પૂર્વ ચીનની જિઆંગશી પ્રાંતની એક અમ્બ્રેલા મેકર કંપનીએ દુનિયાની સૌથી વિશાળ અમ્બ્રેલા બનાવી છે. જેના માટે કંપનીનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં શામેલ થયું છે. જિઆંગશી ના શીંગજી કાઉન્ટી ના પ્રચાર વિભાગે જણાવ્યું હતું કે આશરે 23 મીટર વ્યાસ અને 14.4 મીટર ઊંચાઈ વાળા આ વિશાળકાય અમ્બ્રેલા માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ના ચીની પ્રતિનિધિઓ એ કંપનીને પ્રમાણપત્ર આપ્યું હતું.
કંપનીને આ પ્રમાણપત્ર શીંગજી કાઉન્ટી માં આપવામાં આવ્યું હતું. જાણકારી અનુસાર આ વિશાળ છત્રીનો વજન 5.7 ટન અને ક્ષેત્રફળ 418 ચોરસ મીટર છે. આની પહેલા દુનિયાની વિશાળ અમ્બ્રેલાનો રેકોર્ડ 17.06 મીટર વ્યાસ અને 10.97 મીટર ઊંચાઈ વાળી અમ્બ્રેલા નો હતો, જે ભારતમાં છે.