જો તમને પુછવામાં આવે કે દુનિયાનો સૌથી નાનો દેશ કયો છે તો તમે વેટિકન સિટીનું નામ લેશો, પરંતુ જો પુછવામાં આવે કે દુનિયાના 10 સૌથી નાન દેશો ક્યા છે અને તેનું ક્ષેત્રફળ કેટલુ છે તો ભાગ્યે જ તમને કંઈ ખબર હશે. એવામાં આજ અમે આપને ક્ષેત્રફળના હિસાબે દુનિયાના 10 સૌથી નાના દેશો વિશે જણાવીશું.
વેટિકન સિટી ઉપરાંત આમાંથી કેટલાક કોઈ દેશ 2 કિમી તો કોઈ દેશનું ક્ષેત્રફળ 200કિમી છે. જો અન્ય દેશોની સરખામણી ભારત સાથે કરાય તો આમાંથી અનેક દેશોનું ક્ષેત્રફળ આપણા એક નાનકડા કસબા, શહેર કે કોઈ રાજ્યના જિલ્લા બરાબર થાય.
વેટિકન સિટી
આ દુનિયાનો સૌથી નાનો દેશ છે. તેનું ક્ષેત્રફળ 0.44 ચોરસ કિમી છે. અહીંની વસતી 800 છે. જો કે દિવસ દરમિયાન આ દેશમાં કામ કરવ આવતા લોકોની સંખ્યા 1000 છે. અહીં અનેક શાનદાર ઈમારતો છે, જે લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષે છે.
મોનાકો
યૂરોપનું મોનકો દુનિયાનું બીજા નંબરનું સૌથી નાનું રાષ્ટ્ર છે. 20 વર્ષોથી સતત સમુદ્રી લહેરોના કારણે હવે તેનું ક્ષેત્રફળ માત્ર 2.02 ચોકિમી રહ્યુ છે. આ દેશ પર્યટનની દ્રષ્ટિએ જોતા સર્વશ્રેષ્ઠ છે.
નૌરુ
દુનિયાનો ત્રીજા નંબરનો સૌથી નાનો દેશ નૌરુનું ક્ષેત્રફળ 21.3 ચોરસ કિમી છે. દેશ પાસે પોતાની આગવી કોઈ મિલિટ્રી નથી.
તુવાલુ
આ દુનિયાનો સૌથુ સૌથી નાનું રાષ્ટ્ર છે. 26 ચોરસ કિમીમાં ફેલાયેલા તુવાલુને 1978માં બ્રિટનથી આઝાદી મળી હતી.
સૈન મૈરિનો
સૈન મૈરિનો દુનિયાનો પાંચમો સૌથી પાંચમા નંબરનો નાનો દેશ છે. 16 ચોરસ કિમીમાં ફેલાયોલા સૈન મોરીનનોની શોધ ઈપૂ 361માં થઈ. આ દુનિયાના સૌથી પ્રાચીન દેશો પૈકી એક છે
લિક્સ્ટનસ્ટીન
યુરોપનો આ દેશ સ્વિટ્ઝર્લેન્ડ અને ઓસ્ટ્રિયા વચ્ચે સ્થિત છે. આ દુનિયાનો છઠ્ઠા નંબરનો સૌથી નાનો દેશ છે. તેનું ક્ષેત્રફળ 160.4 ચોરસ કિમી છે.
માર્શલ દ્વિપ
મધ્યસાગરમાં સ્થિત આ માર્શળ દ્વિપ દુનિયાનો સાતમાં નંબરનો સૌથી નાનો દેશ છે. 181 ચોરસ કિમીમાં ફેલાયેલો આ દેશ અમેરિકાથી અલગ થઈને 1986માં અસ્તિત્વમાં આવ્યો હતો. પરંતુ તેની સુરક્ષાની જવાબદારી આજે પણ અમેરિકા પાસે છે.
સેંટ કિટ્સ અને નેવિસ
સેંટ કિટ્સ અને નેવિસનું ક્ષેત્રફળ 261 ચોરસ કિમી છે. પૂર્વી કેરેબિયન સાગરમાં સ્થિત આ દેશના લોકોની આવકનું મુખ્ય માધ્યમ ટુરીઝમ અને ખેતી છે.
માલદીવ
હિંદ મહાસાગરમાં સ્થિત માલદીવ પર દુનિયાના સૌથી નાના દેશોમાં સામેલ છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ આ દુનિયાનો નવમો સૌથી નાનો દેશ છે. તેનું કુલ ક્ષેત્રફળ 298 ચોરસ કિમી છે. પર્યટનના દ્રષ્ટિકોણથી માલદીવ પણ લોકોને ખુબ આકર્ષિત કરે છે.
માલ્ટા
ક્ષેત્રફળની દ્રષ્ટિએ 10મો સૌથી નાનો દેશ છે. તેનું ક્ષેત્રફળ 316 ચોરસ કિમી છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર