સિનેમા પ્રત્યે લોકોની એક અનોખો જ પ્રેમ હોય છે. આજના જમાનામાં લોકો ફિલ્મ્સ જોવાનું વધારે પસંદ કરે છે, તેથી જો તેમને અન્ય સિનેમા હોલ કરતા થોડી એક્સ્ટ્રા સુવિધા આપવામાં આવે તો તેમને સિનેમાપ્રેમી ઓ ને એ વધારે પસંદ આવે. આજે એક એવા થીયેટર વિષે જણાવશું જ્યાં તમને અલગ જ સુવિધા મળશે.
વેલ, આ થીયેટર નું નામ ‘ઓલિમ્પીયા થિયેટર’ (Olympia theatre, Greece) છે, જે ગ્રીસ માં આવેલું છે. આ ભવ્ય થીયેટર માં દર્શકો બેસ પર સુતા સુતા ફિલ્મ જોઈ શકે છે. આ બેડ પર બે લોકો સુઈને પોતાની મનપસંદ મુવી જોઈ શકે છે.
આ થીયેટર ની સુંદરતા લોકોના મન મોહી લે છે. અહી મોટાભાગે કપલ્સ આવે છે, તેથી પ્રાઈવેસી નો પણ પુરેપુરો ખ્યાલ રાખવમાં આવ્યો છે.
આ થિયેટરની અંદર દર્શકોને આલિશાન બિસ્તર પર સુતા-સુતા ફિલ્મ જોવા મળે છે. તેની પ્રત્યેક બેડ જેવી સીટ પર બે લોકો સુઈને મુવી જોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે સૌથી પહેલા 1910માં ઓલિમ્પીયા થિયેટરની ડિઝાઈન આર્કિટેક્ટ સ્ટૈવરોસ ક્રિસ્ટિડિસે તૈયાર કરી હતી. તો વર્તમાન ઓલિમ્પીયા થિયેટરની ડિઝાઈન 1950માં કરાઈ હતી.
તો જયારે તમે ગ્રીસ જાવ તાય્રે ચોક્કસ પોતાના પાર્ટનર સાથે આ થીયેટર માં ફિલ્મ જોવા જવું.