એક સમયનું રણ દુબઈ અત્યારે તો પેટ્રોલિયમના જોરે સ્વર્ગ સમાન બની ગયુ છે. ત્યાંના શેખો જાહોજલાલી માં આળોટી રહ્યા છે. તેમની પાસે ધનના ભંડાર આવતા તેના શોખ પણ નિરાળા થવા લાગ્યા છે.
અહીના શેખના શોખો વિશે જોઈ કે જાણીને તમારી આંખો ફાટી રહી જશે. શેખો પ્રાણી પાળવાના શોખીન છે. પરંતુ તેમના ઘરમાં કુતરા, બિલાડાના બદલે પ્રાણી તરીકે સિંહ, વાઘ કે ચિત્તા રાખવાનું પસંદ કરે છે. લક્ઝરીયસ કાર્સના કાફલા જોતા જ જામે છે. તમને અહીના રોડ પર એકથી એક ચઢિયાતી લક્ઝરી કાર્સ જોવા મળશે.
સામાન્ય રીતે ATM મશીન માંથી લોકો રૂપિયા કાઢી શકે પણ દુબઈની વાત જ નિરાળી છે અહી તો એટીએમ મશીનમાંથી તમે સોનું કાઢી શકો છે. અહીના પોલીસો પણ લેમ્બોર્ગીની જેવી લક્ઝરી કાર્સનો ઉપયોગ કરે છે. અહીના લોકો સોનાની અને હીરાથી ઝડેલ ગાડીઓઅ ફરવાનું પસંદ કરે છે. દુબઈ ના શેખોની એવી જોરદાર તસ્વીરો અહી બતાવવામાં આવી છે જેણે જોઇને તમને લાગશે કે ‘શોખ બડી ચીઝ હે લેકિન શેખ ઉસસે ભી બડી‘.