ટકર – 48, જેમાં સુરક્ષાનો તમામ પ્રબંધ છે.
નવી દિલ્હીઃ બધા લોકોને પસંદ આવે તેવી કાર બનાવવી ઓટો કંપનીઓ માટે હંમેશા પડકારભર્યું રહ્યું છે. ઘણી કંપનીઓએ સમયાંતરે પ્રયોગ કરીને અદભૂત, પાવરફૂલ, આરામદાયક અને એડવાન્સ ફીચરથી લેસ કારો બનાવી. પરંતુ તેમ છતાં પરિણામ એ આવ્યું કે, આ કારો તમામ લોકોને પસંદ આવી નહોતી. મનીભાસ્કરે એવી કેટલીક નિષ્ફળ કારો શોધી કાઢી છે. આવી કારોની વિશેષતા અને તેમની નિષ્ફળતા પર એક નજર નાંખીએ.
1 દરેક રીતે વિશેષઃ ટકર 48
ટકર કાર કોર્પોરેશને પાવરફૂલ કાર ટકર 48 બનાવી હતી. આ કારને ટકર તારપીડોના નામથી પણ ઓળખવામાં આવતી હતી. 1947માં ભારત આઝાદ થયું તે વર્ષે અમેરિકામાં આ કાર નબી હતી. તે સમયે તેની સુંદર ડિઝાઈનની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ કાર ઘણી રીતે ખાસ હતી. કાર પહેલીવાર ત્રીજો હેડલેમ્પ લઈને આવી હતી. જેમાં કોલેપ્સેબલ સ્ટીયરિંગ હતું અને તમામ પ્રકારની સુરક્ષા હતી. 1948ની આર્થિક મંદી અને કારની નકારાત્મક પબ્લિસિટીના કારણે કંપની 1949માં બંધ થઈ ગઈ હતી. ટકર 48 સીરીઝની માત્ર 51 કારનું જ ઉત્પાદન થયું હતું. આ કારની એટલી બધી પ્રશંસા થઈહતી કે ફ્રાન્સિસ ફોર્ડ કોપાલાએ 1988માં તેના પર બાયોપિક બનાવી હતી. આ બાયોપિકનું નામ ‘ટકર – ધ મેન એન્ડ હિસ ડ્રીમ’ હતું.
બ્રિકલિન એસવી – 1, જેને બનાવામાં કેનેડા સરકારે નાણાકીય મદદ કરી હતી.
2 સપના જેવી કારઃ બ્રિકલિન એસવી-1
અમેરિકાની ઓટોમોટિવ ઈન્ડસ્ટ્રીમાં મેલકમ બ્રિકલિનનું નામ અજાણ્યું નથી. 1960થી લઈને 1980ના દાયકામાં અમેરિકાના કાર બજારમાં તેનું વર્ચસ્વ હતું. કંપનીએ 1970માં સ્પોર્ટ્સ કાર બનાવાનો નિર્ણય કર્યો હતો. કેનેડા સરકાર વતીથી તેને નાણાકીય સહાય પણ આપવામાં આવી હતી. આ કારનું નામ એસવી – 1 અર્થાત્ સેફ્ટી વ્હીકલ 1 રાખવામાં આવ્યું હતું. કારમાં આગળ ખુલતો દરવાજો હતો. ફાયબર ગ્લાસ બોડી હતી પરંતુ સુરક્ષાના કારણોસર કારના પરફોર્મન્સ પર અસર પડી હતી. કંપનીની વિશ્વસનીયતાને નુકસાન પહોંચ્યું અને 1976 સુધીમાં કંપનીએ દેવાળું ફૂંક્યું હતું. ત્યાં સુધી એસવીની 3000થી ઓછી કારનું વેચાણ થયું હતું.
આ કાર છે કેસર ડેરિન. તેની બોડી ફાયબર ગ્લાસથી બનેલી હતી.
3. એક કાર, જેને લોકો જોતાં જ રહી ગયાઃ કેસર ડેરિન
ડેરિન કેસર મોટર્સની અંતિમ પેસેન્જર કરા હતી. આ કારની ડિઝાઈન હાર્વાર્ડ ડેરિને તૈયાર કરી હતી. ડેરિન કોચ બિલ્ડિંગના એક્સપર્ટ હતા, જે કારની બોડી બનાવામાં કુશળ હતા. ડેરિનની બોડે ફાયબર ગ્લાસમાંથી બનાવામાં આવી હતી. જેના રૂફને હટાવી પણ શકાતું હતું. કારની સૌથી મોટી ખાસિયત સ્લાઈડિંગ દરવાજા હતા. કાર બનાવનારા ડેરિન લિફ્ટ બનાવતી કંપની ઓટિસમાં કામ કરી ચૂક્યા હોવાથી આ પ્રકારની ડિઝાઈન બનાવી શકાઈ હતી. કેસર મોટર્સે 1954માં કાર બજારમાંથી નીકળવાનો નિર્ણય કરીને કારનું નિર્માણ બંધ કરી દીધું હતું. ત્યાં સુધી માત્ર 435 ડેરિન કાર જ બજારમાં આવી હતી.
આ કારનું નામ સ્કાઉટ સ્કારેબ હતું. તેના ચાર પૈડાંનું અલગ અલગ સસ્પેન્શન હતું.
4. એલ્યુમીનિયમ ફ્રેમ કારઃ સ્કાઉટ સ્કારેબ
આ કારની કલ્પના 1932માં કરવામાં આવી હતી અને તેની ડીઝાઈન હવાઈ જહાજ જેવી હતી. કારમાં એન્જિન પાછળ હતું અને ઈન્ટીરિયર મોડ્યુલર હતું. તે સમયે કારનો પાછળનો ભાગ સમથળ નહોતો. આ પહેલું વાહન હતું જેની સમગ્ર ફ્રેમ એક જ એલ્યુમીનિયમ શીટમાંથી બનાવામાં આવી હતી. ચાર પૈડાંના અલગલ અલગ સસ્પેન્શન હતા અને એવી ડિઝાઈન હતી જેને લોમ્બોર્ગિનીએ 30 વર્ષ બાદ અપનાવી હતી. તેના પરિણામે આ કારની કિંમત તે સમયે સેડાન કારની તુલનાએ પાંચ ગણી વધારે હતી. કંપનીએ માત્ર 9 કાર જ બનાવી હતી. 1946માં આ કાર બનવાની બંધ થઈ ગઈ હતી.
જિમર ક્વિકસિલ્વર
5. આરામદાયક કારઃ જિમર ક્વિકસિલ્વર
રનિંગ ગિયરના આધારે 1984માં ક્વિકસિલ્વર કાર બનાવાઈ હતી. જનરલ મોટર્સના ડિઝાઈનર ડોન જોનસને આ કારની ડિઝાન બનાવી હતી. ક્વિકસિલ્વરને કંપનીએ ફ્લોરિડા સ્થિત વડી ઓફિસમાં બનાવી હતી. આ લેવિશ કાર હતી. વધારે સ્પેસના કારણે તે આરામદાયક હતી. તેના ઈન્ટીરિયરને ઈટાલિયન લેધરથી મઢવામાં આવ્યું હતું. ચાર વર્ષ બાદ કંપની નાણાકીય સંકટમાં ફસાઈ હતી અને દેવાળી જાહેર કરવામાં આવી હતી. આ કારના માત્ર 200 યુનિટ જ બની શક્યા હતા. જોકે, હવે આ કાર વિન્ટેજ કારમાં સામેલ થઈ ગઈ છે. આજે પણ જૂની કારની કિંમત નવી કારની તુલનાએ ઘણી વધારે છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર