કહેવાય છે કે “શોખ બડી ચીઝ હે”. દુનિયામાં લોકોના શોખો પણ અજીબો ગરીબો હોય છે. અમીર લોકો ક્યારે શું કરી બેસે એ કોઈ નથી જાણતું. જેમણી પાસે વધારે પૈસા હોય એ જ આવા ઉટપટાંગ શોખ ઘરાવે એ સ્વાભાવિક છે.
ઘણા બધા લોકો હોય છે જેમને કોઈને કોઈ પોતાની ફેવરીટ વસ્તુઓ ને કલેકટ કરવાની હોબી હોય છે. જનરલી લોકોને પર્સ, ઘડિયાળ અને ગોલ્ડ વગેરે જેવી વસ્તુઓ ખરીદવાનો શોખ હોય. અહી પણ કઈક આવું જ છે. ચાલો જાણીએ આખી સ્ટોરી…
હોંગકોંગના એક વ્યક્તિ એવા છે જેમણી પાસે છે ફરારી કારોનો લાંબો એવો કાફલો. આ વ્યક્તિ ફરારીની કાર્સ કલેકટ કરવામાં વધારે દીવાનગી ઘરાવે છે. આ વ્યક્તિનું નામ ડેવિડ છે. જેમણી પાસે ફરારીના શોખને કારણે ૩૩૦ કરોડની કારો ખરીદેલ પડી છે.
આ વ્યક્તિ વિષે રોચક વાત એ છે કે આમનો જન્મ અમીર પરિવારમાં નથી થયો. કિસ્મત ક્યારે કોની ફરી જાય એ કોઈ નથી જાણતું.
“ડેવિડ લી” નામના વ્યક્તિએ પોતાને ઈંસ્ટાગ્રામ માં “ફરારી કલેકટર” જણાવ્યો છે. ડેવિડના કલેકશનમાં સુપરકાર્સ છે જેમાંથી તેમણે સૌથી વધારે ફરારી કાર પસંદ છે. ડેવિડના પિતા ‘હિંગ વા’ ૧૩ વર્ષનું આયુમાં ગરીબીથી બચવા માટે ચીનથી હોંગકોંગ ગયા હતા.
અહી તેમણે ‘જેમ વર્કિંગ’ નું કામ કરીને પોતાની આભુષણની દુકાન ખોલી. બાદમાં ડેવિડના માતા-પિતા ૯ વર્ષીય ડેવિડને લઇ અમેરિકાના લોસ એન્જીલસ ગયા. અહીંથી ડેવિડે પોતાના માતા-પિતાને સંધર્ષ અને પરિશ્રમ કરતા જોયા. બાદમાં તેઓ પોતાના ઘંઘામાં અમીર બન્યા અને પોતે મહેનત કરી કાર્સ ખરીદી.
ડેવિડનો વ્યવસાય સમગ્ર દુનિયામાં ફેલાયેલ છે. ઉલ્લેખનીય છે કે જેમનો વ્યવસાય દુનિયાના તમામ દેશોમાં ફેલાયેલ હોય તેઓ તો રીચ જ હોવાના. પૈસાદાર બનતા જ તેમણે ફરારી કાર લેવાનું શરુ કર્યું. ફોર્બ્સ મેગેઝીન માં ડેવિડે પોતાની સફળતાના ઋણી પોતાના પિતા ને જણાવ્યા છે.