હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના PM નવાઝ શરિફના ધરની મુલાકાત લીધી હતી. પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરિફ ના પેલેસ વિષે લોકો ઓછુ જાણે છે. આજે અમે તમને પાકિસ્તાનના PM નવાઝ શરિફના ધરની થોડી અફલાતૂન તસ્વીરો બતાવવાના છીએ.
આ ઉપરાંત અમે તમને ઘર સાથે જોડાયેલ થોડું રસપ્રદ જાણકારી પણ જણાવવાના છીએ. આ ઘર નવાઝ શરિફની ખાનદાની હવેલી છે, જેનું નામ છે ‘રાયવિંડ પેલેસ’, જે કુલ 1,700 એકર વિસ્તારમાં ફેલાયેલ છે.
નવાઝ શરિફ ના પિતા મિયાં મોહમ્મદ શરીફ ને રાયવિંડ પેલેસ માં દફનાવવામાં આવ્યા છે. આ આલીશાન ઘરમાં નવાઝ ની માતા, પત્ની અને પુત્રીની એન્ટ્રી માટે એક વિશેષ ગેટ બનાવવામાં આવ્યો છે.
નવાઝ શરિફ નો આ રાયવિંડ પેલેસ જટ્ટી ઉમરા માં છે જ્યાં નરેન્દ્ર મોદીએ શરિફ સાથે મુલાકાત કરી હતી. નવાઝ પાકિસ્તાનના એક એવા નેતા છે જે ત્રણ વાર દેશના પ્રધાનમંત્રી બન્યા છે. પોતાની શાહી જીવનશૈલી ને કારણે નવાઝ શરિફ હંમેશાં ચર્ચામાં રહે છે. નવાઝે ક્યારેય પોતાની સંપત્તિની ઘોષણા માં ઘરનો ઉલ્લેખ નથી કર્યો.