વિદેશમાં રજા ગાળવાનું મન છે. પણ, મોટા બજેટને કારણે પ્લાન બદલાય જાય છે. હવે તમારે તમારો પ્લાન બદલવાની જરૂર નથી. કારણકે અમે લાવ્યા છીએ કોઈક એવા દેશની જાણકારી, જેમાં હરવું-ફરવું, ખાવું અને રહેવું એ બધું હશે તમારા બજેટમાં. તો રાહ કોની જુઓ છો… તમારૂ બેગ પેક કરો અને નીકળો તમારી રજાને યાદગાર બનાવવા અને તમારા સફરને ખુશનુમા બનાવવા….
હોંગ કોંગ
ચીનના દક્ષિણી કિનારે વસેલા દેશની સ્પાર્કલિંગ સ્ટ્રીટ્સ અને ઉંચી- ઉંચી ઇમારતો જે દિવસ રાતનું અંતર દુર કરે છે. આ દેશમાં ફરવાની સૌથી મોટી વાત એ છે કે અહી જવા માટે વિઝાની જરૂર ન પડે. અહી ડિઝની લેન્ડ, ક્લોક ટાવર, ડ્રેગન બેક ટેઈલ અને હોંગકોંગ મ્યુઝિયમ ઓફ આર્ટ વગેરે પ્રસિદ્ધ ફરવાના સ્થળો છે.
તમારી ફલાઇટ, હરવા ફરવાથી લઈને રહેવા સુધીનો ખર્ચ માત્ર 40 થી 45 હજાર ની વચ્ચે થશે.
ઇન્ડોનેશિયા
જો તમે પ્રકૃતિની રમણીય સુંદરતાનો આનંદ માણવા માંગતા હોવ તો ઇન્ડોનેશિયા તમારા માટે સારો વિકલ્પ છે. બાલી, જાવા, સુમાત્રા, જકાર્તા આ બધા અહીના ફેમસ અને જોવાલાયક સ્થળો છે.
આ દેશમાં તમારી ફલાઇટ, હરવા ફરવાથી લઈને રહેવા સુધીનો ખર્ચ માત્ર 45 થી 50 હજાર ની વચ્ચે થશે.
ચાઇના
ચીનમાં થઈ રહેલ જડપી વિકાસ પાછળ એક મોટું કારણ છે અહી સૌથી મોટી માત્રામાં વસતા શહેર. જો તમારે આ સુંદર શહેર જોવું હોય તો જાઓ ચીનની તરફ. શંઘાઇ બંન્ડસ, ચાઇના વોલ, ફોરબિડન સિટી, ટેરાકોટા આર્મી અને વેસ્ટ લક અહીના પ્રસિધ્ધ પર્યટક સ્થળ છે.
ચીનમાં તમારી ફલાઇટ, હરવા ફરવાથી લઈને રહેવા સુધીનો તમામ ખર્ચો માત્ર 40 થી 45 હજાર ની અંદર થશે.
વિયેતનામ
વિયેતનામ દક્ષિણ પૂર્વ એશિયાનો નાનકડો ખુબજ સુંદર અને શાંત દેશ છે. લોકો અહી હળવાશ ના પળો વિતાવવા આવે છે. જો તમે પણ શાંતિના પળો વિતાવવા માંગતા હોવ તો આના સિવાય બીજો કોઈ સારો ઓપ્શન હોય જ ન શકે. અહી ફરવા માટેના યોગ્ય સ્થળ હા લાંગ વે, ન્હા ટ્રેન, હો ચી મિન્હ સિટી વગેરે જોવાલાયક છે.
આ દેશમાં તમારી ફલાઇટ, હરવા ફરવાથી લઈને રહેવા સુધીનો તમામ ખર્ચો માત્ર 40 થી 45 હજાર ની અંદર થશે.
મલેશિયા
જો તમારે ઉનાળામાં ઠંડા અને શ્રેષ્ઠ મોસમ નો આનંદ લેવો હોય તો મલેશિયા એક સારો વિકલ્પ છે. જેટીંગ હિલ, બાટુ કેવ્સ, પેટ્રોનાસ ટ્વીન ટાવર્સ, પેનોગ અને મલાક્કા વગેરે અહી ફરવા માટે બેસ્ટ સીટી છે.
મલેશિયામાં તમારી ફલાઇટ, હરવા ફરવાથી લઈને રહેવા સુધીનો તમામ ખર્ચો માત્ર 40 થી 45 હજાર સુધીનો રહેશે.