ભૂત, પ્રેત, આત્માઓની અસ્તિત્વ બધા યુગ, બધી સભ્યતા અને બધા દેશમાં રહેલ છે. એટલા માટે સંસારના કેટલાક વિસ્તારોમાં ડરાવની અને ભૂતિયા જગ્યાઓ છે. આજે અમે તમને દુનિયાની કેટલીક ડરાવતી જગ્યાઓ વિષે જણાવવાના છીએ.
બીચવર્થનું પાગલખાનું, ઓસ્ટ્રેલિયા
બીચવર્થનું પાગલખાનું ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં આવેલ છે, જે ૧૮૬૭ થી ૧૯૯૫ સુધી એક મેન્ટલ હોસ્પિટલ હતું. આ પાગલખામાં એક સાથે ૧૨૦૦ દર્દીઓને રહેવાની વ્યવસ્થા હતી. આ પાગલખામાં ૧૩૦ વર્ષના ઇતિહાસમાં ૯૦૦૦ પેશન્ટ મરેલા છે. માનવામાં આવે છે કે અહી તેમની આત્મા છે તેથી લોકો અહી આવવામાં ડરે છે.
લોકોને સુસાઈડથી રોકવા માટે પોલીસે જંગલમાં ઘણી જગ્યાએ નોટીસ બોર્ડ લગાવ્યા હતા જેમાં લખેલું હતું કે “તમારી જિંદગી તમારા માતા-પિતા માટે એક અણમોલ ભેટ છે” અથવા “મહેરબાની કરીને મરતા પહેલા એકવાર પોલીસનો સંપર્ક કરવો.” લોકોનુ માનવું છે કે જે લોકોએ સુસાઈડ કર્યો તેમની આત્મા અહી ભટકે છે. એક પ્રાચીન કિવદાંતીના અનુસાર એકવાર પ્રાચીન જાપાનમાં અમુક લોકો તેમના ભરણપોષણ માં અસમર્થ હતા ત્યારે તે લોકોને આ જંગલમાં છોડવામાં આવ્યા, જ્યાં ભૂખને કારણે તે લોકોનું મૃત્યુ થયું હતુ. માનવામાં આવે છે કે એ ભૂત જંગલમાં આજે પણ શિકાર કરે છે.
ઓકીધારા, જાપાન
જાપાનમાં માઉંટ ફૂઝીમાં આવેલ ઓકીધારાનુ આ જંગલ, દુનિયામાં સુસાઈડ ફોરેસ્ટના નામે જાણવામાં આવે છે. અહી સેકડો સંખ્યામાં લોકો સુસાઈડ માટે આવે છે. સુસાઈડ કરેલા લોકોની લાશ હટાવવાનું કામ લોકલ પોલીસ સાલાના અભિયાન કરે છે. અહી વર્ષમાં સેકડો લાશોને એકઠી કરવામાં આવે છે પણ આનો ખુલાસો પેલીસ એ ડરથી નથી કરતી કે વધારે લોકોને સુસાઈડ કરવાની પ્રેરણા મળે. ફક્ત એક જ વાર પોલીસે ૨૦૦૪માં ૧૦૮ લાશોનો આંકડો ઘોષિત કર્યો હતો.
ધ પ્રિન્સેસ થિયેટર, ઓસ્ટ્રેલિયા
આ થિયેટરમાં ૧૮૮૮માં એક ઇટાલિયન સિંગર ફ્રેડેરિકા બેકરનુ સ્ટેજ પર મુત્યુ થયું હતુ. માનવામાં આવે છે કે અહી તેની આત્મા ભટકે છે. કેટલાક વર્ષોથી જયારે અહી કોઈ પરફોર્મન્સ થતુ ત્યારે સિંગર ફ્રેડેરિકા બેકરની માટે એક સીટ રિઝર્વ થતી. આવોજ કિસ્સો ભારતના પૂર્વ સૈનિક બાબા હરભજન સિંધ સાથે જોડાયેલ છે, જેના માટે આજે પણ ભારત – ચાઈનાની વચ્ચે થતી બધી ફ્લેંગ મીટીંગમાં એક ખુરશી ખાલી રાખવામાં આવતી હતી જેથી તેની આત્મા તે મીટીંગ અટેન્ડ કરી શકે.
હેલ ફાયર ક્લબ, આયર્લેન્ડ
આયર્લેન્ડની આ બિલ્ડિંગનુ નિર્માણ મોંટપિલર હિલમાં ૧૭૨૫માં થયું હતું. આ જગ્યાનો ઉપયોગ લોકો ડબલીન ઇલીટ અને શેતાનોની પૂજા માટે કરતા હતા. આયર્લેન્ડમાં સૌથી વધારે ડરાવની જગ્યામાં હેલ ફાયર ક્લબ શામેલ છે.
