હેડસન 2014થી જેન પાસે છે, આ ઘોડી તેમના પતિએ તેમને ગિફ્ટમાં આપી હતી. માઈક્રોડેવ ભલે બ્રિટનનો સૌથી નાનો ઘોડો હોય પણ દુનિયાના સૌથી નાના ઘોડાનો રેકોર્ડ તો અમેરિકન ઘોડી થમ્બિલિનાના નામે જ છે. તેની ઊંચાઈ માત્ર 17 ઈંચ છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર