બધા લોકો રહેવા માટે સુરક્ષિત જગ્યાઓ પસંદ કરે છે, પરંતુ વિશ્વમાં કેટલાક એવા પણ સ્થળો છે જ્યાં મનુષ્યોને રહેવા માટે વધારે ખતરનાક છે. આમાંથી કેટલાક ક્ષેત્રો એવા પણ છે જ્યાં લોકોને જવા માટે પ્રતિબંધ હોય છે. આ જગ્યામાંથી કોઈક એવી પણ ખતરનાક જગ્યા છે જ્યાં જવાથી લાખો લોકોનું મૃત્યુ થઈ શકે છે. તો કોઈક એવી જગ્યા છે જ્યાં મનુષ્ય જાઈ તો બચીને પાછો આવવાની ઓછી સંભાવના રહેલી છે. આજે અમે તમને ધરતીના કેટલાક એવા જ સ્થળો વિષે જણાવવાના છીએ.
ખૂની પોખર, જાપાન
આ જાપાનની સૌથી ફેમસ જગ્યામાંથી એક છે. આ તળાવમાં તરવાની મનાઈ છે. કારણકે આનું તાપમાન ૧૯૪ ફેરનહાઈટમાં રહે છે. તળાવમાં લોખંડ અને મીઠાની માત્રા વધારે છે તેથી આનું પાણી ખૂની લાલ રંગનું હોય છે. આ પાણીમાં વરાળની સપાટીથી બાષ્પીભવન થાઈ છે. આને જોતા એવું લાગે છે કે જાણે આ નરકનું દ્વાર હોય!
કીવું લેક, આફ્રિકા
આફ્રિકાના મહાદ્રીપમાં કોંગો ઓફ ડેમોક્રેટિક રિપબ્લિક અને રવાંડાની સીમાની વચ્ચે આ લેક આવેલ છે. આ પાણીની નીચે ઊંડાઈએ મિથેન ગેસ આવેલ છે. જો આ ઝેરીલા ગેસથી બનેલા વાદળો સપાટી પર આવી જાય તો આ ક્ષેત્રમાં વસેલા ૨૦ લાખ લોકોનું મૃત્યુ થાઈ.
માઉન્ટ મેરાપી જ્વાળામુખી
માઉન્ટ મેરાપી એક સક્રિય જ્વાળામુખી છે, જે ઇન્ડોનેશિયા ના યૉગ્યકાર્ટામાં આવેલ છે. ઇન્ડોનેશિયા માં આ સૌથી સક્રિય જ્વાળામુખી છે. ૧૫૪૮ થી સક્રિય છે. જયારે આમાં વિસ્ફોટ ન થાય ત્યારે પણ આમાંથી વધારે ધુમાડાઓ નીકળે છે. આ ધુમાડો આકાશમાં ૨ માઇલ ઊંચાઈ સુધી દેખાય છે. આની આજુબાજુ ૪ માઇલથી પણ નજીક ૨,૦૦,૦૦૦ લોકો રહે છે. જો આ જ્વાળામુખી અચાનક મોટો થાય તો લોકો પાયમાલ થઈ શકે છે.
રામ્રી આઇલેન્ડ, બર્મા
આ આઇલેન્ડ બર્મામાં આવેલ છે. આ આઇલેન્ડને ગિનીસ ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એટલા માટે જગ્યા મળી છે કે અહીના ખતરનાક જાનવરોએ સૌથી વધારે લોકોને નુકશાન પહોચાડ્યું છે. આ આઇલેન્ડમાં ખારા પાણીના ઘણા બધા તળાવો આવેલ છે અને આ દ્વીપ ખતરનાક મગરોથી ભરેલ છે.
