થોડા સમય પહેલા જ બોલીવુડમાં બિપાશા બસુ અને પ્રીતિ ઝીંટાના મેરેજ થયા છે. ભારતની પહેચાન હંમેશાથી જ વિવિધતામાં એકતાવાળા દેશ તરીકે થાય છે. ઇન્ડિયન વેડિંગની વાત જ કઈક અલગ હોય છે.
લગ્નએ જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો છે. ભારતમાં લોકો લગ્ન સમયે ભાવનાઓ, વિચારો, સમય, કેટલો ખર્ચ વગેરેને ઘ્યાનમાં રાખીને કરીએ છીએ. બોલીવુડ સેલેબ્રીટીના જયારે લગ્ન થાય કે ત્યારે લોકો તેમના કપડાઓ, લગ્નનો ખર્ચ, લગ્નની થીમ, ઇન્વીટેશન કાર્ડ, મેકઅપ, ઘરેણાઓ વગેરે જોવાય છે. જોકે બોલીવુડના આ સ્ટાર્સ લગ્નમાં પૈસાની પરવાહ નથી કરતા. તેઓ લગ્નને વધારે રોયલ, યાદગાર કરવા માટે પૈસાને પાણીની જેમ વાપરે છે.
અર્પિતા ખાન અને આયુષ શર્મા
સલમાન ખાનની બહેન અર્પિતા ખાનના લગ્ન ગયા વર્ષે થયા હતા. આ બંનેના લગ્ન હૈદરાબાદની ટોપ હોટેલ ફલકનુમા પેલેસ માં થયા હતા. હૈદરાબાદનો આ પેલેસ ‘રૂબી’ (માણેક) થી જડેલ શાહી પેલેસ છે. આમાં અનેક બીટાઉન સેલેબ્સ હાજર રહ્યા હતા. સલમાને પોતાની બહેનના લગ્નમાં કોઈ કસર બાકી નહોતી રાખી. આ અર્પિતાના ‘ડ્રીમ વેડિંગ’ હતા. આ બંનેના લગ્નનું ઇન્વીટેશન કાર્ડ સ્વર્ણની પ્લેટથી યુક્ત હતું.
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા
આ બંનેને કોણ નથી ઓળખતું. શિલ્પા બોલીવુડની સકસેસફૂલ અભિનેત્રી છે જયારે રાજ એક સારો બિઝનેસમેન છે. શિલ્પાની એન્ગેજમેન્ટ રીંગ 3 કરોડ રૂપિયાની હતી જયારે તેણીએ કપડા 50 લાખના પહેર્યા હતા. ફક્ત આટલું જ નહિ શિલ્પાના લગ્નના વેડિંગ ગાઉન પર ‘સ્વારોસ્કી ક્રિસ્ટલ’ જડેલા હતા.
વિવેક ઓબેરોય અને પ્રિયંકા અલ્વા
આ કપલે લગ્ન બે સંસ્કૃતિથી કર્યા, સાઉથ અને પંજાબી કોકટેલ. વિવેકે લગ્ન 2010 માં કર્યા હતા. આ રોયલ લગ્નમાં પુરા મંડપને ‘સ્વારોસ્કી ક્રિસ્ટલ’ થી સજાવવામાં આવ્યો હતો.
બિપાશા બાસુ અને કરણ સિંઘ ગ્રોવર
આ બંનેના લગ્ન પણ શાહી અંદાજમાં થયા. આ કપલના લગ્ન બંગાળી રીતી-રીવાજથી થયા હતા. આ બંને એ લગ્ન પહેલા પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું હતું જે ખૂબ ચર્ચામાં રહ્યું હતું. આ લગ્ન મુંબઈની ફાઈવ સ્ટાર હોટલમાં થયા હતા. આ લગ્નમાં કેટલો ખર્ચ થયો તે અંગે માહિતી નથી.
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય
અભિષેક અને ઐશ્વર્યાના લગ્નનો ખર્ચ 6 કરોડ થયો એવું જણાવવામાં આવ્યું હતું. જુનિયર બચ્ચનના લગ્ન કરવામાં પિતા અમિતાભે ખુલ્લા દિલે પૈસા વાપર્યા હતા. 20 એપ્રિલ 2007ના બંને લગ્નગ્રંથિમાં જોડાયા હતાં.
આ કપલનું વેડિંગ ઈન્વિટેશન 3 ગોલ્ડન બોક્સમાં મોકલવામાં આવ્યું હતું, જે લાલ રંગની રિબન સાથે પેક કરેલાં હતાં. પહેલાં બોક્સમાં કાર્ડ હતું. બીજામાં ચોકલેટ, મિઠાઈનાં 24 પીસ તથા ત્રીજામાં ગણેશની મૂર્તિ હતી. આ લગ્નમાં બોલિવૂડની સાથે રાજકારણીઓ, ક્રિકેટર્સ, બિઝનેસમેન અને અન્ય બીજા સેલેબ્સ શામેલ થયા હતા.