શું પાણીથી બાઈક ચાલી શકે ખરા? શું પેટ્રોલ અને ડીઝલનો કોઈ મજબૂત વિકલ્પ બનાવવામાં આવ્યો છે? આજે અમુક લોકો એવા છે જે પોતાના વાહનો પેટ્રોલથી નહિ પણ પાણીથી ચલાવે છે. આ ખબર તમને ચોકાવી મુકે તેવી છે.
બ્રાઝીલ ના સાઓ પાઉલોમાં રહેતા એક વ્યક્તિએ પેટ્રોલની કિંમતથી હેરાન થતા લોકો માટે હલ શોધી કાઢ્યો છે. તેમણે પાણીથી ચાલતી બાઈક બનાવીને ઈતિહાસ રચી કાઢ્યો છે.
‘રિકાર્ડો એઝવેડોઇસ’ નામના આ વ્યક્તિ દ્વારા બનાવવામાં આવેલ બાઈકનું માઈલેજ પણ ખુબ જોરદાર છે. આ બાઈક એક લીટર પાણીમાં 500 કિલોમીટર ચાલે છે. આમાં એક બેટરી પણ લગાવવામાં આવેલ છે. આ બાઈકથી પ્રદૂષણમાં પણ ધટાડો થશે, જેથી એન્વાયરમેન્ટ પણ શુદ્ધ રહેશે.
આ બાઈકમાં પાણીથી બેટરી દ્વારા હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે. આ હાઇડ્રોજન બાઈકમાં ફ્યુઅલ (ઈંધણ) તરીકે વાપરવામાં આવે છે. વેબ પોર્ટલ આરટી નેટવર્કના અનુસાર રિકાર્ડો એઝવેડોઇસ એ સામાન્ય મોટરસાયકલ માં મિકેનિકલ બદલીને તેને પાણીથી ચલાવવાનું ઈન્વેન્શન કર્યું છે. આનું નામ ‘ટી પાવર H2O’ રાખવામાં આવ્યું છે.
રિકાર્ડો એઝવેડોઇસ જણાવે છે કે તેમને આ બાઈક બનાવવામાં માટે બેઝિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. આ બાઈકમાં પાણી ભરવા માટે ટેંક પણ છે. રિકાર્ડો હવે પોતાના બાઈકના ટેસ્ટીંગ માટે તૈયાર છે. જો આ બાઈક સફળ થઇ તો ટુ-વ્હીલર સેક્ટરમાં નવી ક્રાંતિ આવી શકે છે.