મિયાકેઝીમા આઇલેન્ડ, જાપાન
જાપાન સ્થિત આ આઇલેન્ડમાં ન્યુક્લિયર અકસ્માતો સિવાય પણ ભૂકંપ ઘટનાઓ ખુબ ઘટે છે. અહીના શ્યામા ઓયામાં જ્વાળામુખી ફાટતો રહે છે. આ જ્વાળામુખીને કારણે અહી લોકો સ્વચ્છ શ્વાસ પણ નથી લઈ શકતા. આ આઇલેન્ડમાં જીવતું રહેવા માટે લોકોને હમેશા ગેસ માસ્ક લગાવી રાખવું પડે છે, કારણકે અહી વાતાવરણમાં ઝેરી વાયુઓનું પ્રમાણ સામાન્ય કરતા વધુ માત્રામાં છે. આ ઉપરાંત આ દ્વીપમાં એક નહિ પણ અનેક જોખમો છે.
સ્નેક આઇલેન્ડ, બ્રાઝીલ
આ બ્રાઝીલના સાઓ પાલો ટાપુનો કિનારો છે. આને “ગોલ્ડન લાંસહેડ” સાંપની પ્રજાતિનું ઘર કહેવામાં આવે છે. અહી આ સાંપો સંખ્યા એટલી વધુ માત્રામાં છે કે દરેક એક ચોરસ મીટરે પાંચ સાંપ. એટલે કે તમારો સિંગલ બેડ જેટલી જગ્યામાં છે તેટલી જગ્યામાં દસ સાંપ, અને ડબલ બેડની જગ્યામાં વીસ સાંપ. આ સાપની ગણતરી વિશ્વના સૌથી ઝેરીલા સાપોમાં કરવામાં આવે છે. આનું અનુમાન તમે એ વાતથી લગાવી શકો છો કે આ સાપ જયારે કરડે છે ત્યારે માણસ ૧૦ થી ૧૫ મિનીટની અંદર જ મરી જાઈ છે. આખા બ્રાઝીલમાં સાપ કરડવાથી થયેલ મૃત્યુ માંથી ૯૦ ટકા મોત માટે સાપોને જ જવાબદાર માનવામાં આવે છે. હાલમાં બ્રાઝીલના લોકોએ આ જગ્યા પર પ્રતિબંધ મુકેલ છે.
સેબલ આઇલેન્ડ, જહાજોનને ખાનારો
કેનેડાના હેલિફેક્સ પાર્ટની પાસે આ દ્વીપ ઝાકળમાં સતત છુપાયેલ રહે છે. આને જોતા એવું લાગે છે કે તે હંમેશા શિકારની શોધ સાવધ રહે છે. આ અખાતની ગરમ લહેર લેબ્રાડોરની ઠંડી હવાને મળે છે. ઝડપી પવનો અને ઘણાં ઊંચાં મોજાંની વચ્ચે લગભગ આ દ્વીપ દેખાતો નથી. એટલા માટે અહી કેટલાક જહાજો દુર્ઘટનાગ્રસ્ત થાય છે. આ જમીનની રેતીનો રંગ સમુદ્રના પાણીની જેમ બદલાતો રહે છે. આને દુનિયાના સૌથી ખતરનાક સ્થળ માંથી એક માનવામાં આવે છે.
રોયલ પાથ, સ્પેઇન
આને દુનિયાના સૌથી ખતરનાક સ્થળ માંથી એક છે સ્પેઇન નો રોયલ પાથ. આ અલોરા નામના એક ગામની પાસે જ્યોર્જ એલ ચોરની બાજુમાં આવેલ છે. આ ખતરનાક રસ્તો ૩૦૦ થી ૯૦૦ ફૂટની ઊંચાઈ, લંબાઈ ૧.૮ મીટર અને પહોળાઈ ૩ ફૂંટ છે. સ્પેઇન ના આ રોયલ પાથને પબ્લિક માટે બંધ કરી દેવામાં આવ્યો છે. પર્યટકોની વચ્ચે હજુ પણ આ એક રોમાંચ બનેલ છે. અહી દર વર્ષે કેટલાક લોકોનું પડવાથી મોત થયેલ છે.