‘હાર્મોની ઓફ ધ સી’ (Harmony of the Seas) ને દુનિયાનું સૌથી મોટું ક્રુઝ શીપ માનવામાં આવે છે, જેની લંબાઈ એફિલ ટાવર કરતા પણ ૫૦ મીટર વધારે છે. આનું વજન ૧.૨ લાખ ટન છે. આની લંબાઈ ૩૬૧ મીટર છે. આ ૪૦ કિમી પ્રતિ કલાક ની સ્પીડે પાણીમાં દોડે છે.
આ ભવ્ય શીપ ને યુએસ આધારિત ‘રોયલ કેરેબિયન કૃઝેસ લીમીટેડ’ (Royal Caribbean Cruises Ltd) માટે બનાવવામાં આવ્યું છે. ‘હાર્મોની ઓફ ધ સી’ નામના આ ક્રુઝમાં આકર્ષિત કરે તેવું ઘણું બધું નહિ પણ બધું જ છે.
આમાં ઘણા બધા આકર્ષક સ્વીમીંગ પુલ, વર્લપુલ અને વોટર પાર્ક શામિલ છે. જેમાં ૨૧૦૦ ટન પાણી રહેલ છે. રસપ્રદ વાત એ છે કે અહીના સ્વીમીંગ ખૂબ જ મોટા હોવાથી તમે આમાં સર્ફિંગ પણ કરી શકો છો.
આ પહેલું એવું શીપ છે જેમાં બાળકો માટે સ્વીમીંગ પુલ્સ બનાવવામાં આવ્યા છે. હાર્મોની ને ફ્રાંસ ના એટલાન્ટીક ના કિનારે બનાવ્યું છે. જયારે આ શીપ પહેલી વાર પાણીમાં દોડ્યું ત્યારે ૭૦ હજાર લોકોએ આને બહારથી જોયું, જે ખુબ મોટી વાત કહેવાય. ટાઈટેનિક પછીનું સૌથી મોટું શીપ તમે આને કહી શકો છો.
જયારે આ પાણીમાં તરે છે ત્યારે વીશાળ હોવાને કારણે પાણીમાં કોઈ શહેર તરતું હોય તેવો આભાસ થાય છે. આ શીપમાં ૧૬ માળ છે. આમાં ૬૩૬૦ યાત્રીઓ રહી શકે તેવી શાનદાર જગ્યા છે. મહેમાનો નો ખ્યાલ રાખવા શીપ માં ૨૧૦૦ જેટલા ક્રુ મેમ્બર કામ કરે છે. આમાં પ્રવાસીઓ ને ‘સુપર લક્ઝરી ફેસિલિટી’ આપવામાં આવે છે.
આને બનાવવામાં ૭૬૦૦ કરોડ જેવી ભારી ભરકમ રકમ ખર્ચવામાં આવી છે. આમાં ૨ રોબોટ બાયોનિક બારમાં પેસેન્જર્સ ને ડ્રીંક સર્વ કરે છે. આમાં પોતાની જ ‘હાઈ સ્ટ્રીટ’ છે. ઉપરાંત આમાં સેન્ટ્રલ પાર્ક પણ છે, જેમાં ૧૨૦૦૦ જેટલા પ્લાન્ટ (છોડ) લાગેલ છે.
આમાં ૧૮ ડેક (જહાજની સપાટી), કેસિનો, મીની ગોલ્ફ કોર્સ, ઓડીટોરીયમ, ૧૬ રેસ્ટોરન્ટ, ૨૪ લીફ્ટ, કેફે, મોલ્સ અને શોપિંગ સેન્ટર આવેલ છે. સાથે જ આમાં ૧૩૮૦ સીટો વાળું ભવ્ય થીયેટર પણ છે.