ભારત એક એવો દેશ છે જેણે સચિન તેંડુલકર, ધ્યાનચંદ, સાઈના નેહવાલ જેવા ટેલેન્ટેડ લોકોને જન્મ આપ્યો.
ભારતમાં રમતોનું ખુબ મહત્વ છે. ગીલ્લી દડાથી લઈને ક્રિકેટ સુધી દેશના ગલીગલીમાં નાના બાળકો આ રમતો રમતા હોય છે. આની સાથે જ આપણા દેશમાં ઘણી મોટી આંતરરાષ્ટ્રીય રમતોનું જેમકે 2011માં ક્રિકેટ વલ્ડ કપ અને 2010માં કોમનવેલ્થ રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે.
આ બધા આયોજન માટે ભારતના સ્ટેડિયમ છે, જે ખુબ વિશાળ છે. જેને જોઇને તમે દંગ રહી જશો.
ઈડન ગાર્ડન્સ, કોલકાતા
કોલકાતા શહેરનું ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ભારતના શ્રેષ્ઠ સ્ટેડિયમ માંથી એક છે. આને એક બાજુએ કોલકાતાની શાન કહેવામાં આવે છે. આ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ફેમસ છે. આને ભારતના સૌથી મોટા સ્ટેડીયમનો દરજ્જો આપવામાં આવ્યો છે. આની દર્શક ક્ષમતા લગભગ 1 લાખ લોકોની છે.
હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ, ધર્મશાલા
આને ધર્મશાલા ક્રિકેટ સ્ટેડિયમ ના નામે પણ ઓળખવામાં આવે છે. લગભગ 1400 મીટરની ઊંચાઇ પણ બનેલ આ સ્ટેડિયમ ભારતનું સૌથી સુંદર સ્ટેડિયમ છે. અહી તમે આસપાસની હિમાલય ટેકરીઓ (પહાડીઓ) ને પણ જોય શકો છો. આ સ્ટેડિયમની ચારે તરફનો નઝારો જોવાલાયક છે.
જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ, દિલ્હી
ભારતીય ઓલિમ્પિક એસોસિયેશન દ્વારા સંચાલિત આ સ્ટેડિયમ 2010 માં 19 કોમનવેલ્થ રમતોત્સવમાં મુખ્ય સ્ટેડિયમ હતું. આ સ્ટેડિયમમાં વિવિધ પ્રકારની રમતો રમવાનું સુવિધાઓ આપવામાં આવી છે અને આની ભવ્યતા જોવા લાયક છે.
સુબ્રતા રોય સહારા સ્ટેડિયમ, પુણે
આ ભારતનું સૌથી નવું સ્ટેડિયમ છે. જે ઘણા પ્રકારની નવી સુવિધાઓથી સજ્જ છે. અહી તમને બધા પ્રકારના રમતની સુવિધા મળશે. આ ભારતનું ઉન્નત અને નવું સ્ટેડિયમ છે. અહી સ્ટેડિયમ સિવાય સ્વિમિંગ પૂલ, સ્ક્વોશ, બેડમિંટન કોર્ટ, બાર અને રેસ્ટોરાં પણ છે.
સોલ્ટ લેક સ્ટેડિયમ, કોલકાતા
આ પણ એવા પ્રકારનું સ્ટેડિયમ છે જ્યાં વિવિધ પ્રકારની રમતો રમાય છે. આ ભારતનું બીજા નંબરનું સ્ટેડિયમ છે. ઉપરાંત અહી દુનિયાનું બીજા નંબરનું ફૂટબોલ સ્ટેડીયમ પણ છે. અહી ઘણા બધા પ્રકારની રાષ્ટ્રીય સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવે છે.