ડ્રેગસોલમ સ્લોટ, ડેન્માર્ક
આ કિલ્લાનું નિર્માણ ૧૨૧૫મા કરવામાં આવ્યું અને ૧૬૯૪માં ફરીથી બનાવવામાં આવ્યો. અહી એકસાથે ઘણા બધા કેદીઓને રાખવામાં આવતા અને સજા આપતા. માનવામાં આવે છે કે અહી ત્રણ ભૂત છે, જેમાંથી એક ગ્રે લેડી અને બીજી એક મહિલા લેડી જોકે એક કેદીનું ભૂત છે. જો અહીના લોકોનો અનુભવ માનવામાં આવે તો કેટલીક વાર તે ભૂતનુ અહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
મનીલા ફિલ્મ સેન્ટર, ફિલીપીન્સ
આ જગ્યા એક ડરાવની જગ્યા તરીકે નથી દેખાતી, પરંતુ આ જગ્યાને સૌથી વધારે ડરાવની શામેલ કરવામાં આવી છે. આ જગ્યાનુ નિર્માણ ૧૯૮૧માં થયું, તે દરમિયાન ૧૬૯ મજુર સિમેન્ટમાં દબાઈ ગયા હતા. જેથી તે લોકોનું દર્દનાક મૃત્યુ થયું. આ દુર્ઘટના બાદ ૯ કલાક સુધી કોઈ મદદ માટે નહોતું પહોચ્યું. માનવામાં આવે છે કે અહી તેમની આત્મા આજે પણ ભટકે છે. કેટલાક લોકો અહી જોવા માટે આવે છે અને તેમનો ડરાવનો અનુભવ થવાનો દાવો કરે છે.
ભાનગઢનો કિલ્લો, રાજસ્થાન, ભારત
આ ભારતની મોસ્ટ વોન્ટેડ જગ્યા છે. આ જગ્યા રાજસ્થાનના અલવરમાં આવેલી છે. અહી ડરથી લોકો સંધ્યાની વેળાએ અને સવાર પહેલા જતા નથી. રાત્રે અમુક ધટનાઓથી આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ પણ અહી સાઈન બોર્ડમાં ચેતવણી લખી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ કિલ્લામાં જે કોઈ રાત્રે ગયું છે તે ક્યારેય પાછુ નથી આવ્યું. ભાનગઢને અકબર સેનાપતિ માનસિહના નાના ભાઈ માધોસિહનો પુત્ર ભગવંત સિંહે બનાવ્યો છે. આ મહેલને ભૂતિયા થવાના પાછળ રાજકુમારી રત્નાવતી અને તાંત્રિક સિંધુ સેવદાની એક તરફની પ્રેમ કહાની છે.
રીન્હમ હોલ, બ્રિટેન
આ બ્રિટેનની ડરાવની જગ્યા છે, લોકોનું કહેવું છે કે અહી એક ભૂરી લેડીનું ભૂત છે. લોકો આ ભૂતને ભૂરી લેડી એટલા માટે કહે છે કે તે ભૂરા રંગના વસ્ત્રો ઓઠતી હતી. જો આ ભૂત દેખાઈ તો તે બ્રિટેનના પહેલા પ્રધાનમંત્રીની બહેન ડોર્થી વાલપુલની આત્મા છે. જે કહાની પ્રચલિત છે તેના મુજબ તેના અહીના લોકલ લોર્ડની સાથે અફેર હોવાથી તે પકડાય ગઈ, ત્યારબાદ તેને રીન્હમ હોલના એક રૂમમાં બંધ કરી દીધી. તે મરી ગઈ અને તેની આત્મા આ ઇમારતમાં ભટકે છે.
લુલિયા હસડેઉ, રોમાનીયા
રોમાનીયામાં આ બિલ્ડિંગનુ નિર્માણ લુલિયા નામની ૧૯ વર્ષની છોકરીની મૃત્યુ પછી તેને પિતાએ કરાવ્યું હતુ. તેના પિતાએ આ મહેલ અને પોતાનું આખુ જીવન લુલિયા માટે સમર્પિત કરી દીધું અને અધ્યાત્મિક થઈ ગયા. માનવામાં આવે છે કે લુલિયાના પિતા આ ઈમારતના એક રૂમમાં તેની આત્માનો સંપર્ક કરે છે. આ રૂમની દીવાલો કાળા રંગની છે. લોકોનું કહેવું છે કે આજે પણ લુલિયા સફેદ કપડામાં આવે છે અને પિયાનોમાં દર્દનાક સંગીત વગાડે છે.
ચટેઉ ડી ચટેઉબ્રીયાંટ, ફ્રાંસ
આ મહેલની કહાની એક મહિલાને રૂમમાં કેદ કરવાથી મૃત્યુ થયું તે સાથે જોડાયેલ છે. આ મહેલ ૧૧મી સદીમાં બનાવ્યો હતો. આ મહેલની કહાની જીન ડે લાવલ અને તેની પત્નીની સાથે જોડાયેલી છે. ૧૫૩૭માં લાવલને તેની પત્ની પર શક હતો અને તેને રૂમમાં બંદ કરી ઝેર પીવડાવીને મારી નાખી. લાવલની પત્નીની આત્મા આજે પણ આ દુર્ગમાં ભટકે છે. ઉપરાંત કેટલાક લોકોએ તેને જોઈ હોવાનો પણ દાવો કર્યો છે.